પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી હુમલો થયો..
એક વેહલી સવારે ભળકડે આતંકવાદીઓએ ધાબો બોલી દીધો ..
છેલ્લા છ મહિનાનો આ જ ઇલાકામાં બીજો હુમલો છે ,થોડાક સમય પેહલા ગુરુદાસપુરના પોલીસથાણા ઉપર પણ આજ રીતે આતંકીઓ તૂટી પડ્યા હતા..
ટીવીમાં જે રીતે બતાડે છે અને બોલે છે એ જોતા નક્કી કોઈ ઘરનો ભેદી છે, જે સરહદ પાર કરાવીને આ બધા મારાઓને અંદર લઇ આવી અને છુટ્ટા મુકે છે અને પછી આતંકીઓ એમનું કામ આસાનીથી કરે છે..
સવાલો ઘણા ઉભા કર્યા છે આ હુમલાએ ,આટલા બધા શસ્ત્ર અને અસ્ત્ર લઈને શું એ લોકોએ સરહદ પાર કરી..? બીએસએફ શું કરતી હતી ત્યારે ?એસપી નું અપહરણ થયું એ પછી ચોવીસ કલાક મળ્યા ત્યાં સુધી બધા ઘોરતા હતા ? રક્ષા સંસ્થાનોની સુરક્ષાની જવાબદારી કોની ? ગૃહ મંત્રાલયની કે પછી સંરક્ષણ મંત્રાલયની?
સંકેતો સારા નથી દેશ માટે..આવનારો સમય કાઠો રેહશે..
પેહલા ફક્ત સીવીલીયાનોને ટાર્ગેટ બનાવી અને હુમલા થતા,છેલ્લા ઘણા વખતથી સેના અને પોલીસને ટાર્ગેટ બનાવાય છે ..
આતંકીઓ એક સ્ટેપ આગળ વધ્યા છે, અને હવે ત્રીજું અને છેલ્લું સ્ટેપ બાકી રહે છે, સીધો ભારત પર હુમલો..
કોઈને કદાચ આ સ્ટેટમેન્ટ વધારે પડતું લાગશે,પરંતુ જરાક પણ અશક્ય નથી,
હું ઘણા બધા દિવસોથી લખું છું કે નક્કી કઈક રંધાય છે ભારત પાકિસ્તાનની વચ્ચે..
અજીત ડોભવાલની થાઈલેન્ડ અને સુષમા સ્વરાજની પાકિસ્તાન મુલાકાત અને એના પછી મોદી સાહેબ લાહોર ..
ભારત પાકિસ્તાન વચ્ચે સેહજ પણ માહોલ સુધારે એટલે આતંકવાદી સંગઠ્ઠનો કોઈ મોટા હુમલાને અંજામ આપી દે છે એટલે બધું ઘાંચમાં પડે
એટલે આ ત્રણ ઘટના પછી જો કોઈ મોટો આતંકવાદી હુમલો ના થાય તો જ નવાઈ હતી..!
હવે વાત આડે પાટે ના ચડાવતા હું મારી થીયરી મુકું છું પાકિસ્તાન સાથે આટલો બધો પ્રેમ કેમ મોદી સરકારનો ?
આખી વાતની શરૂઆત થઇ ફ્રાંસ પેરીસથી,પેરીસમાં સંકેતો મળ્યા કે ISIS ભારત અને પાકિસ્તાનમાં સારી પેઠે પગ પેસારો કરી રહ્યુ છે જો તમે બંને નહિ સાચવો અને સમજો તો તમારી વાત તમે જાણો..
છેલ્લા એકાદ વર્ષથી કાશ્મીરમાં ,બંને બાજુના કાશ્મીરમાં અત્યારે ISIS પાંખો ફેલાવી રહ્યું છે અને ,ISISના નેપાળ અને બાંગ્લાદેશ પણ એના એક્ટીવ સેલ છે..
આપણા દેશમાં ખતરો એકલા કાશ્મીરમાં જ નથી ,હૈદરાબાદ અને મુંબઈ આ બે બહુ ખતરનાક જગ્યા છે..ISIS ને ત્યાં પગ મુકવાની જગ્યા મળી ચુકી છે..
ભારતમાં રેહતા મુસલમાનોમાં લગભગ ૨૫ % મુસલમાન રેડીકલ છે,અને પાકિસ્તાનમાં ૬૦% ..
બીજી ભાષામાં રેડીકલને તમે ઉદ્દામવાદી કહી શકો,આ રેડીકલ મુસલમાનને ISIS ને પોતાના તરફી કરવામાં બહુ તાકાત કે જોર લગાડવું પડે એમ નથી ..
