Page -3
એક શેતાની વિચાર આવ્યો અલય ના દિમાગ માં … કોઈની સાઈડમાં પાર્ક કરેલી બાઈક ની બાજુ માં પોતાની અને જયેશ ની બાઈક પાર્ક કરી અને ચારે જણા ગોઠવાઈ ગયા .. એક રસ્તા માં પડેલી મિનરલ વોટર ની બાટલીમાં કોઈની બાઈકમાંથી પેટ્રોલ ની ચોરી કરવા નું ચાલુ કર્યું , એક બાટલી ભરાઈ પોતાની બાઈક માં નાખ્યું ,બીજી બાટલી ભરાઈ ,સદનસીબે એ બાઈકમાંથી સાતેક લીટર પેટ્રોલ નીકળ્યું …લોટરી લાગી ગઈ … ચોકડી ના ચારેચાર જણ ને ,અને પછી એને રૂટીન કરી નાખ્યું ,સાંજ પડે એકલી અટૂલી બાઈક શોધવા ની અને એની બધા ફરતે ગોઠવાય ,પેટ્રોલ કાઢીને પોતાની બાઈક ની ટાંકીમાં ..અને બાપા પાસેથી મળેલા પેટ્રોલ ના રૂપિયા નો દારુ અને સિગારેટ…….ત્રણ ચાર મહિના ચાલ્યું …કોન્ફીડંસ આવ્યો …મોટી ગાડી ના સિમ્બોલ અને સાઈડમિરર ચોરવાના ચાલુ કર્યા … બેહરામપુરા ના ખાસ બજાર માં વેચવા ના ,એક એક સિમ્બોલ ના હજાર રૂપિયા રોકડા મળે ..કોલેજ ના દિવસો પુરા થવા માં હતા..ક્યાંક મોટી ટ્રીપ પર જઈએ…ગોવા . ઘરે વાત કરી થોડા રૂપિયા બધાને મળે એવું જોગું થયું પણ ઐયાશીના રૂપિયા ક્યાંથી લાવવા , ખાસ બજાર ના કોન્ટેક્ટએ આખું બાઈક ઉપાડી લાવો પંદર વીસ હજાર આપીશ… એવી ઓફર આપી.હિમત કરી કાઢી ચારે જણા એ લોગાર્ડનમાં થી બાઈક ઉઠાવ્યું અને સીધું બેહરામપુરા ..વીસ હજાર રોકડા લઇ ને ચારે ભાગ્યા …બાઈક ત્યાંજ ડીસમેન્ટલ થઇ ગયું .ગોવા જવા ચારે વરરાજા નીકળ્યા ખિસ્સામાં સારી એવી પૈસા ની ગરમી હતી….સાત દિવસમાં ડોપ શોપ અને છોકરી બધો જ વહીવટ પતી ગયો ..અમદાવાદ ના રેલ્વેસ્ટેશન પર પાછા આવેલા ચાર છોકરા નીલેશ ,આશિષ ,અજય અને અલય હવે કઈક જુદા હતા…
ચોકડી એક ખતરનાક ક્રિમીનલ બનવા માટે આવ્યા હતી…પૈસા વાપરતા આવડી ગયું હતું ..અને પૈસા ફટાફટ કેમ બનાવવા એપણ આવડી ગયું હતું…. Page 4
No Comments