નરેન્દ્ર મોદી અને અમિત શાહ દૂન સ્કુલમાં ભણેલા નથી અને એ લોકો સામાન્ય બેક ગ્રાઉન્ડમાંથી આવે છે ને માટે આ સાહિત્યકારો અને ઈતિહાસકારો અને કલાકારો એમના એવોર્ડ પાછા આપે છે
– ચેતન ભગત
કેવું લાગ્યું આ આ સ્ટેટમેન્ટ ? મને તો આશ્રમ રોડ પર ટાઈમ્સની કીટલી પર રાત્રે દોઢ વાગ્યે પેલો લારીવાળો કાકો ચાની જોડે મસ્કાબન આપે છે ને .. ખાધો છે તમે ક્યારેય એ મસ્કાબન ? ,મારે તો બુમો મારી મારીને એ મસ્કાબન બનાવતા લારીવાળા કાકા ને કેહવું પડે છે.. એ કાકા બટર ઓછું નાખો ,બટર ઓછું નાખો ..
યાર મારે એક બહુ મોટી તકલીફ છે , એક તો મારે રોજ જીમમાં મજુરી કરી અને ઝુડાવાનું અને પછી ઉપરથી વધારે પડતું બટર કોઈ મારે …કેમનું ગળે ઉતરે… લુખો બ્રેડ મોઢામાં ડૂચા ના વળે એટલે થોડું માપમાં બટર લગાડે તો ચાલે ,પણ લોંદે લોંદા બટરના બનની વચ્ચે ભરે એ કાકો તો મોઢું કેવું તૂટી જાય યાર ..ના ગળે ઉતરે ને ભાઈ વધારે પડતું બટર …
આવું છે ભાઈ દુનિયામાં ,
પણ એકવાર નક્કી કર્યું બટર મારવું જ છે અને બટરનો ડબ્બો ખોલ્યો અને એમાં પણ ખબર પડે કે સામેવાળાને તો બહુ ભાવે છે બટર તો કોઈ થોડું પાછું પડે.. ..?
પેહલા ટવીટર પર એવું લખ્યું કે ભગત સાહેબે કે ..મારે પણ મારો એવોર્ડ પાછો આપવો છે ,પણ પછી યાદ આવ્યું કે મને તો મળ્યો જ નથી .. અને એની ઉપર એક સામાન્ય માણસે ટવીટર પર કોમેન્ટ કરીને મોઢું તોડી લીધું …કે… તમને જો એવોર્ડ મળશે ને તો હું મારું રેશન કાર્ડ પાછું આપી દઈશ ..બહુ ભારે કરી આ તો ….
કેમ આ બધું થાય છે ? એવોર્ડો લેવાય છે અને પાછા અપાય છે ? શું એવોર્ડ લેનારા બધા સાહિત્ય,ઈતિહાસ ,સંગીત ,કે કલા “કારો” કોઈ “સેટિંગ” પાડી ને એવોર્ડો લે છે..?
ઘણી બધી વખત આ દેશમાં ઘણા બધા એવોર્ડો અપાય છે , અને પછી એની પર વિવાદ થાય છે , મને યાદ છે કે સિતારવાદક પંડિત રવિશંકરજી ને જયારે ભારત રત્ન આપ્યો ત્યારે સંગીતની દુનિયામાં ધમાલ ધમાલ મચી ગઈ હતી , કઈક લોકો એ જાહેરમાં અને ખાનગીમાં જબરજસ્ત બખાળા કાઢ્યા હતા , મેં મારા સગા કાને સાંભળેલા છે એ બધા બખાળા , જેમની આગળ પંડિત લાગે છે અત્યારે પણ ,એ લોકો બહુજ ગંદી ભાષાનો ઉપયોગ કરી ગયા હતા …અને એ ગાળો બોલનારા કોઈ કોઈ અત્યારે સ્વર્ગ માં છે અને કોઈ કોઈ જન્ન્તમાં છે …!!
ભારતમાં મોટા ભાગના અપાતા એવોર્ડોમાં ક્યાંક ક્યાંક એન્ટી અને પ્રો લોબી હોય જ છે અને દરેક રાજકીય પક્ષે પોતાના આ બધા “કારો” ની ફોજ પાળી રાખી છે તટસ્થ રીતે પોતાનું ફક્ત અને ફક્ત પોતાનું કામ કરતા હોય એવા “કાર” શોધવા બહુ મુશ્કેલ છે …
અને હવે એ બધામાના એવોર્ડ લીધેલા બહુ મોટા મોટા “કારો “ ને એમ લાગે છે કે આ સરકારમાં બેઠેલા લોકો બહુ ખતરનાક છે , માટે આપણે એવોર્ડ પાછો આપી દેવો જોઈએ ..
મને લાગે છે કે એવોર્ડ પાછા આપનારાઓ એ જોડે જોડે ક્યાંક એસાઈલમ(શરણાર્થી તરીકે બીજા દેશમાં રેહવા ) માટે પણ એપ્લાઇ કરી દેવું જોઈએ ,કેમકે હજી તો બહુ ઓછા દિવસ થયા છે આ સરકાર ના જેમ જેમ દિવસો જશે તેમ તેમ પરિસ્થિતિ “ગંભીર” થતી જશે કોણ જાણે બિચારા આ બધા “કારો“ ને ફરી આ દેશમાં “મુક્ત “ વાતાવરણ મળે કે ના મળે …
એમ એફ હુસેનની જેમ દુબઈનો વિઝા માટે એપ્લાઇ કરી દેવા જોઈએ , હે ભાઈ ચેતતો નર સદા સુખી ભાઈ .. હવે કઈ બોડી બામણી ના રાજ નથી કે રોજ સવાર પડે ને એકાદ લાખ કરોડ નો કેન્દ્ર સરકારનો ભ્રષ્ટાચાર બહાર આવે …
“મુક્ત “ વાતાવરણ જતું રહ્યું એટલે ભ્રષ્ટાચાર નથી દેખાતો ..
થોડુક મનોમંથન કરું કે આ બધા “કારો “ ને કેમ તકલીફ પડે છે ? અને શા માટે સરકારમાં બેઠેલા મોટા રાજકારણીઓ ના પુછડામાં ભરાવા માટે જાય છે ?
શરૂઆત કરું ત્રીસથી વીસ વર્ષ પેહલાના સિનારિયોની ..
પેહલી વાત એવી છે કે જયારે કોઈપણ માણસ જયારે થોડોક ઉમરમાં મોટો થાય છે અને કોઈ કલાકાર કે સાહિત્યકાર કે ઇતીહાસકાર …કે કોઈપણ “કાર “ તરીકે ની કેરિયર સ્વીકારે છે એટલે એની જીંદગી ના પેહલા દસ વર્ષ એના માથે દરિદ્રતા લખી જાય ,બાપડો સ્ટ્રગલ કરી કરી ને મથે , પીએચડી કરે ત્યારે એના “ ગુરુ “ની રીતસરની ગુલામી વેઠે .. અને એ પછી પણ સમાજમાં સેટ થવા માટેની જથામણતો ઉભી ને ઉભી હોય ..
આવા સંજોગોમાં બિચારા “કાર “ ને કે એની ઘરવાળીને કોઈ સરકારી નોકરી કે પછી સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં હોદ્દો સાથે માનદ વેતન ,બહુ બહુ થઇ ગયું બસ બસ પછી તો હું “કાર “ તમે કેહશો એ જિંદગીભર કરીશ ..
આ દેશના નેવું ટકા “ કાર “ આ પરિસ્થિતિમાંથી પસાર થયા હોય છે .. હવે તમે પૂછો કે આમાં રાજકારણી સાથેનું કનેકશન ક્યાં આવ્યું ? અરે મારા ભોળા ભલા બકુડા …બધી સંસ્થાઓમાં રાજકારણીઓ અને એમના પીઠ્ઠું જ ચડી વાગ્યા હોય છે ,અને એમની કદમબોસી કરું તો મને કોઈ કઈ ખટવે .. બાકી લુખી વાહ વાહ વાળી બ્રેડ કેમની ગળે ઉતરે બિચારા “કાર “ને ? જોડે ખાવા મારે બટર જોઈએ ને …!! અને બટર કોઈ મફત થોડું આપે .. ? ના આપે એટલે બટર લેવા બટર મારવું પડે કે નહિ ?
એટલે જેમને મેં બટર મારી અને આ બધું મેળવ્યું ઇન્ક્લુડીંગ એવોર્ડ એ મારા “આકા” કહે તો મારે એવોર્ડ પાછો આપી દેવો પાડે કે નહિ ? બોલો ..હા કે ના ..
હવે અત્યારનો સીન ..
સોસીઅલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા ના આવ્યા પછી અને તમામ “કારો” ની સરકાર પરની ડીપેન્ડીબીલીટી ઘટી ગઈ છે ,હવે ખાલી સરકારમાં ઘુસી અને મોટા મોટા કોન્ટેક્ટ અને વહીવટો કરવા માટે રાજકારણીઓની કદમબોસી કરવાની રહી છે .. પેલી સંસ્થાઓ અને એવોર્ડો સરકારી નોકરી આ બધું કચરાપટ્ટી છે..
સાહિત્ય ,સંગીત કે બીજા બધા “કાર “ માટે થોડું બહાર નીકળે તો રૂપિયા ઘણા છે , હમણા જ ફેસબુક પર જોયું એક ગુજરાતી લેખક સાહિત્યકાર એ ત્રીસ ચાલીસ લાખ રૂપિયાની ગાડી લીધી ..!!!
જે કદાચ ગુજરાતી લેખકો અને સાહિત્યકારો માટે એક બહુ મોટું એચીવમેન્ટ છે… !!!
આ એક જ ઘટનાને હું એવી રીતે જોઉં છું કે હવેના “કારો“ ને માટે મોંઘી કાર લેવી એ બહુ અઘરી વાત નથી ,માટે સરકારી કદમબોસી નવી પેઢીના “કારો “ થોડી ઓછી કરે છે .. પણ હવે એક લેવલથી આગળ જવું હોય અને સરકારી માનપાન પામવા હોય તો પછી રાગ બૈરાગીનું ભજન ગાવું પડે ..
ભક્તિ ભાવ સે લે લે પ્રાણી આજ પ્રભુ કા નામ સોરી ..
આજ મોદીજી નામ આજ મોદીજી કા નામ ..
સાહિત્ય અકાદમી નહી મિલે તો પદ્મ મિલેગા ..
ભક્તિ ભાવ સે લે લે પ્રાણી આજ મોદીજી કા નામ ..
શુભ રાત્રી
શૈશવ વોરા