ગઈકાલે સુપ્રીમકોર્ટના આદેશ પછી છટકેલા દિમાગથી બ્લોગ લખી નાખ્યો હતો અને છેલ્લા સાત દસકાથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આપણે લખી પણ નાખ્યું કે “આજે તો હવે નરેન્દ્ર મોદીએ રાજીનામું આપીને સન્યાસ છોડીને સંસાર માંડી લેવો જોઈએ..!” બ્લોગ નું પોસ્ટીંગ બાકી રહી ગયું હતું સવાર પડ્યે મન શાંત થયું અને પોસ્ટીંગ કરવા બેઠો અને શાંત મગજે જે વિચાર કરાવ્યા એ ઉમેરીને હવે પોસ્ટ કરીશ…
આઝાદી પછી હિન્દુસ્તાનના તમામ પ્રોબ્લેમ માટે આપણે ભારતના પ્રધાનમંત્રી સિવાય બીજા કોઈને જવાબદાર નથી ગણતા, દિમાગમાંથી મોનાર્કી જતી જ નથી, ભારતના જટિલ બંધારણમાં કોઈને ઊંડું ઉતરવું જ નથી આપણને ખરેખર ખબર જ નથી કે પ્રધાનમંત્રીની સત્તા કેટલી ..?
બસ કોઈપણ પ્રોબ્લેમ આવે પ્રધાનમંત્રી જવાબદાર..!
હિંદુ તેહવારો ઉપર અપાતી સલાહ અને બોલાતી સુફિયાણી વાતોને છેલ્લા ત્રણ વર્ષથી લખતો રહ્યો છું અને હવે તો નેશનલ ટીવી ઉપર પણ આ પોઈન્ટ આવી ગયો કે હિંદુ તેહવાર જ કેમ..? ચર્ચાઓ ચાલુ થઇ ગઈ છે,મંથન થશે એટલે “વિષ”પણ બહાર આવશે અને “અમૃત” પણ…
ગઈકાલે મેં લખ્યું હતુ કે
“નવરાત્રીના નવ દિવસ મેં બેફામ લખી લખી ને ફટકડા ફોડ્યા અને આજે સુપ્રીમ કોર્ટે દિલ્લીમાં દિવાળીએ ફટાકડા વેચવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો..કોઈક ચૌદ મહિનાના ટેણીયાઓ એ પીટીશન ફાઈલ કરી હતી..! અલ્યા એલર્જીક અસ્થમા તો મને પણ છે અને મારી દાદીને પણ હતો અને કદાચ મારી આગળની પેઢીઓમાં પણ જશે એટલે શું અમારે લોકોને ફટાકડા ફોડે નહિ એટલે વેચવા નહિ દેવાના ? રાંડી રાંડ નું ખેતર છે હિંદુ ધર્મ અને હિન્દુસ્થાન જેને મન થાય એ ટપલી મારે છે..! અને સરકારો તો જાણે કઈ થયું જ નથી એવા વર્તન કરે છે..એક ભયાનક મોટું ષડ્યંત્ર ચાલી રહ્યું છે હિંદુ જનસાધારણને પોતાના ધર્મથી વિમુખ કરવાનું, કદાચ દુનિયામાં અસ્તિત્વમાં રહેલો આ છેલ્લો ધર્મ છે કે જે ભૌતિકવાદ અને ભૌતિક સુખ સગવડોની વચ્ચે જીવતા માણસને પોતાની જાતને એવો સવાલ કરવાનું કહે છે કે હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ?અને ક્યાં જવાનો છું ? અધ્યાત્મ ને જોવાની કે જાણવાની કે સમજવાની કોશિશ કર્યા વિના લાકડા ભેગી થતી જિંદગી અને ઢોરની જિંદગીમાં કોઈ જ ફર્ક નથી..!
અને જયારે આ ત્રણ સવાલ જ્યારે માણસ પોતાની જાતને પૂછે છે ત્યારે એના જીવનની અતિમહત્વની એવી આધ્યાત્મિક જર્ની શરુ થાય છે,અને હા આ ત્રણ સવાલ પૂછવાની છુટ્ટી ફક્ત અને ફક્ત હિંદુ ધર્મ જ આપે છે બાકી બધા ધર્મ તો જવાબ આપે છે..! અને એ દરેક જવાબ પણ આદેશાત્મક હોય છે..!
