“ન્યુ નોર્મલ”
એક નવી ટર્મ આજકાલ વપરાતી થઇ ચુકી છે, બોલચાલની ભાષામાં અને વ્યહવારમાં..!
કોવિડ-૧૯ કોઈક યુગ નો અંત આણશે એવું કેહવું અત્યારે થોડુક વેહલું પડશે પણ એક હકીકત એવી પણ છે કે ઈતિહાસ જેમની આંખો સામે રચાઈ રહ્યો હોય છે એ પ્રજા ને એનું ભાન જ નથી હોતું કે અમે એ ઈતિહાસના સાક્ષી છીએ..!!
ભારતવર્ષની વાત કરીએ તો ખુલ્લા લોકડાઉન એ ધાર્મિક સ્થળોમાં સન્નાટા પ્રસરેલા છે, જો આ સન્નાટો કાયમ રહ્યો તો સ્થાપિત ધર્મો ની દુકાનો નો જલ્દી અંત ..!
બજારમાં દુકાનોમાં ખાવા પીવાની કરીયાણા સિવાયની વસ્તુઓ ની દુકાનો સંપૂર્ણ ખાલી છે અને ખાણીપીણીમાં પણ એકદમ લીમીટેડ વસ્તુઓ વેચાય છે..
એનો મતલબ જીભના ચટકા ઘટ્યા , પરિણામ ..?
હોટેલ ઉદ્યોગ એ નવી દિશા શોધવાની..!
ઘરો ની અંદર ભરાઈ ને બેસવાની ટેવ હવે કોઠે પડતી જાય છે,
જ્યાં મતભેદો છે ઘરમાં જ છે એ ધીમે ધીમે સપાટી ઉપર આવી અને મનભેદનું રૂપ ધારણ કરી રહ્યા છે..!
પરિણામ ?
ઘરો તૂટશે..! અથવા જેમ જુના ગામડાના ઘરોમાં ઘરડા લોકોના રૂમો રેહતા ઘરોમાં ને એ રૂમમાં બહુ કોઈ જતું નહિ ઉંબરેથી જ ઘરડાની ખબર પૂછી લેવાતી ,ફળિયામાં આવી ને ઘરડાં બેસતા નહિ એમ ઘરડા એ રૂમમાં ગોંધાઈ રેહવાનું..!!
દિવસભર કામ કરી ને બહારથી આવેલો દીકરો કે વહુ ઘરડા માતાપિતાની નજીક જતા ગભરાઈ રહ્યો છે ,કદાચ હું એમને તો નહિ લગાડી દઉં ને..!
ઉંમર એ ફક્ત નંબર નો ખેલ છે એવું માનવાવાળી અને કેહવા પેઢી માટે આ કોવિડ-૧૯ નું “ન્યુ નોર્મલ” કાળ બની ને ઉભર્યું છે દુનિયાભરમાં..!
પોતના વાળ કાળા કરીને , મોતિયો આવવા છતાં મોતીઓ આવી ગયો છે એવી કોઈ ને ખબર સુધ્ધા ના પડે એવા સરસ મજા ના લેન્સ નાખવી ને ,થોડી ઘણી કસરત કે ચાલવાનું રાખી ને પ્રફુલ્લિત મને જીવન જીવતા વૃધ્ધો ને આ ન્યુ નોર્મલ અચાનક એક સદી પાછળના વૃદ્ધ બનાવી રહ્યું છે..!!
એ જ રીતે આ “ન્યુ નોર્મલ” બાળપણ અને ઉગતી જુવાની ને ભરખી રહ્યું છે…!
જે આઈપેડ અને મોબાઈલથી બાળક ને દૂર રાખવા માંબાપ મથતા હતા એ જ મોબાઈલમાં આજે ભણવાનું આવ્યું છે ..!