હવે આ ૨૫ % અને ૬૦ % મુસ્લિમ રેડીકલ એ બહુ જ મોટું સંખ્યાબળ જનરેટ કરે ISIS માટે અને ભારતીય ઉપમહાદ્વીપ ના વિકાસના બધા જ ગણિતને બગાડી નાખવા માટે પૂરતા છે, અને ફરી પાછા આપણે કબીલા અને કબાઈલીની અવસ્થામાં આવી જઈએ,
ISIS એ જ્યાં જ્યાં પગ પેસારા કર્યા છે ત્યાં ત્યાં બધે જ પેહલા તો ત્યાની રાજ્ય વ્યવસ્થાને સંપૂર્ણ રીતે તોડી નાખે છે અને સ્થાનિક તંત્ર અને સરકારોને ખાલી નામ પૂરતા જ રેહવા દે છે..
ભારત માટે ખતરાની ઘંટડી વાગી છે
જયારે પાકિસ્તાનની તો એવી હાલત છે કે લગભગ અડધું પાકિસ્તાન હાથમાંથી જાય એમ છે,કદાચ પ્રધાનમંત્રી તરીકે નવાઝ શરીફ અને પાકિસ્તનનો થોડો ભણેલો ગણેલો વર્ગ આ વાતને સમજતા હશે પણ બાકીની અભણ પાકિસ્તાની જનતામાં કઈ ઝાઝી ગતાગમ નથી..
અક્કલવાળી પાકિસ્તાની જનતા સિંધી અને પંજાબી છે અને જ્યાં સુધી એમના સુધી રેલો ના આવે ત્યાં સુધી એ લોકો હાલે એમ નથી..
જબરજસ્ત લુચ્ચી અને મતલબી પ્રજા છે ,એમના સ્વાર્થ માટે એ લોકો ગમે તે કરે તેમ છે, અને આખા પાકિસ્તાનની ઈકોનોમી આ બે જ પ્રજા ચલાવે છે..
બાકીનું પાકિસ્તાન લગભગ કબીલાઓમાં જ જીવે છે અને એમના નાના નાના કબીલા અને નાનું નાનું રાજ .. પાકિસ્તાનના સંઘીય ઢાંચા જોડે ખાસ લેવાદેવા નથી એમને..
મોદી સાહેબએ કદાચ વધારે સમજણ પાડી હશે નવાઝ શરીફને, પણ એમના હાથ બંધાયેલા છે પાકિસ્તાની સેનાથી..
એટલા બધા અલગ અલગ ચોક છે પાકિસ્તાનમાં કે કોણ કોનું સંભાળે અને કોણ કોનું કીધું કરે..!
મને ઘણી વાર એમ થાય કે આટલી ખરાબ હાલત છે તો એક રાષ્ટ્ર તરીકે પાકિસ્તાન ઉભું કેમ છે ?
પણ એનો જવાબ મને એક જ મળે છે ભય ..હિન્દુસ્તાનનો ભય અને ભય બિન પ્રીત નહિ ગુંસાઈ..!
અને બીજું હિન્દુસ્તાનની જોડેની લડાઈઓમાં ખાધેલો માર..બસ આ એક જ ભય એવો છે કે કબીલામાં જીવતા કે શેહરોમાં જીવતા પાકિસ્તાની બધાને બાંધી રાખે છે..
જૈશે મોહમદએ આ પઠાણકોટના હુમલાને અંજામ આપ્યો એવું કેહવાય છે,આ તમામ આતંકવાદી સંગઠ્ઠનો એ પાકિસ્તાનની સરકાર કે વિપક્ષની પોહચની બહાર છે..
પાકિસ્તાની સેનામાં રહેલા કે એમાંથી રીટાયર્ડ થયેલા એ બધા અલગ અલગ રીતે આતંકવાદી સંગઠ્ઠનો સાથે કનેક્ટેડ છે..અને એ બધા જ ડબલ ગેમ રમે છે અને પોતે મારી ખાધેલા રૂપિયા અને પોતાનો ઉલ્લુ સીધો રાખે છે..
આ સંજોગોમાં ભારતની કુટનીતિ જો એ આતંકવાદી સંગઠ્ઠનો જોડે ડાયરેક્ટ ડીલ કરે તો કઈક વાત બને ..
પેલો વેદ પ્રતાપ વૈદિક વાળો પ્રયોગ થોડો આગળ વધારવા જેવો છે,ઉધઈને મારવા માટે પરમાણું બોમ્બ ના નખાય ,પેસ્ટીસાઈડ જ વાપરવી પડે..
થોડું લીક્વીડ થવું પડે અને ઝેર ધીમે ધીમે ઉતારવું પડે,અને ઘણા બધા કાણા પાડીને એ ઉધઈની દવા એક સાથે રેડવી પડે ..
