પટેલ વિરુદ્ધ પટેલ
હાર્દિક પટેલ ને ફરી ધરી લેવામાં આવ્યો છે અને આ વખતે પૂરે પૂરી તૈયારીથી સરકારે કામ કર્યું છે ,
જંગ જામ્યો છે ,અને પીસાય છે ગુજરાત આખે આખુ ,આ અનામતનું આંદોલન છે કે પછી હાર્દિક પટેલ વિરુદ્ધ આનંદીબેન પટેલ છે એની જ સમજણ હજી પડતી નથી ,
ગુજરાતના છાપાઓ અને કોલમિસ્ટઓ બે ધારી તલવારથી લડી રહ્યા છે ,એમને હજી સમજણ નથી પડતી કે શું ચાલી રહ્યું છે ..!! બે બાજુ લખે છે બધા જ .
હાર્દિક હીરો છે અને આનંદીબેન પટેલ વિલન કે પછી એનાથી ઉલટું છે ..? ગુજરાતના કોલમિસ્ટઓ બિચારા અને બાપડા થઇ ગયા છે હાર્દિકને સપોર્ટ કરે તો સરકારી મોજ મજા બંધ થઇ જાય અને કાલ સવારે હાર્દિક ક્યાંક ચડી વાગ્યો કેજરીવાલની જેમ તો પણ ઘરભેગા …
આ બધાની વચ્ચે સત્તાધારી ભાજપના અને કોંગ્રેસના પટેલ ધારાસભ્યો અને મીનીસ્ટરઓ ની હાલત ખરાબ છે , આગળ કુવો ને પાછળ ખાઈ છે ..જવું તો જવું ક્યાં ? સમાજ સાથ નથી આપતો અને પક્ષ ધક્કો મારીને સમાજમાં મોકલે છે ..!!!
બીજું કશું થાય કે ના થાય ભાજપ અને કોંગ્રેસના સીટીંગ ધારાસભ્યની કેરિયર ખતમ થઇ ગઈ , હવે કોઈપણ પક્ષ એમને ફરી ચુંટણીમાં ટીકીટ આપવાનો નથી ,સિવાય કે કોઈ મોટો ચમત્કાર સર્જાય .
એક બ્લોગર તરીકે લખું તો જે કઈ થઇ રહ્યું છે એ ખુબ ખોટું થઇ રહ્યું છે , એક સાચા મુદ્દા પર ચાલુ થયેલું આંદોલન ખોટા રસ્તે જતું રહ્યું , જે રીતે એકતા યાત્રા ,કે ઓબીસીનું મહાસંમેલન ,પોલીસ દમન બધ્ધે બધ્ધું ખોટું થઇ રહ્યું છે …
પટેલ એકતાની વાતો પણ સદંતર ખોટી છે , ચારૂતર ઇલાકો બહુ જ સાચવીને પોતાની જાતને અલગ રાખી રહ્યો છે , GMDC ગ્રાઉન્ડ પર જે સપોર્ટ હતો એ અત્યારે નથી દેખાતો , ટીવી ઉપર એવું બોલાય છે કે પટેલો એ કલોલ ગામમાંથી સાત લાખ રૂપિયા જેવી “માતબર” રકમ ઉપાડી લીધી છે .. ઓહો ઘણી મોટી રકમ કેહવાય ..!!!! એ પણ બેંક ઓફ બરોડામાંથી ..ઉઠી જશે નહિ બેંક ઓફ બરોડા ..?
અત્યારે જે કઈ થઇ રહ્યું છે આ આંદોલનમાં એ છોકરે છાશ પીવાઈ રહી છે ..સરકારના નાકમાં દમ લાવી દેવાની વાત છે, જે ભાષા હાર્દિક પટેલની છે અને જે વિચારો ધીમે ધીમે સામે આવી રહ્યા છે એનાથી તો હવે ઘીન્ન આવે છે ,બહુધા પટેલ સમાજનો ભણેલો ગણેલો વર્ગ હાર્દિક સાથે સહમત થતો નથી દેખાતો ..કિનારો કરી ગયો છે આ વર્ગ .
ગુજરાતી ટીવી મીડિયા એકની એક કલીપો પચાસવાર બતાડે છે પણ એવું કશું જમીની હકીકત પર નથી , એકાદ બે દિવસમાં બધું શાંત થશે એવું લાગે છે ..
સંઘે સ્પષ્ટ શબ્દો માં કહી દીધું કે હાર્દિક ના વિચારો તોડનારા છે સમાજને જોડનારા નહિ અને હું પણ એ સાથે સહમત થાઉં છું ,મને બહુ આશા હતી એક લીડર દેખાતો હતો હાર્દિકમાં પણ અફ્સ્સોસ …
વર્ગ વિગ્રહ એ બહુ ભયંકર સમસ્યા છે અનામતને કાઢવા માટે વર્ગ વિગ્રહ વોહરી ના લેવાય , અને ગુજરાત લગભગ વર્ગ વિગ્રહની કગાર પર અત્યારે ઉભું છે ,
ભાદરવા સુદ ચોથના દિવસે મેં તૈયાર કરેલો બ્લોગને નેટ પર ના મુક્યો ,થોદુ અલપ ઝલપ મુકું છું .. આ તિથી બહુ મહત્વની હતી ..
આ તિથીએ પર્યુષણ પત્યા , ગણપતિ ઘરે લાવવા આખો હિંદુ સમાજ થનગનતો ,અને ત્રીજું ભાદરવી પૂનમે અંબાજી ના દર્શને ચાલતા પગપાળા સંઘો પ્રયાણ કરે ..
