સદીઓથી જ્યાં લોહી રેડાઈ રહ્યું છે એવા નગાધિરાજ ફરી એકવાર રક્તરંજીત થયા…
કાયરતાપૂર્ણ હુમલાએ અત્યાર સુધીમાં આજના દિવસમાં બેંતાલીસ કુખ ઉજાડી મૂકી છે અને હજી કોણ જાણે કેટલા બલિદાન માંગશે..!!!
લગભગ છેલ્લા અઢી હજાર વર્ષથી હિમાલયની ઉત્તુંગ પહાડીઓ વિદેશી આક્રમણખોરોને પોતાની તરફ ખેંચતી રહી છે, અને સમસ્ત ઉપમહાદ્વીપમાં રેહતી કુદરતની સાથે તાદામ્ય કેળવી ને હિંદુ જીવનશૈલીને અનુસરતી અને જીવતી પ્રજાનો સમય સમય પર એ આક્રમણખોર પ્રજા સંહાર કરતી રહી છે.. મારતી રહી છે..
ઇસ્લામિક આક્રમણ, અને પછી બ્રિટીશ કુટિલનીતિ ને કારણે સમસ્ત ઉપમહાદ્વીપ ને ભોગવતી હિંદુ તરીકે ઓળખાતી પ્રજા આજે ધરતીના એક નાનકડા ભાગમાં `સીકુડાઈ` ને રહી ચુકી છે..
અને છતાંય કોણ જાણે કેમ ભારતવર્ષનો નેતાગણ હજી પણ કેમ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે એવું બોલી બોલીને કે અમે ક્યારેય કોઈનું ઉપર પેહલો હુમલો નથી કર્યો..હિંદુ ક્યારેય આક્રાન્તા રહ્યો જ નથી..
કેમ હજી ભારતની હિંદુ પ્રજાની આંખમાં વિશ્વ ગુરુ બનવાના સપના આંજવામાં આવે છે ?
કેમ હજી એમ કેહવામાં આવે છે કે ભારત વિશ્વગુરુ બની ને વિશ્વનું માર્ગદર્શન કરશે..?
ઈતિહાસ સાક્ષી છે કે આજ સુધી તલવાર ની ધાર ,બંધૂક ની નોક ,અને હવે આજના જમાનામાં હિરોશીમા અને નાગાસાકી પછી રોકેટ ઉપર બેસાડેલા ન્યુક્લિયર બોમ્બ જ દુનિયાનું દિશાનિર્દેશન કરતા આવ્યા છે..
તો શું હજી સમય નથી પાક્યો કે વિશ્વગુરુના સપના પડતા મૂકી અને વિશ્વવિજેતાના સપના આંજવા નો ..?
શું હજી પણ સમય નથી પાક્યો પેહલો ઘા રાણા નો કરવાનો..?.
હિમાલયને યુદ્ધભૂમિ નથી બનવા દે`વી ,કબૂલ ,પણ એની કિંમત ક્યાં સુધી અને કેટલી ચુકવવાની..?
ગેરીલા યુદ્ધનો જવાબ ગેરીલા યુદ્ધ ના હોઈ શકે..?
એક સર્જીકલ સ્ટ્રાઈક કરીને કેમ રોકાઈ જઈએ છીએ..?!!
આંતકની ફેક્ટરી એ સતત ચાલતી નિરંતર પ્રક્રિયા છે, એક રાત કે એક દસકામાં ખત્મ તો ત્યારે જ થાય કે એ આતંકની ફેક્ટરીની સરજમીન ઉપર આપણો કબજો હોય..
જમ્મુ કાશ્મીરના ગવર્નર સાહેબે ખુલ્લેઆમ મેહબુબા મુફ્તી ઉપર આળ મુક્યું …
હવે ..?
કોણ એવો બાકી છે કે જેણે મેહબુબા કે એમના પિતાશ્રી સાથે સરકાર ના બનાવી હોય ..?
