“રાજર્ષિ” ડોક્ટર અબ્દુલ કલામ …
આખુ મીડિયા જગત કોઈ એક શબ્દ શોધે છે ડો. કલામ માટે કઈ ઉપમા આપવી, હું એમને “રાજર્ષિ” કેહવાનું પસંદ કરીશ , પુરાતનકાળમાં ઋષિઓ ,મહર્ષિઓ નવા નવા શસ્ત્રોના આવિષ્કાર કરતા અને વીરોને સોપતા , વધેલા સમયમાં શિષ્યોને જ્ઞાન આપતા ,એકેડેમીક એકટીવીટી કરતા …અને પોતાના માટે કશું જ ક્યારેય નોહતા રાખતા … અને રાજાઓ પણ રાજગાદી છોડી અને સંન્યાસ ધારણ કરતા એવા ઋષિ ને રાજર્ષિ કેહતા..!!! ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામ માટે “રાજર્ષિ” શબ્દ યોગ્ય રેહશે , અર્વાચીનકાળના રાજર્ષિ …
રાજર્ષિ કલામે કેટલા શસ્ત્રો આપ્યા ભારતવર્ષને .. ગણ્યા ગણાય નહિ.. પેહલું ટાસ્ક એસએલવી-૩ , સોલીડ પ્રોપેલન્ટવાળું પેહલું સેટેલાઈટ લોન્ચ વેહીકલ, એકદમ સફળતાપૂર્વક અંતરીક્ષમાં મોકલ્યું અને એક મોટો દરવાજો ખુલી ગયો ભારત માટે અંતરીક્ષની દુનિયાનો, અંતરીક્ષમાં મોકલ્યો રોહિણી …જબરજસ્ત ક્રાંતિ આણી , ૩૮ કિલોનો સેટેલાઈટ .. આજે દુનિયાભરના સેટેલાઈટ ભારત અંતરીક્ષમાં ચડાવે છે ..!!!
વારો આવ્યો પરમાણું ધડાકાનો … અમેરિકાના સેટેલાઈટ ભારત ઉપર ચોવીસે કલાક મંડરાતા હોય છે , એની નજરથી બચવાનું અને ધડાકો કરવાનો …આગેવાની લીધી રાજર્ષિ ડો કલામે
ન્યુક્લિયર ફ્યુઝન ચાલુ કરવાનું , અને એની ઇન્ફ્રારેડ પ્રિન્ટ હિન્દુસ્તાન પરથી પસાર થતા અમેરિકન કે બીજા કોઈ પણ સેટેલાઈટ પકડી ના લે એનું ધ્યાન રાખવાનું … અશક્ય ને શક્ય બનાવ્યું ફાટી પડી દુનિયાની , આટલી ચુપકીદીથી જો ન્યુક્લિયર ફ્યુઝન થાય તો ભારત ગમે ત્યારે ગમે તેની ઉપર અણુ બોમ્બ ઠોકે …
આપણી પાછળ ને પાછળ પાકિસ્તાને ચીનની મદદથી અણુ ધડાકો કર્યો , અને મીનીટે મિનીટ ની ખબર નવીદિલ્હી પ્રેસને આપતું રહ્યું ..આપણા સેટેલાઈટ સેકન્ડે સેકંડની ખબર સાઉથ બ્લોકને આપતા પાંચ દિવસ થયા ફ્યુઝનને ધડાકામાં બદલાતા …
અત્યારે પાકિસ્તાનના પાંગળા નેતાઓ એમ ધમકાવે છે આપણને કે અમારી પાસે ન્યુક્લિયર બોમ્બ છે .. અરે ડોબાઓ તમે ન્યુકલીયર ફ્યુઝન ચાલુ કરો અને પછી પાંચમા દિવસે ધડાકો કરો … પાંચ દિવસ તો બહું વધારે છે ભારતની સેના પાંચ દિવસમાં તો તમને ક્યાયની ના રેહવા દે…
બીજી કેટકેટલી જાણીતી વાતો છે રાજર્ષિ કલામ માટેની , મીડિયા ભરેલું છે …
નત મસ્તક પ્રણામ …એક સાચા ભારતીયને રાજર્ષિ ડોકટર અબ્દુલ કલામ ને …
શુભ રાત્રી
શૈશવ વોરા