રખે ને ક્યાંક કોઈ સળી થઇ તો ગુજરાત આખાને બહુ બધું ભોગવવાનો વારો આવે એવી પરિસ્થિતિ હતી , જૈન સમાજ તો ઘણો સહનશીલ છે , અહિંસા તો એની રગ રગમાં છે …
પણ ઢોલ નગારા અને નાચતા ગાતા , બેન્ડ બાજા સાથે ગણપતિની મૂર્તિઓ પંડાલ સુધી જતી હતી .. વર્ગ વિગ્રહ આ બધું જ એક ક્ષણમાં બરબાદ કરી નાખે એવી હાલત છે ..
અને ત્રીજી વાત ભાદરવી પૂનમ ના અંબાજી જતા પગપાળા સંઘો .. જે અત્યારે આ જ મીનીટે રોડ પર છે , છથી દસ લાખ માણસ નીકળ્યું છે ચાલતું અંબાજી જવા માટે ..એ છ લાખ માણસના મોઢામાં એક જ વાત છે ..બોલ મારી અંબે જય જય અંબે… બોલ મારી અંબે જય જય અંબે ….બોલ મારી અંબે જય જય અંબે..
પણ ક્યાંક ક્યાંક થી એવી પણ વાતો વોટ્સ એપ પર ફરતી થઇ હતી કે પગપાળા સંઘોને આ વખતે પટેલ સમાજ સેવા નહિ આપે.. હજી મારું દિલ નથી મનાતું કે પટેલ સમાજ આટલા નાના દિલનો થાય …હું હૃદયપૂર્વક માં અંબાને વિનવું છું માડી મેહર કરજે અને સૌને સદ્દબુદ્ધિ આપજે …
પગપાળા સંઘો ને ઉપર આભ છે અને નીચે ધરતી ..કોના ભરોસે છે એ છ લાખ માણસ ..માણસાઈ ચુકાશે ..?
એક આડ વાત કોઈ કે મને એવું કીધું કે આ પગપાળા સંઘોમાં તો લોકો મફતનું ખાવા અને દારૂ પી ને પડી રેહવા જાય છે , સાહેબ એક જ સવાલ મફતનું ખાવાનું હવે ગુજરાતમાં ઠેર ઠેર મળે છે, અને દારૂ પણ , જો ફક્ત આ બે જ લાલચ હોય તો એના માટે કોઈ ૧૮૦ કિલોમીટર ટાંટિયા તોડતો ના જાય ..
શ્રધ્ધા અને વિશ્વાસ નામની કઈક વસ્તુ છે હજી આ જગતમાં
અને એને ના તુટવા દેવાય ..
સામે પક્ષે ઓબીસીની રેલી ના ડાકલા વાગે છે , સામ સામે બધું જો ગોઠવાશે તો બાકી શું રેહશે ..?
કુરુક્ષેત્ર જેવી રણભૂમિ પેહલા શોધવી પડશે અને ત્યાં ગોઠવવું પડે યુદ્ધ …
શેહરોમાં બસો અને બસ સ્ટેન્ડો તોડી ને યુદ્ધ ના લડાય ..
અને બીજી ફની વાત એ છે કે બધા જ સમાજ પોતાની જાતને રાજા રામચંદ્ર ભગવાનના વંશજો ગણાવે છે ..
તો પછી આ બધી માથાકૂટ શાને ..?
હમણા જ એક મિત્ર સાથે વાત કરી કે તારા વિસ્તાર માટે અત્યારે ટીવી પર બતાડે છે કકે બારસો મહિલાઓ થાળી વેલણ લઈને બહાર છે અને બધું સામસામે છે પોલીસની ..
મને કહે તદ્દન ખોટ્ટી વાત છે બસ્સો બૈરા હતા એ પણ સાંજે અત્યારે બધું કમ્પ્લીટ નોર્મલ છે અને બધા મોજથી જમી ને આંટા મારે છે …
બસ આ છે ગુજરાત નું ટીવી અને મીડિયા , અને છાપા ની તો વાત જવા દો …
ભલે નેટ ના ઉપવાસ પડે પણ આ બધી બબાલો નથી જોઈતી ..
આટલા રૂપિયા ખર્ચીને BRTS બનાવી અને હવે એને આપડે જ તોડી નાખી સળગાવી નાખી ..
જે BRTSને હવે સ્પીડમાં દોડાવવાનો જયારે વારો આવ્યો ત્યારે એને પૂરી કરી નાખી , લંડનથી એક મિત્ર આવ્યો હતો દસ વર્ષે, પાગલ થઇ ગયો હતો નારોલ નરોડા હાઈવે જોઈ ને ,અલ્યા શૈશવ આ તો દસ લેન નો રોડ છે આ ..?? આવું તો ત્યાં પણ નથી હોતું ..જ્યાં દુકાનો અને ટ્રકો ના દબાણ હતા ત્યાં અત્યારે દસ લેન નો રોડ છે મને પણ ત્યારે જ ભાન થયું કે આ તો દસ લેન નો રોડ બનાવ્યો છે અને એ પણ વોલ ટુ વોલ .
નખ્ખોદ વાળી નાખ્યું એ બધાનું , અને ધન્ય ધન્ય થઇ ગયા બધા રાજા રામચંદ્રજી ના વંશજો તમે ..
એક મિત્ર ના પપ્પા એ કીધું જે જાતિ ઉપર આવે છે ને એ જાતિ પોતે જ પોતાનો વિનાશ કરે છે …
આને યાદવાસ્થળી ના કેહવાય ..?
પટેલ વિરુદ્ધ પટેલ
અંક પેહલો ભાગ બીજો .. જલ્દી સમાપ્ત થાય એવી આશા સહ …
શુભ રાત્રી
શૈશવ વોરા