દુનિયાભરમાં ચાલતા બધા જ ધર્મો કે જેમાં તમારે શું કરવું અને શું નાં કરવું એના સ્પષ્ટ આદેશો અપાયા છે,અને લાગે છે કે એ બીજા ધર્મોના આદેશોની અસર હેઠળ આવી ને સુપ્રીમ કોર્ટ આવા જજમેન્ટ પાસ કરી રહી છે..!
આજ નો વિચાર હવે એમ કહે છે કે
“ખાલી આક્રોશ ઠાલવવાથી કે ડાહી ડાહી વાતો કરવાથી આ સમસ્યા નહિ પતે.. હિંદુ એ પેહલા તો સમજી લેવું પડશે અને માનવું પડશે કે એની ઉપર કોઈ પ્રતિબંધ લાગી રહ્યો છે,કોઈપણ વસ્તુ વિના જીવવાની ટેવ પાડી અને ઉછેરવામાં આવતા હિંદુ સમાજના બાળકોને જયારે મોટા થાય ત્યારે ચાલશે,ફાવશે અને ભાવશે આટલી ત્રણ વાત શીખવાડવામાં આવે છે,સહનશીલ બનાવવામાં આવે છે..
કેમ ?
ગુલામીમાં હતા ૧૪૦૦ વર્ષથી,બચવાનું હતું અને બચાવવાનો હતો પોતાનો ધર્મ અને સમાજ..
પણ આજે પરિસ્થિતિ જુદી છે કેહવા જાવ તો ગુલામી ટળી છે પણ આડકતરી ગુલામી હજી ચાલુ છે, પેહલા પણ લખ્યું છે કે દેશનું બંધારણ આખું બદલવાની તાત્કાલિક જરૂર છે,કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી કરી અને સમયના બિલકુલ અભાવમાં થોડાઘણા ફેરફારો કરી અને જે બંધારણ લખાયું એ હવે છોડવું રહ્યું..આપણા સમય,સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે જયારે બંધારણ થશે ત્યારે જ સાચી રીતે ગુલામી નો ત્યાગ થયો માનવો રહ્યો..
ગઈકાલે લખ્યું હતું કે..
વન ટુ વન, કે વન ટુ ગવર્મેન્ટ, આવા પ્રકારના કોઇપણ કેસમાં આપણે કોર્ટ પાસેથી આદેશની અપેક્ષા રાખી એ સ્વાભાવિક છે,પણ જયારે કોઈ વ્યક્તિ વિરુદ્ધ સમાજ આવે અને ત્યારે પણ સુપ્રીમ કોર્ટ આદેશ “ઠોકે” એ એમની ગલતી સે મિસ્ટેક થયેલી છે..હિન્દુસ્તાનમાં દરેક સમાજને પોતાના તેહવારો ઉજવવા માટેની જુદી જુદી રીતરસમ છે અને ફટાકડા એ દિવાળીનું અભિન્ન અંગ છે અને એવા બહુમતી સમાજને કાનપટ્ટી ઝાલી ઝાલીને એકપછી એક આદેશ આપવામાં આવે છે અને આદેશનું પાલન કરવા માટે મજબુર કરવામાં આવે છે..
અહિયાં ક્લીયર કરું કે સરકાર અને વય્ક્તિ બંને સમાજનો ભાગ છે પણ સમાજ તો નથી જ..!
હિંદુ ધર્મ તો આખી ભગવદ્દ ગીતા પૂરી થાય પછી કૃષ્ણ હાથ અધ્ધર કરી દે છે, મેં તને ઘણું કીધું હવે તારે જે કરવું હોય તે તું કર ભાઈ..મારી મરજી નહિ તારી મરજી..!
