પદ્માવતી ઉપર ઘમાસાણ મચ્યું છે,સંજય લીલાને કદાચ આ વખતે પબ્લીસીટી માટે કરાતા “ખેલ” ભારે પડે એવું લાગી રહ્યું છે, હાલ પુરતી તો રીલીઝ ડેઈટ ને પાછળ લઇ ગયા છે,બોલીવુડને દરેક ફિલ્મ આવે ત્યારે કોઈક વિવાદ ઉભો કરીને મફતની પબ્લીસીટી રળી લેવાની વર્ષોથી ટેવ છે,અને લગભગ એમ કહી શકાય કે એક ચીલો જ પાડી દીધો છે કે ફિલ્મ રીલીઝ થાય એ પેહલા કોઈક વિવાદ ઉભો કરી દેવાનો એકાદી ચોકલેટ જનતાના અને મીડિયાના મોઢામાં આપી દેવાની એટલે પ્રજા ચગળ્યા કરે અને બોલીવુડનો ફિલ્મ પાછળ કરેલો ખર્ચો નીકળી જાય..!!
પણ પદ્માવતીમાં જે રીતે ચાલ્યું છે અને આગળ વધતું જાય છે એ જોતા તકલીફ વધશે એમ લાગે છે,
હું તો પર્સનલી માનું છું કે આ વખતે સરખો “પદાર્થપાઠ” બોલીવુડને ભણાવી દેવાની જરૂર છે,કે તમે તમારા સ્વાર્થ માટે વિવાદ ઉભા કરો કે ક્રિયેટિવીટીના નામે કૈક અવળચંડા વેડા કરીને વિવાદ ઉભો કરાવો એ ના ચાલે..!!!
ઘણા મુવીમાં વિવાદોને લીધે દેખાવો થાય છે અને ક્યારેક ગોળીઓ ચાલે છે અને એમાં નવાણીયા કુટાઈ જાય છે,કમસેકમ તમારા રૂપિયા માટે કોઈના છોકરાને તો “શહીદ” ના કરો..
અત્યારે તો બે “સરકારી” ચેનલ્સના “સીઈઓ”ને સેન્સરમાં પાસ કરાવ્યા વિના ફિલ્મ દેખાડી, અને બંને જણા પાસેથી “સર્ટીફીકેટ” લઈને બંને ચેનલ્સ પર વકીલાત કરાવી રહ્યા છે કે કઈ પ્રોબ્લેમેટીક નથી..
સવાલ ત્યાં ઉભો થાય છે કે આ બે લોકો પત્રકાર છે કે વકીલ ..? બે પત્રકારો શું પોતાની જાતને જનતાથી ઉપર સમજી રહ્યા હોય એમ નથી લાગતું..? અલ્યા તમે કુરુવંશ શિરોમણી મહારાજા યુધીષ્ઠીર થઇ ગયા છો ? કે તમે બોલો એ સાચું જ હોય અને અમારે માની લેવાનું ..!!!
આરુષી તલવાર મર્ડર કેસ વખતે મીડિયા જજની ભૂમિકામાં આવી ગયું હતું અને એક નવો શબ્દ ભારતને મળ્યો હતો “ટ્રાયલ ઓન મીડિયા”..!
આજે સંજય લીલા બે પત્રકારોને પદ્માવતી ફિલ્મ બતાડી અને આખા દેશને કન્વીન્સ કરવા માંગે છે કે ફિલ્મમાં બધું બરાબર છે..!
આ શું છે ? બે પત્રકારોની તાકાત ?? ભારતની ૧૨૫ કરોડ જનતા આંધળી અને અક્કલની બેહરી મુઈ છે કે બે પત્રકારો બોલે કે બધું બરાબર છે એટલે ૧૨૫ કરોડની જનતા માની લે એમ ..? સાલું આ દેશની સૌથી મોટી કમબખ્તી છે કે બે પાંચ લોકો હંમેશા એમ માની લ્યે છે કે પ્રજા બીજાને દોરવાયે દોરાય છે અને બે ચાર લોકો પોતાની જાતને એમના “નુંમાઈન્દા” ગણી અને આગળ આગળ ચાલવા માંડે..
હું તો માનું છું કે આ બે વ્યક્તિ વરઘોડામાં ટ્રાફિકને આગળ પાછળ જવા દેતા ઉત્સાહી લોકો છે..! પણ આ ઉત્સાહીઓ એમ જ માનતા હોય કે મારા સિવાય “જાન” સરખી જઈ જ ના શકે..!
આજે ડાઉન ટુ અર્થ માણસ હોય તો એમ કહે કે ભાઈ અમને બે ને બોલાવો છો એની બદલે સમાજના બીજા બસ્સો પાંચસો માણસોને બોલાવો અમારી જોડે અને અમે જોડે બેસી અને એમની સાથે અમારો મત નક્કી કરશું..
પણ ભાઈ આ તો “મોટ્ટા” પત્રકાર..અને એમના કન્ટ્રોલમાં તો આખેઆખી સરકારો તો પછી અમને બોલાવે એ તો “પ્રિવિલેજ” કેહવાય અને અમે જન્મ્યા છીએ જ “પ્રિવિલેજ” લેવા..!
અહંકારની ચરમસીમા..પતન નક્કી…!!!!!
એક જમાનામાં રાજદીપ સરદેસાઈ નામના પત્રકાર પણ આવી જ ભ્રમણામાં રાચતા હતા..!
પદ્માવતી માટે શશી થરૂર એમ કહે છે કે એક કેહવાતા એક્સ મહારાજા પાછળ પડી ગયા છે એટલે વિવાદ જલદી નહિ પૂરો થાય..! અને એ કેહવાતા મહારાજની પદુડી અંગ્રેજોએ કાઢી નાખી હતી..
હવે ઈતિહાસ એટલે ભૂતકાળ..અને જેનું વર્તમાન ડખે ચડેલું હોય એને ભૂતકાળ હંમેશા બહુ વહાલો લાગે..!! અચ્છા અચ્છા જુના કેહવાતા મહારાજાઓને એમના કેહવાતા પેલેસ ને ધોળાવવાના વાંધા છે..લગભગ બધાના વારસદારો ક્યાં તો કોર્ટે ચડેલા છે અને ક્યાં તો પછી મેહલો ની હોટલો કરીને બેઠા છે..એટલે આવો દાવ મળે તો કોઈ ના છોડે..!!
સંજય લીલાને સામ,દામ,દંડ,ભેદ બધું વાપર્યે જ છૂટકો.. “સામ”માં માનશે નહિ, “દંડ” આપી નહિ શકે,અને “ભેદ” કઈ રહ્યા નહિ (આખી દસ દસ મિનીટની કલીપો ગુજરાતમાં બહાર પડી તોય કોઈના રૂંવાડા હવે ફરકતા નથી..) એટલે વાર્તા આખી “દામ” ઉપર આવીને ઉભી રેહશે જોઈએ હવે કેટલામાં સેટલમેન્ટ થાય છે ક્યારેક તો બહાર આવશે એમાઉન્ટ..!
રોજ રાત પડ્યે ટીવી ખોલીએ એટલે લગભગ બધી ચેનલ્સ પદ્માવતી ને લીધે આમ થયું અને તેમ થયું..દેશમાં બીજી કોઈ સમસ્યા રહી જ નથી..! ગુજરાતી ચેનલ્સમાં ઈલેક્શન દેખાય અને નાકમાંથી અને કાનમાંથી બોલતા ગુજરાતી પત્રકારો ખોટું ખોટું એકબીજાને આંખ મારતા મારતા બાઝતા હોય એમ દેખાય..આપણે નાના હતા ત્યારે કોઈને પટાવવા આંખ મારતા જઈએ અને ધીમા ધીમા શબ્દોમાં ગાળો આપતા જતાને બસ બિલકુલ એમ જ ..!
બેક ટુ પદ્માવતી…
ઈતિહાસ સાચો કે ખોટો ?
કેમરા તો ફીટ નોહતા કર્યા ત્યારે,એટલે સાચું શું અને ખોટું એ તો રામ જાણે.. એટલું તો સો ટકા નક્કી કે જૌહર થયા હતા,અને જૌહરને કોઈપણ રીતે “ડાયલ્યુટ” ના કરી શકાય..
રાજપુતાણીઓના જૌહરને કેટલાક કેહવાતા બુદ્ધિજીવી આત્મહત્યા કહે છે..!
ધિક્કાર છે એ માનસિકતાને ..
એક ગંદો જોક આવ્યો હતો વોટ્સ એપ પર..
એક માતા પોતાના વીસ વર્ષના છોકરાને ફોન પર કહે છે કે તું જેમની સાથે રહ્યો અને મોટો થયો એ વ્યક્તિ તારા “બાયોલોજીકલ” ફાધર નથી..
અને છોકરો એની માં ને ફોન પર ભરપેટ ગાળો આપે છે..
છેવટે માંને પૂછે કે તો મારા બાયોલોજીકલ બાપ કોણ છે ?
અને એની માં કહે છે કે સંજય માલ્યા..
છોકરો ગાંડો ગાંડો થઈને બોલે છે માં તું ગ્રેટ છે કેટલી સારી છે…!
બસ જૌહરને આત્મહત્યા કેહનારા “આ” છે..!!
પદ્માવતી ફિલ્મ માટે તો દરેકના રોટલા શેકાઈ રહ્યે ફિલ્મ રીલીઝ થશે..
હા રીલીઝ ચોક્કસ થશે…
શુભ રાત્રી
શૈશવ વોરા