ઘણા બધા રસ્તા એક સાથે ખોલવા પડે નવાઝ શરીફ એ માત્ર એક જ રસ્તો છે, બીજો રસ્તો લંડન છે જ્યાં ઘણા પાકિસ્તાની બુદ્ધિજીવીઓ એ એસાઈલમ લીધું છે ,
ત્રીજો રસ્તો સીરિયા છે ,સામ દામ દંડ અને ભેદ બધું વાપરવું પડે ,
સ્વીસ બેંકમાં રહેલા પાકિસ્તાની જનરલો અને રાજકારણીના ખાતાની વિગતો ખોલો અને દુનિયાને બતાડો ,
પાંચમો રસ્તો અમેરિકા છે ૨૦૧૬ના અમેરિકન ઈલેક્શનમાં અમેરિકી જનતાને બતાડો કે તમારા હાર્ડ અર્ન મનીને આ પાકિસ્તાનીઓ એ ક્યાં નાખ્યા ..ડોનાલ્ડ ટ્રમ્પ સાચા છે.. અમેરિકન પ્રજાની લોહી પસીનાની કમાણી આ આતંકીઓ પાસે પોહચી છે..!
આવી ચારે બાજુથી જો આપણે હુમલો નહિ કરીએ તો આપણા જવાનો મરતા રેહશે અને તમે અને હું જીવ બાળ્યા કરશું ..
વોટ્સ એપ અને ફેસબુક પર આપણી સંવેદનાઓ અને ડહાપણ ડોહળ્યા કરીશું..
એક બીજો રસ્તો પણ છે,આમ તો રસ્તા કરતા પ્રયોગ કેહવો વધારે ઉચિત રેહશે ગઈકાલે રાત્રે એક વોટ્સએપ આવ્યો એમાં કઈક એવું હતું કે પઠાણકોટના નર્કસ્થ આતંકીઓના શરીરને સળગાવી દેવા જોઈએ..
ઇસ્લામમાં કફન દફનનું બહુ મહત્વ છે અને જો એ પ્રોપરલી ના થાય તો મૃત આત્મા ભટક્યા કરે..
અજમલ કસાબને જયારે ફાંસી આપી પછી મુંબઈના બધા જ મૌલવી અને ઉલેમાઓ એ કસાબના કફન દફનની વિધિ કરવાની ના પડી દીધી હતી અને એક સૂર માં બોલ્યા હતા કે આને જન્ન્ત નસીબ ના થવું જોઈએ..
પણ આપણુ દોઢ ડાહ્યું બંધારણ માણસના મૃત્યુ પછી એના શરીરને મર્યા પછીના બધા જ હક્કો આપે છે..!! જે સામાન્ય માણસને મળે છે એ બધા .. અને કસાબને દફ્નાવ્યો..
હવે ઇસ્લામની માન્યતા પ્રમાણે છેક કયામતના દિવસે એનો હિસાબ કિતાબ થશે..જો એને કફન દફન ના મળ્યા હોત તો એ ભટકતો હોત હજી ..!!
હવે આ વખતે આ પ્રયોગ કરવા જેવો છે ,આ ધર્મ ઝનૂની પાકિસ્તાની આતંકીઓ ને એવું શીખવાડવામાં આવે છે કે તમે હવે મરવા જઈ રહ્યા છો અને મર્યા પછી જન્ન્ત મળશે અને ત્યાં ૭૨ હુરો તમારી જોડે..
જો આ પઠાણકોટના મરેલા આતંકીઓને કફન દફન ના મળે અને સળગાવી દઈએ કે પછી મેડીકલ કોલેજમાં ડીસેક્ટ કરી નાખીએ એ પાંચ કે છ જેટલા હતા એ તો બધાને જન્ન્ત ના મળે અને આ સંદેશો ત્યાં સામે પાર જાય તો કઈક બે ચાર છોકરા જન્ન્તની લાહ્યમાં આતંકી બનતા અટકે ખરા..!!
પણ આવું નહિ કરે મોદી સરકાર કેમકે એમને પણ ભારતના બધા ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ ની જેમ વિશ્વમાનવ બનવાના અભરખા થયા હોય એવું લાગે છે ..
આ એક ચસ્કો બહુ ખોટો છે કોણ જાણે કોણ ઘાલે છે ભારતના પ્રધાનમંત્રીઓ ના દિમાગમાં ..અને પ્રજા બિચારી ઠેરની ઠેર રહી જાય છે ..
કીડા મકોડા ની અવસ્થામાં ..
એક મરેલી કીડી કે મકોડા ને તાણી જતી બીજી કીડીઓ અને મકોડા જોયા છે ક્યારેય ..એમાં ક્યારેય તમારી જાત દેખાઈ છે ..?
શોધજો ચોક્કસ મળશે ..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા