Page -13
વગર બોલાવે કોમલ હેતલ ના રૂમ માં જતી રહી …મીટીંગ ચાલુ કરી આવતા બે મહિના માં તમારી કંપનીનો પબ્લિક ઇસ્યુ આવશે…અને એ પેહલા તમારી કંપની ના ઓગણ પચાસ ટકા શેરો યુરોપ ની કંપની ખરીદશે..વર્ષ માં તમારે બહુ મોટો જંપ મારવા નો છે અલય તું કંપની નો બ્રાંડ એમ્બેસેડર છે આજ થી ,દરેક ના એકાઉન્ટ માં બસો કરોડ આવી ગયા હતા…બધું જ પરફેક્ટ જતું હતું ….. ચોકડી ના કે પંજાના મગજમાં સેટ નોહતું થતું કે આ એક્ષ્પોર્ટ કરતી કંપની કેમ લેવડાવી ..? અને પાછો એનો ધંધો ચાલુ રાખવાનો..? ત્રીજી અને છેલ્લી મીટીંગ થઇ મકાઉ માં તમારી કંપની ના નામે ચાલીસ કન્ટેનર નું બુકિંગ કંડલા પોર્ટ થી લો એમાં થી એક જ કન્ટેનર તારાપુર થી બદલાશે અને પોરબંદર ના રસ્તે જશે….ત્યાં થી રામજી ટંડેલ એને મધદરિયે પોહ્ચાડશે ….હેતલ બોલતો હતો અને બધા સંભાળતા હતા.. અચાનક નીલેશ વચ્ચે બોલ્યો ..હેતલ તે કીધું એ બધું અમે કર્યું પણ ખાલી એક કન્ટેનર માલ કાઢવા માટે આ આખી કંપની કેમ ખરીદવી અને અમને કેમ અત્યારે તું મજુરી કરાવે છે ..? આ કન્ટેનર તો ભાભા થી પોરબંદર અમે ખટારો જાતે ચલાવી ને પોહચાડી દેત..
હેતલે જવાબ આપ્યો તમે જે કંપની ખરીદી છે એ અમે જ તમને અપાવી છે અને તમારી કંપની માં જે મટીરીયલ બંને છે તે પાવર પ્લાન્ટ માં વપરાય છે ,અને તમારા મટીરીયલ ને એક સ્પેસીઅલ પ્રકાર ના એલ્યુમીનીયમ ફોઈલ માં રેપ કરવા માં આવે છે.આ રેપીંગ મટીરીયલ ફક્ત પાવર પ્લાન્ટના મટીરીયલ બનાવતી કંપની જ વાપરી શકે ,અને આ રેપીંગ મટીરીયલ થી થોરિયમ ની અંદર થી નીકળતું રેડીએશન બહાર આવે નહિ ..જેથી કોઈ પણ સેટેલાઈટ એને પકડી ના શકે..માટે આ બધી ખેતી કરવી જરૂરી છે, બાકી તો ખટારો ચલાવતા મને પણ આવડે છો પોપટ …. Page 14
No Comments