સ્કુલથી લઈને કોલેજના બાળકો આજે એમના સોનેરી દિવસો ગુમાવી રહ્યા છે , કોલેજકાળ એ જીવનનો સુવર્ણકાળ હોય છે ..!!
હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મને આવું કોઈ કે કહ્યું હતું ત્યારે એ વ્યક્તિ મને ૧૯ -૨૦ લાગી હતી મેં એવું ધારી લીધું હતું કે પાર્ટી ને બે ચાર લફરાં કરવા મળ્યા હશે અને પછી તૂટી ગયા હશે એટલે એમને સુવર્ણકાળ લાગી રહ્યો છે બાકી આમાં શું બળ્યું છે ?
પણ ના એવું નોહતું ,
જવાબદારી વિનાની જિંદગી અને દરેક વ્યક્તિ તમને કૈક આપવા શીખવાડવા તૈયાર હોય, લોકો સાથેના સંપર્ક સારા ખોટા બધાની સમજ ,ફક્ત એક સ્માઈલ અને મિત્રતા એ પણ જીવનભરની ,સો માં સોંસરવા નીકળવા ની એ જીદ પકડાઈ જવી ને જીવનમાં કૈક તો કરવું છે એવી તમન્ના પેદા થવી આ બધા બીજ કોલેજકાળમાં વવાય છે..!
જે બાળકો ની સ્કુલ અને કોલેજ ના દિવસો આજે કોવીડ-૧૯ ખાઈ રહ્યો છે એ બાળકો ખરેખર એમના જીવનના સોનાના દિવસો ગુમાવી રહ્યા છે..
ન્યુ નોર્મલમાં ઘણા બધા ટ્યુશન કલાસીસ હવે ઓન લાઈન જ થઇ ને રેહશે અને સ્કુલનો ઘણો સમય પણ ઓન લાઈન જ રેહશે..!
ઘણા બધા વાલીઓ એવા મેસેજ ફેરવે છે કે કોવિડ-૧૯ જાય પછી જ બાળક સ્કુલે મોકલીશું..
ઈશ્વર કરે ને કોવિડ-૧૯ ઝટ જાય,
પણ સત્ય એ છે કે પોલીયો ના આટલા બધા ટીપા પીવડાવ્યા પછી પણ હજી ગયો નથી, કોઇપણ રોગ જ્યારે દુનિયાભરમાં આટલી બધી રીતે ફેલાઈ જાય છે ત્યારે એમ ઝટ જતો નથી રેહતો ..!!
હવે થી કોવિડ-૧૯ ની સાથે જીવતા શીખવાનું છે , જૂની જિંદગી ને ડિલીટ મારવાની છે, એ સ્કુલની હોલ એસેમ્બલી થી લઈને બધું જ..
જિંદગી હવે ખુલ્લામાં આવી ગઈ છે..!! જો સ્વસ્થ રેહવું હોય તો..!!
બાળક અને વૃદ્ધ હવે “ન્યુ નોર્મલ” માં ઘરમાં છાતીએ જ રેહવાના..!!
સહન થાય કે ન થાય..!
અમારા જેવા ઉંમરમાં બિલકુલ વચ્ચે રહેલા લોકો ના “ન્યુ નોર્મલ” હજી લખાઈ રહ્યા છે, જે તે ફિલ્ડ પ્રમાણે ન્યુ નોર્મલ ડેવલપ થઇ રહ્યા છે ,
જેમકે આઈટી વાળા ને ઘેર બેસાડી ને જ કામ કરાવવામાં આવી રહ્યા છે, કારખાનાવાળા ને થડે ગયા વિના છૂટકો નથી પણ ભટકવાની હવે છૂટ નથી ,
ઉઘરાણીએ કોઈ ને ત્યાં જવાની બિલકુલ છૂટ નથી ..
ફોનથી જ પતાવો ..!
