Page -2
ચાર જણની ચોકડી માંથી કોઈએ પાન નો ગલ્લો જોયો નોહતો …એક દિવસ મોટેરા સ્ટેડીયમ માં અલય ને સાત દિવસ ના કેમ્પ માટે જવાનું થયું , ત્યાં મુંબઈ ની ટીમ માંથી રમતો મંગેશ વાડેકર અને બીજા ઘણા બધા એની ઉમરના છોકરાઓ આવેલા હતા , સરખી ઉમરના બધા હતા ,એમાંથી મંગેશ મુંબઈ માં રેહતો હોવા ને લીધે મોટા ક્રિકેટરો ના ગાઇડન્સ નીચે સારો તૈયાર થયો હતો,એટલે થોડી વધારે સારી ટેકનીક મંગેશ જાણતો,ગ્રાઉન્ડ પર એણે અલય ને જુદી જુદી ટેકનીક શીખવાડવા નું ચાલુ કર્યું …અલય ને પણ મજા આવી ગઈ….સાત દિવસનો કેમ્પ હતો. કેમ્પના ત્રીજા દિવસે મંગેશ એ પાર્ટી કરીએ ,એવું સજેશન આપ્યું આજે રાત્રે….કોઈ દિવસ કશું દુનિયામાં જોયું જ નોહતું ..અલયે હા પાડી જોડે પોતાની ગેંગ ને પણ લેતો આવ્યો રાત્રે મંગેશ ની હોટેલ પર પાંચ ભેગા થયા….દારૂના ગ્લાસ ચાર જણા એ પેહલીવાર હાથ માં લીધા,ચીયર્સ થયું અને પેહલો ઘૂંટડો ઉતાર્યો ગળા થી નીચે ..ચચરાટ થયો ગળામાં અને વિચિત્ર ફીલિંગ આવી …. મંગેશ એ બધાને બુસ્ટઅપ કર્યા અને ચારે ચાર જણા બે બે પેગ ઉતારી ગયા … સિગારેટને પણ ઉધરસ ખાતા ખાતા અજમાવી લીધી ,રાત મસ્ત મસ્ત ગઈ પેહલો નશો .અને પેહલો ક્રાઈમ કર્યો અને પકડાયા નહિ ..પોલીસ કે ઘરવાળા પાસે …આખી ચોકડી સાતમાં આસમાને પોહચી ગઈ,મંગેશ તો સાત દિવસપત્યા એટલે મુંબઈ ભેગો થઈ ગયો પણ આ ચોકડીને દારૂ અને સિગારેટની લત લગાડતો ગયો.સાંજ ની બેઠકની જગ્યા હવે બદલાઈ,ચાની જગ્યા સિગારેટ અને ગુટકાએ લીધી ,દારૂની મજા શોધતા થઇ ગયા…ચારેચાર..પૈસાની તંગી દેખાતી થઇ પણ કમાણી તો હતી નહિ એકજ સોર્સ હતો બાપા …લીમીટેડ પોકેટમની ..એક શિયાળા ની સાંજ પૂરી થઇ અને રાતનું અંધારું ઉતરી આવ્યું હતું..એક સુમસામ ગલીમાં અલયની બાઈક નું પેટ્રોલ ખલાસ થઇ ગયું . ખિસ્સા ખાલી હતા બે જણા બીજી બાઈક પર હતા ધક્કો મારવા નું ચાલુ થયું …ધક્કા મારતા થાક્યા અને સાઈડ માં ઉભા રહી ગયા અને … Page 3
No Comments