Page -8
નીલેશે ના પાડી અમે પાંચ છીએ અને તું એક …હેતલ બોલ્યો ના મારી સાથે બીજા ત્રણ છે… નીલેશે કીધું ઓક ફિફ્ટી ફિફ્ટી .. એટલે અમને બધાને દસ દસ ટકા મળે … ડીલ ઓકે થઇ..હેતલે એક ઈમેઈલ આઈડી સાયબર કાફે માં જઈ ને ખોલ્યું બધા ને એનો પાસવર્ડ અપાયો ,કડક સુચના આપી દરેક જણે ઈમૈલના ડ્રાફ્ટ ફોલ્ડર માં મેસેજ સેવ કરવાના , કોઈ પણ મેઈલ સેન્ડ નહિજ કરવાનો મોબાઈલ ઘરે જ રાખવા ના .. બધી સુચના અપાઈ … હેતલે પચાસ ક્રેડીટ કાર્ડ હેન્ડ ઓવર કર્યા પીન અમેરિકા થી મેઈલ માં આવશે .. દરેક જાણે જુદી જુદી જગ્યા એથી ઈમેઈલ એક્સેસ કરવાનું ,અને ડ્રાફ્ટ ફોલ્ડર ખોલી ને પોતાને ભાગે આવેલા ક્રેડિટકાર્ડ ના પીન નંબર જોવાના હતા .હેતલે ઇન્ડિયા છોડ્યું એજ રાતે પીન નબર આવી ગયા …બીજા દિવસે ચોકડી અને પંજા એ અમદાવાદ છોડયું…ઘરે કોલેજ માંથી ફિલ્ડ ટ્રીપ જવાનું છે એવું બહાનું આપ્યું અને તમામ લોકો ના મોબાઈલ અમદાવાદથી સ્વીચઓફ થયા ..લેન્ડલાઈન થી ઘરે સુચના અપાઈ કે અમારા મોબાઈલ ચોરાઈ ગયા છે રોજ રાતે ઘરે ફોન કરશું…અને ચોથા દિવસે બધાજ પાછાફર્યા ટોટલ રૂપિયા બે કરોડ એટીએમમાંથી ખેંચાયા હતા….એક એક ને ભાગે વીસ વીસ લાખ….આવ્યા ..ક્યાં મુકવા ..? ક્યાં વાપરવા ..? કઈ જ ખબર ના પડે હોસ્ટેલ ની રૂમમાં કરોડ રૂપિયા પડી રહ્યા ..અમેરિકા એક કરોડ નો હવાલો પાડી દીધો , પછી મહિનો થયો હેતલ ના કોઈ ફોન કે કશી ખબર ના મળે…પાંચે જણા કરોડ માંથી થોડાક હજાર કાઢી અને દારૂ સિગારેટ પીતા,ક્યાય છાપામાં આટલી મોટી ચોરી થઇ એના સમાચાર આવે એની રાહ જોતા…બધા અંદર અંદર વાતો કરે સાલું કઈ ચેહલ પેહલ કેમ નથી … એક દિવસ એક અંગ્રેજી છાપા માં આવ્યું કે રશિયાથી આખી દુનિયામાં ક્રેડિટકાર્ડ ના ફ્રોડ થયા છે અને ભારતમાં થી ખાલી દસ કરોડ ગયા છે …બેકરોડ તો આપડે કાઢ્યા બીજા આઠ કોણ કાઢી ગયું …? છેવટે બધાએ મન મનાવ્યું આપણે કેટલે ..? Page 9
No Comments