સદીઓથી આ દેશ વગર બંધારણે ચાલ્યો, કોઇપણ પ્રકારની લિખિત બંધારણ છેક સતયુગથી લઈને ત્રેતાના રાજા રામચન્દ્રના થઈને વાયા દ્વાપર અને કલીના હસ્તિનાપુરના છેલ્લા હિંદુ નરેશ પૃથવીરાજ ચૌહાણ ત્યાં સુધીમાં ક્યાય કોઈપણ પ્રકારની લિખિત બંધારણવાળી ચોપડી મારા ધ્યાનમાં નથી આવી અને કદાચ કોઈ લિખિત બંધારણ હતું પણ નહિ..અને એટલે જ આપડા બંધારણના ઘડવૈયાઓ ને બહુ તકલીફ પડી હતી કે સાલું પાછળ જોઈએ તો જે અવેલેબલ છે એ તો ગાઈડલાઈન્સ છે કોઈ પ્રોપર ડિઝાઈન્ડ ફોરમેટ અવેલેબલ જ નથી…!!
છેવટે લગભગ કન્ટ્રોલ સી કન્ટ્રોલ વી કરવું પડ્યું અને એક થી લઈને ચારસો સુધીની કલમો ને બાંધી દીધી …!
આજે લખું છું કે
ભારતીય માનસને અને ભારતીય બંધારણીય સંસ્થાઓને બ્રિટીશ માનસિકતામાંથી બહાર લાવવાની જરૂર છે,ન્યાયાલયો અને ન્યાયાધીશ બધાએ હવે ભારતીય બની અને ભારતના ચશ્મે ભારતને જોવાની જરૂર છે..
કાલે લખ્યું
હવે જે કોન્ફલિકટ ઉભા થઇ રહ્યા છે એ આ લિખિત બંધારણના છે,કોર્ટો એમને પોતાની જાતને બંધારણના રખેવાળ કમ માલિક માની રહી છે અને રાજનેતાઓ સંવિધાનના નામે જેટલા “રોકડા” ભેગા થાય એટલા કરી રહ્યા છે…!
સોરી ભૂલ સુધારણા,રોકડાના જમાના ગયા ભાઈ બધું ચેકથી જ થાય અને ચોપડે જ નફા વધારવાના..એક વર્ષમાં કેટલા ગણા..? એવું નહી પૂછવાનું ટીડીએસ કાપીને ભરી દેવાનો એટલે વાર્તા નો અંત આવે છે ત્યાં..!
બંધારણમાં લખ્યું એ પ્રમાણે જ કર્યું છે જે કાયદો બનવ્યો છે એને રીસ્પેક્ટ કર્યું છે એટલે ખોટી માથાકૂટ નહિ કરવાની બસ કહી દીધું ને ભાઈ..!
આજે એ જ બંધારણે આપેલી સત્તાની રુએ સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ફટાકડા નહિ વેચવાના એટલે ફોડવાના પણ નહિ બસ વાત પૂરી..!
પણ સાહેબ, મી લોર્ડ, નામદાર, જજ સાહેબ…!
ના એટલે ના..
જાવ સરકાર પાસે અને બનાવડાવો નવો કાયદો લોકસભા રાજ્યસભામાંથી અને મહામહિમ પાસેથી સહી લઈને આવો પછી અમે એ પ્રમાણે કરીશું..!!
આજ નો વિચાર કહે છે કે
સમાજ, સરકાર અને જેમની પાસે સ્વાયત સત્તાઓ છે એવી સંસ્થાઓ જેવી કે કોર્ટ, કેગ વગેરે વગેરે આ બધામાં સર્વોપરી કોણ ?દેશના નહિ દેખાતા આવા અગણિત ભાગમાંથી એકાદો ભાગ બળુકો થઇ અને આવો આદેશ લાવે ત્યારે થોડી ચણભણ થાય છે અને પછી થોડી છૂટછાટો સાથે કાયદો આવી જાય એટલે પત્યું ગાડી આગળ ચાલે..!
પણ આમ ધકેલ પંચા દોઢસો કરીને સિત્તેર વર્ષ કાઢ્યા હવે કેટલા બીજા કાઢવા છે? નક્કી થવું જોઈએ કે સર્વોપરી કોણ વ્યક્તિ સમાજ કે સરકાર કે પછી સમાજમાં જીવતા “સ્થાપિત હિતો” ?
