મત આપી આવ્યા કે પછી તમે “વિકૃત” નાગરિક છો ? (અહિયા “જાગૃત” નું વિરોધી વિકૃત કરેલ છે..)
સાલ્લુ એની માં ને ફેસબુક પર કેટલાય ટણપા એમ મુકે છે કે હું તો સવારના છ વાગ્યાનો પોહચી ગયો હતો, અને સાત વાગ્યાનો પોહચી ગયો હતો..!!
અલ્યા મતદાન મથકે અયોધ્યાના રામજી મંદિર નો `પરસાદ` વેહચાતો હતો ?
અને બધા લઇ જશે અને તું રહી જઈશ એવું તને હતું ભઈ..?
દિવસ દરમ્યાન ગમે ત્યારે મત આપી શકાય તેમ હતું તો બીજા જે લોકોને મત આપી અને પોતાના કામે ચડવાનું હતું એમને સગવડ આપી હોત તો તારા બાપનું શું લુંટાઈ જાત ..?
પણ નાં .., મારે તો ફેસબુક પર મુકવાનું હતું , વોટ્સ એપ કરવાનું હતું અને પછી દિવસભર `બજાર નવરી` ને અંગુઠેથી સ્ક્રોલ કરવાનું હતું ..!!
આજે સવાર સવારમાં આવા `હરખપદુડા`ઓ ને લીધે દરેક મતદાન મથકે ખુબ લાઈનો થઇ ગઈ હતી, અને બપોર પછી મતદાન મથકે નર્યા કાગડા ઉડતા હતા..!!
કારણ વિના સવાર સવારના લાઈનો લાગી અને પછી બધુંય ઊંઘી ગયું..!
અમારા એક ઓળખીતા તબીબ જેઓ એક જાણીતી હોસ્પિટલમાં આઈસીયુમાં ફરજ બજાવે છે તેમને આવા હરખપદુડાઓ ને લીધે સવાર સવારમાં દોઢ કલાક લાઈનમાં ઉભા રેહવું પડ્યું ..!!
એક સાદી સમજણનો બહુ મોટો અભાવ છે દેશભરમાં..દરેક જગ્યાએ લાઈન લગાડી દેવી અને હું પેહલો..!!
કોણ જાણે ક્યારે આવી હરખપદુડી માનસિક અવસ્થામાંથી દેશનો એક મોટ્ટો વર્ગ ક્યારે બહાર આવશે..!!?
હવે મત આપી ને આવ્યા પછી શું ફીલિંગ આવી રહી છે ?
વિજેતા ની ?
સાચ્ચું બોલજો તમે મત આપી ને આવ્યા એ `જ` ઉમેદવાર જીતે એવી દિલથી તમે ઈચ્છા નથી રાખતા ? અને હારેલો ઉમેદવાર તો સાવ નક્કામો અને બોગસ એવી જ ભાવના મનમાં છે કે નહિ ?
ચૂંટણી પેહલા પણ લખી ચુક્યો હતો કે `સેવક` અહીં `શાસક` ચુંટજો ..!!
પણ કયો વેહમ દિમાગમાં છે ..?
તમારા `સેવકો` તમારી મુસીબતો નો અંત લાવશે એવું જ કૈક ને..?
પેલો વોટ્સ એપ મેસેજ સો ટકા સાચો છે કે તમારા ધારાસભ્ય અને પાર્લામેન્ટેરીયન પાસેથી એક બાંકડા સિવાય કશું જ મળવાનું નથી..!!
આજે રેડિયા ઉપર કિશોરકાકા નો નવો જોક જોરદાર હતો ..” અલ્યા આ ૪૪ ડીગ્રીમાં પેન્ટ માં બોક્સર (જાંગીયો ) પેહરાતો નથી અને ત્યાં આ પોલીસવાળા હેલ્મેટ માથે પેહારાવે છે ..”
કેટલી સાચ્ચી વાત છે..!!
પણ એસી ગાડી અને કેબીન માં બેઠેલા `સેવકો` ને કોણ સમજાવશે ? એમને તો એમ જ છે કે જે હેલ્મેટ પેહર્યાં વિના દ્વિચક્રી ફેરવે છે એ બધા અકસ્માતે મૃત્યુ ને જ વરે છે..!!
સેવકો ને કેટલી બધી “ફિકર” છે આપણી જિંદગીની ..?
અને જીવ બચાવશે તો પણ અઢીસો રૂપરડી ની નકલી આઈએસઆઈના માર્કાવાળી હેલ્મેટ જીવ બચાવશે..?
એની માં ને (ગાળ ) .. હેલ્મેટની માં ને હો ..!!
લગભગ છ મહિનાથી પદુડાઓ મચેલા છે સોશિઅલ મીડિયામાં ..
અમેરિકામાં તો મુઈ કેમ્બ્રિજ એનાલીટીકા ની સર્વિસ લેવી પડી હતી અહી તો બંને બાજુના પદુડાઓ એ જ મફતમાં કામ કરી આપ્યું ..!!
શું કેહવું હવે ..?
ચાલો છોડો એ બધું અને એક બીજા એન્ગલ થી દુનિયા જોવાનો પ્રયત્ન આજે કરું..!
દેશ ,રાષ્ટ્ર ..પ્રાંત ..નગર .. શબ્દો સાંભળ્યા છે ?
કેટલા વર્ષ જુના શબ્દો ? સદીઓ પુરાણા આ શબ્દો છે ભારતવર્ષ માટે ..!!
પણ ક્યારેય કોઈ પાસપોર્ટ જેવો શબ્દ વાંચ્યો છે ? આજથી બસ્સો ત્રણસો વર્ષ પેહલા લખાયેલી કોઈ પણ કૃતિમાં..?
પાસપોર્ટનું ગુજરાતી કે હિન્દી પ્રોપર મળે ..?
નાં મળે..!!
તમને ખબર છે કે આ કુત્તી પાસપોર્ટ અને વિઝા નામની ચીજ એ તમારો અને મારો બહુ મોટ્ટો પ્રાણીગત હક્ક છીનવી લીધો છે ?
આજે દુનિયાનો પેહલો પાસપોર્ટ ક્યારે બન્યો અને કેમ બન્યો એની જધામણમાં ગયા વિના એટલું જ કેહવું છે કે દુનિયાના ગણ્યાગાંઠ્યા દેશો એ આ પાસપોર્ટ અને વિઝાવાળી માયાવી દુનિયા ની રચના કરી ..
ધાર્મિક માન્યતાઓ ને બિલકુલ સાઈડ ઉપર મૂકી અને માનવજીવનનાં સાંસ્કૃતિક ઈતિહાસની વાત કરીએ તો લગભગ દસ હજાર વર્ષથી કબીલા સંસ્કૃતિ અને એના આલ્ફા મેઈલના કન્સેપ્ટને અપનાવી અને રાજાશાહી ગોઠવાઈ ચુકી હતી ..
યાદ કરો ભારતીય ઉપ મહાદ્વીપ કેટલી સદીઓ કઈ રાજ્યવ્યસ્થાથી ચાલ્યો ?
અને આ દરેક રાજાશાહીમાં “માઈગ્રેશન” નો હક્ક પ્રજાને હતો..!!
કાઠીયાવાડમાં વસતો વાણીયો ગંધાર,રંગુન કે ઝાંઝીબાર પાસપોર્ટ વિના જતો હતો અને વેપલો કુટતો..!
કોલંબસ વિઝા વિના અમેરિકા નામના ખંડમાં ઘુસ્યો હતો ..!!
સર ટોમસ રો વિઝા પાસપોર્ટ વિના કાલીકટ બંદરે લાંગર્યો હતો..!!
આ ધરતી ઉપર જન્મેલી પ્રજાનો કોઇપણ દેશમાં જઈને વસવા નો પ્રાણીગત હક્ક અત્યારે દુનિયાના મુઠ્ઠીભર શાસકો એ છીનવી લીધો છે પાસપોર્ટ અને વિઝાના નામે..!!
બીજાની દુનિયા ઉજાડી ,લુંટી અને પોતાની જાતને સમૃદ્ધ કરી મુકનારા દેશો, કે જે આ ધરતીના લગભગ ૬૭ ટકા કુદરતી સંસાધનો નો ભોગવટો કરી રહ્યા છે અને એમની વસ્તી દુનિયાના છઠ્ઠા ભાગની છે , બીજા શબ્દોમાં કહું તો દુનિયાની પાંચ અબજ વસ્તીને ધરતી પર અવેલેબલ કુદરતી સંસાધનો ના લગભગ તેત્રીસ ટકા આપી અને એક અબજ લોકો સડસઠ ટકા માલ પોતે ખાઈ ગયા છે એવા લોકો એ મનુષ્ય માત્ર નો પ્રાણીગત ધરતીના ગમ્મે તે ખૂણે વસવાનો હક્ક છીનવી લીધો છે અને એ હક્કને કાયમ રાખવા માટે આ પાસપોર્ટ વિઝાનું `ચક્કર` ઉભું કર્યું..!
અને આ પાસપોર્ટ વિઝાના `ચક્કર`ને ડબલ પ્રોટેકટેડ રાખવા અને સુરક્ષિત રાખવા માટે લોકતંત્ર જેવી એક સુફિયાણી વ્યવસ્થા ઉભી કરી..!!
વર્લ્ડવોર એક અને બે થી કંટાળેલી પ્રજાને એટલી સમજ આવી ગઈ કે આપણા સ્વાર્થને સાધી રાખવો હશે તો બોમ્બ બંધુક ઓછા , અને કકળાટ વધુ ,એવી કૈક સીસ્ટમ આપીએ કે જેથી એ ત્રણ ચાર અબજ પ્રજા `બાઝતી` રહે અને એમના વંશજો પણ..!!
અને પછી એમાં લોકતંત્ર જેવી એક છળકપટથી ભરપૂર એવી એક વ્યવસ્થા ઉભી કરી અને એમ પછી પેલું ઓફ ધ પીપલ બાય ધ પીપલ અને ફોર ધ પીપલ વાળી વાર્તા કરી મૂકી…!
અને આખી દુનિયા એમના આ ષડ્યંત્રમાં ફસાઈ ચુકી છે..!!
દરેક પ્રજાને એમના પોતાનામાંથી ચૂંટેલો એક `રાજા` આપ્યો અને પ્રજાને દર પાંચ વર્ષે ચૂંટણીને નામે માંહે માંહે લડાવે રાખવાની..!!
બંધારણ આપ્યું પણ લઢવા નો હક્ક `વીટો પાવર`ના નામે પોતાની પાસે રાખ્યો ..!!
ભારત અણુબોમ્બ ફોડે એ ભેગો એની ઉપર દુનિયાભરના પ્રતિબંધ લાગે ..આજે ઉત્તર કોરિયાને નાક લીટી તણાવી અને ઈરાન નો વારો છે..!
આમાં કયું સાર્વભૌમત્વ ઈરાને કે ઉત્તર કોરિયા એ ભોગવ્યું ?
આપણે તો બિલકુલ ફેન્ટસીની દુનિયામાં જીવનારી પ્રજા જ છીએ .. એક ભાષણ જોરદાર આવે કે આપણને તો વિશ્વવિજેતાની ફીલિંગ આવી જાય અને બીજા ભાષણ એ ગુલામીની ..!! એટલે આપણી તો વાત જ નથી કરવી ..
બસ્સો વર્ષ પેહલા દુનિયા આખીને લુંટી અને દુનિયાભરનું હતું એટલું ધન ભેગું અને પોતાની `નગા` નીચે દબાવી ને બેઠેલી પરજા પોતાની રાણીનો બાણુંમો જન્મદિવસ મનાવે છે…!!
યાદ રહે અમેરિકન ઝંડા ના રંગો યુનિયન જેકના જ છે..!!!
ગમે તેટલા ફાંકા ફોજ્દારા આપણા જુના સેવકો કે વર્તમાન સેવકો ઠોકે પણ યુએનમાં જઈને એક જુસ્સાદાર ભાષણ સિવાય બીજું કશું જ થઇ શકતું નથી ..!!
અત્યારે કયુ ષડ્યંત્ર તમારી મારી સાથે ચાલી રહ્યું છે એની તમને અને મને ખબર નથી પડતી પણ એક વાત નક્કી છે કે જેટલા આપણે માનીએ છીએ એટલા સ્વતંત્ર હજી આપણે નથી..જેની સાબિતી એ છે કે ભારતીય પાસપોર્ટ છોડવા આજે ભારત નો ભણેલો ગણેલો મોટ્ટો વર્ગ તૈયાર બેઠો છે ..!!
આ બધા ની વચ્ચે આપણે ત્યાં ચૂંટણી પૂરી થઇ છે અને બીજે હજી બાકી છે એટલે પદુડાઓ હજી વોટ્સ એપ અને બીજા સોશિઅલ મીડિયા ઉપર મચેલા રેહજો ..!!
અને હા મતદાનની ટકાવારી ધાર્યા કરતા ઓછી આવી છે એટલે ૨૩ મી એ કૈક આશ્ચર્યજનક પરિણામ આવે તો કેરીની સીઝન ચાલુ હશે શાંતિથી જામી લેજો..
આઠસો વર્ષની લડત પછી પણ હિંદુ આ ધરતી પર રહ્યો છે અને રેહશે..
રામ મંદિર બને કે ના બને રામ હ્રદયમાં રેહશે જન જન ના ..!!!
બાય ધ વે બન્ને પક્ષના સેવક જો એવી પ્રતિજ્ઞા લેશે કે સોમનાથના નિર્માતા સરદાર નું નામ પણ અમે રામ મંદિર બનાવીએ પછી જ લઈશું અને એ માટે ફરી એકવાર કાર સેવા કરવી પડે તો કરીશું..! તો પેલું ઓફ ધ પીપલ બાય ધ .. વાળું છે એમાં કૈક દમ છે એવું માનીએ અમે..મંદિર વહી બનાયેંગે….ચૂંટણી પછીનો મુદ્દો તો આ જ હોવો જોઈએ ગમ્મે તે આવે..!ચાલો સૌ ને જય શ્રી રામશૈશવ વોરા