લોડીંગ અનલોડીંગમાં મજુરો ભાગી ગયા છે ત્યાં ફોર્ક લીફ્ટથી જ હવે કામ કરવા રહ્યા , મશીનો વધારે માણસો ઓછા કરો , ફાયનાન્સવાળા ને સાપ સુંધી ગયા છે ,
સરકાર ને લોનો આપવી છે પણ જેને લોન પછી આપવાની છે એને લેવી નથી અને લોન લેવી છે એને પછી નથી આપવી ..!
જુદા જુદા ઉદ્યોગ હવે ધીમે ધીમે નવા કલેવર ધારણ કરતા જશે..!
ઓવર ઓલ એમ કેહવાય કે આપણી ચારે તરફ ઈતિહાસ ની રચના થઇ રહી છે ફક્ત કાન, નાક અને આંખ ખુલ્લા રાખો અને દિમાગ ને કાર્યરત રાખીએ તો આપણી આજુબાજુમાં જ તમને બદલાયેલી જિંદગીઓ દેખાશે..!
ન્યુ નોર્મલ અનેક ધંધા ઉદ્યોગ ને જન્મ આપશે ને અનેકો ને મારી નાખશે..!!
સંક્રાંતિ નો સમય છે એટલે રૂપિયા સાચવી ને બેઠા રેહશો તો સમય ખાઈ જશે ,
રૂપિયા ઉડાડશો તો પંડ ખાઈ જશે..!
જો યોગ્ય જગ્યા એ વાવણી કરશો તો જ ઉગી નીકળશે..!!
વાવણી શબ્દ વાપરું છું ધ્યાન રહે..!! પોન્ઝી સ્કીમ નહિ..!! બીબાઢાળ જિંદગીઓ ધીમે ધીમે દોહ્યલી થઇ જવાની..!!
સેહજ ઊંઘ ઉડે એવી વાત કહું તો મોટ્ટા પગારો ના ભાર દરેક કંપનીઓ ને માથેથી કાઢવા છે, જોરદાર છટણી
કાળ બની ને માથે ભમી રહી છે ,ઓનલાઈન શોપિંગ માનો કે ના માનો કાઠું કાઢી રહ્યું છે, નાના ધંધાનો ખો નીકળી પણ જાય..!
દિલ્લી ,મુંબઈ ,કલકત્તા ,મદ્રાસ ,બેંગ્લોર અને હૈદરાબાદ હજી પણ દેશની ઈકોનોમી ઉપર હાવી છે , બેંગ્લોર અને હૈદરાબાદ પોણું ઘેર બેઠા કામ કરી રહ્યું છે ..!
બાકીના ચાર મહાનગરોની હાલત ટીવી રોજ બરાડે છે..!
ઘણા મધ્યમ વર્ગના લોકો એમ માને છે મહાનગરો સિવાય પણ ભારતમાં દુનિયા છે , એવા લોકો ને કેહવાનું કે ભાઈ મારા સ્પેન્ડીંગ પાવર જોઈએ..!!!
મહીને લાખ રૂપિયા ઉપર જે કમાતા હોય એ જ બેફામ ખર્ચી શકે,
એ લોકો ખર્ચો કરતા થાય તો જ ઈકોનોમી બેઠી થાય..!!
મહાનગરો સિવાય મહીને લાખ રૂપિયા ઉપરના પગારવાળા બિલોરી કાચ લઈને શોધવા પડે…!
ન્યુ નોર્મલ ઝટ ડીફાઈન થાય તો આગળ જવાય હવે ..!!
વિચારજો તમારા “ન્યુ નોર્મલ” ક્યા ક્યા છે ,અને એના પ્રમાણે જિંદગી ફરી ગોઠવવાની શરૂઆત કરી મુકજો ભાઈ ..!!
પરિસ્થિતિ ને અનુકુળ થયે જ છૂટકો છે , સામા પડવા જઈએ તો કાળ કોળીયો કરી જાય એમ છે..!
સમજી ને સાચવજો..!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)