ભારત નો જનસાધારણ આજ ના નરસંહારથી ગુસ્સાથી લાલ છે ,પણ બેબસ છે ,એને એના સંવિધાનની આણ છે , એને સીસ્ટમ અને એના પ્રત્યક્ષ કે પરોક્ષ ચૂંટેલા નેતાગણ ઉપર હજી ભરોસો છે કે કોઈક કૈક કરશે..!!
શું કરી શકાય ?
ઇન્ડસ વોટર ટ્રીટી .. સિંધુ નદીના પાણી રોકો ..
ચાલો રોકી પાડો આજ રાતથી જ.. ક્યાં વાળશો એ પાણી ને ? કેવી રીતે વાળશો ? આ રામભાઈના ખેતરના શેઢેથી ને`ક્ળતી(નીકળતી) ને`ક (નીક) સે`..?
પ્રોપર પ્લાનિંગ કરવું પડે અને ધીરે ધીરે ,કડે કડે આ કામ ઉકેલવું પડે ..
બીજો ઉપાય
ફુલ્લ સ્કેલમાં યુદ્ધ પાકિસ્તાન જોડે ..
આખા દેશ ને અંતર નાં ઊંડાણ થી ગમતી વાત ,
પણ એક જ ડર કાશ્મીર બીજું સીરિયા બન્યું તો ?
મહાસત્તાઓ કુદી પડી તો ?
બાંગ્લાદેશ વોર વખતે અમેરિકાનો છઠ્ઠો નૌકાકાફલો બંગાળની ખાડી સુધી આવી ચુક્યો હતો…
ત્રીજો ઉપાય ..
પ્રજાની સામે પ્રજા જ લડે..પથ્થરબાજો ને અને બીજા રોજ નવા બનતા આતંકીઓ ને રાષ્ટ્રવાદીઓ જ પુરા કરે..આજે કાશ્મીર ખીણમાં સેના લગભગ `એકલી` છે , ગણ્યાગાંઠ્યા છુટા છવાયા લોકો સહકાર આપે છે, બાકી તો અમને અને તમને `ઇન્ડિયન` કહી ને બોલાવે છે..!!
હું અને તમે ઇન્ડિયન તો તું કોણ ? અમેરિકન કે પાકિસ્તાની ?
ઈમરજન્સી નાખવી પડે તો નાખો પણ ૩૭૦ ને રદ કરી અને ભારતનો કોઇપણ જાતના વાંધારહિત ભૂભાગ તરીકે જાહેર કરી અને ૧૩૦ કરોડ ની પ્રજાને છુટ્ટી મુકો જાવ ખરીદો મિલકત અને કરો ઉભા મોલાતો ત્યાં..!! દસ બાર કરોડ લોકો ને ઘાટીમાં વસાવી મુકવા એ જ ઉપાય છે , અત્યારે તો લાલચોકમાં સમ ખાવા એક જૈન વાણિયાની દુકાન છે અને એક ગુરુદ્વારા..!!
વિખ્યાત વિચારક શ્રીમાન તારક ફ્ત્તાહ કહે છે કે તમે લોકો પાકિસ્તાન ને ક્યારેય હરાવી નહિ શકો, કારણ કે ત્યાં ની સ્ત્રીઓ બહુ જ મજબુત છે , અને એ હકીકત પણ છે કે જે દેશની સ્ત્રી નક્કી કરે કે મારો દેશ નહિ હારે એ દેશ કદાચ હારી જાય તો પણ જીતી જાય છે..
સ્ત્રીશક્તિ ના અનેકો અનેક ઉદાહરણ ભારતીય વીરાંગનાઓ આપ્યા છે..
તારક ફતાહ આગળ પણ કહે છે કે ભૂલ ભૂલમાં પણ જો તમે આખું પાકિસ્તાન જીતી લીધું તો એને ભારતમાં ભેળવવાની ભૂલ ના કરશો ,કેમકે ત્યાંની માનસિકતા એટલી બધી પછાત અને અને હલકી છે કે એને સુધારવા જવામાં તમારા બીજા સો વર્ષ ખરાબ થઇ જશે..એના કરતા અત્યારે તમે જે કરો છો એ બરાબર છે બાહર રહ્યે રહ્યે જ મારો એને ..
વાતમાં દમ છે ..
ગઈકાલના કાશ્મીરના ગવર્નર સત્યપાલ માલિકના કેહવા પ્રમાણે કોઈ આતંકી ને ઠાર મારવામાં આવે છે તો એના ઘેર મેહબુબા મુફ્તી દોડ્યા જાય છે ,કેમ મેહબુબા એકલા જાય છે ?
ચાલો આપણે પણ જઈએ અને કહીએ કે તમારો છોકરો કુછંદે ચડ્યો હતો માટે ઠાર થયો છે, એક સામાજિક મુવમેન્ટ ઘાટીમાં કેમ નાં થાય ? આંતકી બનવું એ શરમજનક કૃત્ય છે એવો એહસાસ કેમ આપણે કાશ્મીરી સમાજને ના કરાવી શકીએ..?
સેના તો પોતાના મોરચે લઢી જ રહી છે અને લડતી રેહશે ,પણ સમાજ તરીકે શું ચાલી રહ્યું છે ત્યાં એનો અંદાજ કેમ નથી કોઈ ને ?
જવાહર ટનલ ક્રોસ થાય પછીની સામાજિક સંરચના `આવી` કેમ ગોઠવાઈ છે ?
આજે નરેન્દ્ર મોદી શાસનની ઉપલબ્ધીમાં જોવા જઈએ તો એકપણ કોમ્યુનલ રાયટ નથી ગુજરાતમાં છેલ્લા અઢાર વર્ષથી, છોકરાઓ પથ્થર ઉપાડતા ભૂલી ચુક્યા છે અને પબજી રમતા થઇ ગયા છે,ગુજરાતની એવરેજ મુસ્લિમ પ્રજા બે પાંદડે પણ થઇ છે ઘેર ઘેર ટીવી ફ્રીજ ગાડી અને બાઈક આવી ગયા છે તો કાશ્મીરમાં ક્યાં પાછા પડ્યા ..?
બસ્સો ટકા ૩૭૦ ની કલમ જ નડી રહી છે, હજી સમય છે એક સ્પેશિઅલ સત્ર બોલાવી બંને સદનો ના અને ઉડાડી મુકો એક ઝાટકે ૩૭૦ ને અને ખોલી નાખો જવાહર ટનલ રોકાણો માટે પણ..
બાકી તો ભૂતકાળમાં હું નરેન્દ્ર મોદી માટે મહામાત્ય મુંજાલ કે આચાર્ય ચણક ના વિશેષણ વાપરી ચુક્યો છું ..કોઈ નવો મૌલિક ઉકેલ લાવી શકતા હોય તો સારું..!!
બીજું એ કે અત્યારની પરિસ્થિતિમાં સેહજ પણ નબળી સરકાર આવે કે કાશ્મીર હાથ જાય..!!
આજ ની પરિસ્થિતિમાં દેશનું બચ્ચે બચ્ચું સરકારની પડખે ઉભું છે અને સર્જીકલ સ્ટ્રાઈક- ૨ પછી સર્જીકલ સ્ટ્રાઈક- ૩ ,૪,…એમ ચાલુ જ રાખવી ઘટે એમ છે , ગેરીલા યુદ્ધનો જવાબ ગેરીલા યુદ્ધ જ હોઈ શકે છે..!
આજે બહુ મોટું નુકસાન દેશને પડ્યું છે, અહિયાં કોઇકાળે અહિંસા ચાલે નહિ..
જય હિંદ
જય હિન્દ કી સેના
અશ્રુભીની શ્રદ્ધાંજલિ
શૈશવ વોરા