NEET ..નખ્ખોદ વાળ્યું છે આ પરીક્ષાએ.. ગુજરાતના ૬૦,૦૦૦ છોકરાનું અને એમના માબાપનું જીવતર ઝેર કરી નાખ્યું..!!
કાયદો આંધળો છે પણ જોડે જોડે બેહરો પણ લાગે છે..સુપ્રીમ કોર્ટનું એક ભયંકર “ફરમાન” આવ્યુ.. ચુકાદો નહિ હો “ફરમાન”..!!
સેહજપણ દયા,માયા જેવી કોઈ વાત જ નહિ..? સાંભળવા જ તૈયાર નથી,બસ બે દિવસમાં તારે AIPMT આપવાની..
નામદાર કોર્ટએ ક્યારેય 11 અને 12 સાયન્સની ચોપડી ખોલી છે ખરી?
જોકે મને આર્ટસ અને લો ના સ્ટુડન્ટ માટેની મારી લગભગ આવી અવધારણા છે કે ઘેર પથારીમાં પડ્યા પડ્યા કાયદા ના ચોપડા ફાડી ખાનારા..
સાયન્સની ચોપડી જોડે એમને બહુ લેવાદેવા ના હોય એ વાત સમજાય, પણ સામાન્ય બુદ્ધિ જેવું કોઈ “તત્વ” અને એનો પણ અભાવ?
દોઢ મહિનામાં NEET આપો, અને બે દિવસમાં AIPMT આ તે કઈ ઓલ્ડ મેકડોનાલ્ડ હેડ ..અ .ફાર્મ ..ઈયા ..ઈયા ..ઓ .. કરવાનું છે?
AIPMT અને NEET નર્સરીની રાયમ છે? કે બાળકની માં ગાશે અને બાપ નાચશે એટલે છોકરું પાસ..?
ખરેખર આસમાન તૂટી પડ્યું છે અત્યારે ગુજરાતના એ સાહીઠ હજાર છોકરાઓ ને માથે જેમણે “B” ગ્રુપ લીધું છે અને આ વર્ષે બારમાં ધોરણની પરીક્ષા આપી રહ્યા છે એમની ઉપર..!
અત્યાર સુધી એવું કૈક ગોઠવેલુ હતુ કે B ગ્રુપ લઈલો એટલે 11મુ ધોરણ અને 12મુ ધોરણ બધું થઈને ચાર સેમેસ્ટર,દરેક સેમેસ્ટરના 15-15 માર્ક્સ ગણવા અને ગુજસેટ આપવી એના 40 માર્ક એમ કરીને 100 માર્ક અને એમાં ટોટલ જેના વધારે આવે એ મેડીકલ અને ડેન્ટલમાં ભણવા માટે આગળ જાય..
આ સીસ્ટમમાં ટેવાયેલા છોકરાઓ એ ચાર સેમિસ્ટરની પરીક્ષાઓ આપી દીધી છે અને ગુજસેટની તૈયારી કરી રહ્યા હતા..!
અચાનક સુપ્રીમ કોર્ટ જાગી અને કહી દીધું બે વર્ષ તમે જે કઈ કર્યું એ બધું ફોક, નહિ ચાલે…!
સીધી NEET આપો અથવા AIPMT બે દિવસ પછી છે એ આપો,અને એના આધારે જ એડમીશન કરો..!!
બોડી બામણીનું ખેતર..!! રામ કી ચીડિયા રામ કા ખેત..!
કેન્દ્ર સરકારે અપીલ કરી, દેશની ઘણી રાજ્ય સરકારોએ અપીલ કરી…
ચલ હટ..મેં કીધું ને એ જ ફાઈનલ, અરે સાહેબ,ભાઈસાબ બાપા સમજો બે દિવસમાં AIPMT ના તૈયાર થાય,NEET માટે દોઢ મહિનો પણ ઓછો પડે..
જો ભાઈ અમે આંધળા તો જન્મ્યા ત્યારથી જ હતા હવે બેહરા પણ છીએ..!!
કોઈ જ વાત સાંભળવા માટે કોર્ટ બિલકુલ તૈયાર નથી લોકો આનંદીબેન અને નરેન્દ્ર મોદીની સામે મીટ માંડીને બેઠા છે..!
શા માટે આવી પરિસ્થિતિ આવી ?
પાછલા કેટલાક વર્ષોથી આ ચક્કર ચાલુ થયું હતું એક જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આખા દેશમાં એક જ ટેસ્ટ થાય એના માટેનુ , લગભગ કપિલ સિબ્બલના સમયથી,
પણ આપણા “હોશિયાર” રાજકારણીઓએ કોર્ટમાં જઈ જઈને દેશ આખાની કોમન એન્ટ્રસ ટેસ્ટને પાછી ઠેલ્યા જ કરી..છેવટે આજે સુપ્રીમ કોર્ટ વિફરી ..!
અને હવે સાંભળવા જ તૈયાર નથી..
બે દસકા પેહલા મેડીકલ અને એન્જીનીયરીંગમાં જવાની લોકોની ભૂખ જોઇને મહારાષ્ટ્ર અને કર્નાટકના રાજકારણીઓ એ એમની “દુકાનો” સોરી પ્રાઈવેટ કોલેજો ખોલી નાખી..
અને આપણા ગુજરાતમાંથી ઘણા બધા લોકો લાખો રૂપિયા ખર્ચી અને ડોનેશન આપી અને એડમીશન ત્યાં લેતા થયા ,
બેંગ્લોર ,જલગાંવ અને પૂનાની કોલેજો એક જમાનામાં ગુજરાતી છોકરાઓ પર નભતી ,અને એમના રાજકારણીઓ એ જે કોલેજોના ટ્રસ્ટી હતા, એમણે બહુ જ જાડી નોટો છાપી..
પછી એક બહુ મોટો અવાજ ઉઠયો હતો ગુજરાતમાંથી ગુજરાતના રૂપિયા બહાર ખેંચાઈ જાય છે તો આપણે ગુજરાતમાં પણ આવી “દુકાનો” ખોલો..
અને આપણે ત્યાં પણ પેહલા નાના પાયે અને પછી થોડા મોટા પાયે દુકાનો આપણા રાજકારણીઓ એ ખોલી નાખી, અને એ જ અરસામાં NEETની બબાલ આવી..
શિક્ષણની આ “દુકાનો” માં રીતસરની ઉછામણી ચાલુ થઇ લાખ મણ ઘી થી લઈને કરોડ મણ ઘી સુધીની ઉછામણી થઇ..
આ હરાજી અને ડોનેશનના દુષણો ડામવા માટે જ એક કોમન એન્ટ્રસ ટેસ્ટ આવી પણ પણ …
જેણે જેણે દુકાનો ખોલવામાં રૂપિયા રોક્યા હતા એ બધા જ લોકો કોર્ટે ચડ્યા અને એમાં સપોર્ટ મળ્યો હરામી ગુજરાતી મીડીયમ અને ગુજરાત બોર્ડની સ્કૂલોવાળા લોકો નો ..
હરામી શબ્દ જાણી જોઇને વાપરુ છુ.. આ શબ્દ પાછળ વાપરવા માટે કારણ એવું છે કે અત્યારે એક દલીલ આવે છે કે NEETની પરીક્ષા તો અંગ્રેજીમાં જ હોય છે તો ગુજરાતી માધ્યમવાળા છોકરા ક્યાં જાય ?
અને બીજી દલીલ એવી છે કે ગુજરાત બોર્ડ કરતા સેન્ટ્રલ બોર્ડનો કોર્સ વીસ ટકા અઘરો હોય છે…એટલે ગુજરાતના છોકરાને માર પડે..!
તો હરામખોરો તમે પણ ફી તો ઓછી લીધી નથી , તો શા માટે છોકરાઓને સેહલુ સેહલુ ભણાવ્યુ અને ભણાવો છો? કોણ રોકે છે તમારા કોર્સને સેન્ટ્રલ બોર્ડ કરતા અઘરો બનવતા?
અને રહી વાત ગુજરાતી માધ્યમ ના છગનિયા અને મગનોની ..શું જખ મારવા સાયન્સને ગુજરાતીમાં ભણાવો છો ?
મારો અનુભવ કહું તો છેક એમ.એસ.સી. સુધી મને અંગ્રેજીમાં તકલીફ પડતી પણ મીથેન ને તો મીથેન જ લખવો પડતો, અને ઓક્સીજન ને ઓક્સીજન,
ઓકસીજનને બદલે પ્રાણવાયુ લખુ તો એક્ઝામીનરને પણ સાંધો મળે એમ નથી તો પછી અત્યાર સુધી શું કરવા અમને ગુજરાતીમાં ડુબાડ્યા કર્યા ?
હા સંગીતમાં બી.એ. (વિશારદ) કર્યું ત્યારે એમાં ગુજરાતીમાં ભણાવે એ બરાબર છે ..ષડ્જ, રિષભ એ બધું ઓરીજીનલી આપડું છે એટલે એને ગુજરાતીમાં ભણાવો એ બરાબર છે
પણ સાયન્સને શું કરવા ગુજરાતીમાં ભણાવે છે એ હજુ મને સમજણ નથી પડી..
અને એ ગુજરાતીમાં તમારા ભણાવવાના પાપે આજે ચાલીસ હજાર છોકરા ધ્રુસકે ને ધ્રુસકે રડે છે..જે ક્યારેક હું પણ રડ્યો હતો માટે મને એમની પીડાનો અંદાજ છે..!
અત્યારે તો એક જ રસ્તો છે એક મોટું આંદોલન ઉભું કરો NEET અને AIPMT નો સંપૂર્ણ બહિષ્કાર કરો ,એક પણ છોકરું બેસવું ના જોઈએ તો જ કોર્ટ માનશે અને આવતા વર્ષથી લાગુ પાડો આ કાયદો,
અને રહી વાત અંગ્રેજી ગુજરાતી મીડીયમની તો દસમાં ધોરણ પછી ફરજીયાત સાયન્સ સ્ટ્રીમ એંગ્રેજી માધ્યમમાં જ ભણાવો ,
સેન્ટ્રલ બોર્ડ કરતા ગુજરાત બોર્ડને વધારે કઠણ કરો જેથી આપડા છોકરા આગળ જતા કોમ્પીટીશનમાં પાછા ના પડે…!
અત્યારે તો પોપાબાઈના રાજ ને પાણી પોચી ગભરુ પ્રજા
જે થાય તે..!
નસીબ આપણા..!
એમ કરીને મંદિરમાં કે દેરાસરમાં જઈને માવરુઓ રડશે,અને બાપા આરતીમાં તાળીઓ પાડશે..!!!!!!!
ઉઠો જાગો હક્ક માટે લડો ..પીટીશન ઉપર પીટીશન ફાઈલ કરો…અદાલત ને સાંભળવું જ પડે એવી પરિસ્થિતિ નિર્માણ કરો..!!!
લોકતંત્ર છે આ
લોકો માટેનું..
જાગો
શૈશવ વોરા
(ક્યાય નામદાર કોર્ટની અવહેલના થતી હોત તો માફી માંગુ છુ, પણ સત્ય એ સત્ય છે)