અત્યારે હિંદુ સમાજમાં એક રોષની લાગણી ચાલી રહી છે અને રોષ એ બોઈલરમાં ભેગી થતી “સ્ટીમ” જેવું છે બોઈલરની વોલની કેપેસીટી હોય ત્યાં સુધી ઠીક, પછી ગમે તેવા ક્ષુલ્લક કારણે બોઈલર ફાટે ત્યારે ન્યાયાલયો તો હાથ અધ્ધર કરી દે છે, કાયદો અને વ્યવસ્થા સાચવવાની કામ સરકારનું છે.. પલીતા તમે ચાંપો અને જવાબદારી સરકારની આવે..!
ગઈકાલે લખ્યું
હિંદુ ધર્મની કમબખ્તી ગણો કે દુરંદેશી ગણો કોઈ એક આચાર્યની પાસે સત્તા બિલકુલ નથી ચાર શંકરાચાર્ય ,રામાનુજઆચાર્ય ,વૈષ્ણવાચર્ય ,મહામંડલેશ્વરો અને બીજા ઘણા બધા ફિરકાના ઘણા બધા સત્તાના કેન્દ્રો છે અને કદાચ એના કારણે સહિયારી સાસુ વખારે જાય છે..રામના નામે ઇંટો ભેગી કરી પણ કોઈ પૂછનાર નથી કે અલ્યા મંદિર ક્યારે અને કેટલે ? કેટલી દિવાળી હજી રામલલ્લા ઝુંપડીમાં..?
જો કે દિવાળીની કોને પડી જ છે..! કેટલી દિવાળી એમ થોડી પુછાય ?
હવેની સરકારો જોડે કામ કઢાવવું હોય તો કેટલી ચૂંટણી હજી રામલલ્લા હજી ઝુંપડીમાં એમ પુછવૂ પડે ..દિવાળી નું મહત્વ જ ક્યાં છે કઈ ? અમથા અમથા અમારા દેશના સિત્તેર એશી કરોડ લોકો નવા નવા કપડા પેહરીને ફરે અને કોઈ કારણ વિના ખુશ થતા ફરે બાકી દિવાળી એટલે બૈરાઓને ઘર સાફ કરવાનો તેહવાર બાકી બીજું શું ?
ફટાકડા ફોડવા,મીઠાઈઓ ખાવી,દીવા કરવા ,રંગોળી કરવી,દેવદર્શને જવું આવું બધું શું ..?
અમે બુતપરસ્તીમાં નથી માનતા..! સેક્યુલર છીએ..!
અને આપડે હિંદુ કોમ્યુનીટી જ સાવ બોગસ છે ,દિવાળીએ ફટાકડા ફોડી અને પ્રદુષણ કરે,પછી ઉત્તરાયણએ પતંગ ચડવી પક્ષીઓ મારે ,પછી હોળીએ પાણી અને લાકડા બગાડે ,ગણેશમાં નદીઓ બગાડે અને નવરાત્રીમાં ધ્વની પ્રદુષણ કરે..!
અલ્યા હેંડો બધા હામટા વટલાઈ જઈએ એટલે બધી લમણાકૂટ નો છેડો આવે..ઉતરાણએ પક્ષી મારવા ને બદલે બકરા મારીશું,ગણેશ વિસર્જન ની બદલે બીચ ફેસ્ટીવલ કરી નાગા નાગા રખડીશું ,નવરાત્રીને બદલે કાર્નિવલ કરીશું અને થર્ટી ફર્સ્ટએ તો જોર જોર દારુ અને પછી તો પાર્ટી જ પાર્ટી…અને ફટાકડા આપણે ફોર્થ ઓફ જુલાઈ એ ફોડીશું એટલે બધા પ્રોબ્લેમનું સોલ્યુશન..!
બોલો ત્યારે ક્યાં જવાનું છે અને ક્યારે ..?
શું કહ્યું સુપ્રીમ કોર્ટ પોહચો કાલે…!
હારું ત્યારે
મેલ કરવત..
આજે લખું છું
રોજની ટકટકારી અને એક પછી એક નેતાઓ અને પક્ષો દ્વારા થતા ધોખાથી પ્રજા થાકી છે,ગમે ત્યારે ગમે તે દેશનો ગમે તે ભાગ ઝાળ પકડી લેશે તો દેશ આખો હોમાઈ જશે..
હવે વધારે ના રમો “માનનીયો” આ દેશની બહુમતીની લાગણીઓ અને ભાવનાઓ ની સાથે…
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા