Page -10
પણ દરેક ની અંદર છુપાયેલો સફળ ક્રિમીનલ હવે કોઈક મોટો હજાર બે હજાર કરોડ નો હાથ મારવા તરસતો હતો ,ગેંગ ફરી પાછી રીલેક્સ થવા ગોવા ગઈ….આ વખતે ફ્લાઈટ હતી ખિસ્સા ગરમ હતા.. ફાઈવસ્ટાર હોટલનું બુકિંગ હતું ,કોમલ ને ચિઠ્ઠી નોહતી નાખવાની , બીજી ચાર આવી ગઈ હતી … બે દિવસ ની ઐયાશી પછી ધંધા ની વાત પર આવ્યા… કોમલે વાત છેડી બે હજાર કરોડ નું એક રોડનું ટેન્ડર છે …. મારા બોસ ને પક્ષ પ્રમુખ જોડે જોરદાર રીલેશન છે ,પણ સાલો આગળ નથી આવવા દેતો… કોઈ રીતે મને એની પથારીમાં નાખો તો સીએમ ને તો હું આમ પાડીશ …
આશિષ બોલ્યો ના એનાથી મોટો દાવ આવ્યો છે.. હેતલ અમેરિકાથી આવ્યો છે….તરતજ બધાના કાન સરવા થઇ ગયા … હેતલ ક્યારે આવ્યો અને આટલા વર્ષો ક્યાં હતો ..? નીલેશે પૂછ્યું ..એ બધી માથાકૂટ તું છોડ નીલ્યા…જાડી નોટો છે એક એક જણને કમ સે કમ બસો ખોખા હાથમાં આવે….એક હજાર કરોડની વાત છે . તરત જ નીલેશ ઉભા થયો ..ચલ ભાઈ તું સુઈ જા તને રાતની પીધેલી ઉતરી નથી..અને આશિષ નું બાવડું પકડ્યું જા તારા રૂમમાં ….આશિષ એ મોઢા માં થી ગાળ કાઢી ….શાંતિ થી સાંભળો ….ભાભા એટોમિક માંથી રેડિયો એક્ટીવ થોરિયમ ને બહાર કાઢવાનું છે અને એક કોરિયન જહાજ માં ચડાવાનું છે … એક હજાર ખોખા મળશે… રૂપિયા સીધા સિંગાપુર ની બેંક માં જમા થશે અને ત્યાની નેશનાલીટી લઇ અને આપણે બધાએ કાયમ નું સિંગાપુરમાં રેહવાનું….
બધી વાતો શાંતિથી સંભાળતો અજય બોલ્યો એ રેડિયો એક્ટીવ થોરિયમ જશે ક્યાં ..?અને વપરાશે ક્યાં..?ફરી આશિષે ગાળ મોઢામાંથી કાઢી તારી માં … તારે શું લેવા દેવા … ભાભા એટોમિકમાંથી તને હેતલ ની ચેનલ કાઢી આપશે તારે ખટારા માં ભરી ને પોરબંદર પોહાચાડવાનું છે અને ત્યાંથી રામજી ટંડેલ મધદરિયે કોરિયન જહાજ માં ચડાવશે … આપડે લોકો ત્યાં છુટ્ટા .. Page 11
No Comments