“You must forget what you learned at home about what is right or wrong,” commentator Harald Martenstein recently wrote in the Berlin daily Der Tagesspiegel, addressing refugees. “You do not have to give up your culture, not that. But you must accept the equality of women. You must learn that homosexuals and Jews are just like everyone else. You must bear mocking and satire, even when it concerns your religion. . . . If you don’t accept these rules, you have no future here.”
કેવા લાગ્યા આ શબ્દો એકદમ કડક હે ને કોઈ ભાજપ કે શિવસેના ના સાંસદોના નથી ,
જર્મનીમાં લખાયા છે રેફ્યુજી માટેના છે દુનિયાનું બીજા વિશ્વયુદ્ધ પછી નું સૌથી મોટું ત્યારે શરણાગતોનું ધાડું અત્યારે યુરોપમાં ભરાયું છે ,
હવે વાત આખી એમ થઇ છે જાણે કે સીરિયાના ગૃહયુદ્ધ ના કારણે અને પછી પેલા નાનકડા બાળક આયલનને કારણે યુરોપએ બધા માટે દરવાજા ખુલ્લા મુક્યા અને શરણાર્થીઓ ને પોતાને ત્યાં આવવા દીધા .. અને ત્યાં ખટરાગ ચાલુ થયો
આવેલા શરણાર્થીઓમાં લગભગ પચાસ હજાર જેવા સમલૈંગિકો છે ..અને સમલૈંગિકો એ યુરોપમાં જેવો પગ મુક્યો અને તરત જ એમણે કીધું કે હવે અમારે છુપાવાની શું જરૂર છે ?
બસ ત્યાંથી બબાલો ચાલુ થઇ બધા શરણાર્થીઓએ એમનામાં ના જ સમલૈંગિકોને માર્યા , શરણાગતિનો પેહલો નિયમ ભુલાયો
દૂધમાં સાકરની જેમ ભળવા ને બદલે શરણાર્થીઓએ પોતાના ગુણધર્મો બતાડવાના ચાલુ કર્યા
શરણાર્થીઓને જર્મનીમાં ઘણી બધી વાતનો ખટકો છે એમને યહુદીઓ દીઠા નથી ગમતા એમનું ચાલે તો સમલૈંગિકો ની જોડે યહુદીઓને પણ પતાવી દે,બીજો મુદ્દો છે એ સ્ત્રીઓને સમાનતા નો એ એમની અક્કલ બહારની વસ્તુ છે
જેને પાછું શરણાર્થીઓની સ્ત્રીઓએ તો બહુ સહ્જતાથી સ્વ્કારી લીધું છે કે સ્ત્રી પુરુષ સમાન હોઈ જ ના શકે ..હવે આ બધું ચાલુ રાખી ને યુરોપમાં રેહવું હોય તો ..?
ભારત જેવા હાલહવાલ થાય યુરોપના આપણી જેમ દેશો ના ટુકડા ઇસ્લામના નામે અને પછી રોજ ના ઝઘડા …
એ ના થાય..
એટલે સ્પષ્ટ શબ્દોમાં કેહવામાં આવ્યું કે ભાઈ તમારી હાર્ડડીસ્ક ફોરમેટ કરો જે શીખ્યા એ ખોટું શીખ્યા છો અને અમારા પ્રમાણે શીખો અને ચુપચાપ પડી રહો …ચાલો આપણા ઈતિહાસમાંથી યુરોપતો શીખ્યું ,આપણે તો હજી શીખતા નથી…!
આવું આપણે કર્યું હોત તો ?
કેટલી બધી શાંતિ હોત નહિ ?
આપણે તો ખૈબરઘાટ ને ઓળંગીને જે ધાડે ધાડા આવ્યા એ બધા ને સમાવ્યા ..!!એ બધાના કલ્ચર, ખાન, પાન ,કપડા ,રીત , રીવાજો ,તેહવારો બધું એક પછી એક અપનાવતા ગયા ને અત્યારના આ દાદરીના અક્લાફ હત્યાકાંડ પછીના લેવલ સુધી આવ્યા …
જો કે સમલૈંગિકોની વાત કરીએ તો આપણે ત્યાં પણ હજી આપણે એ જ પછાત અવસ્થામાં આપણે જીવી રહ્યા છીએ કોઈ સમલૈંગિક ભૂલથી પણ ક્યાંક મળી જાય તો નાકનું ટેરવું ચડી જાય છે ..
આ નવરાત્રીમાં અમદાવાદની એક મોટી વૈભવી ક્લબ ના ગરબામાં અમે ગયા હતા સાતેક હજાર માણસ હતું અને એ બધાની વચ્ચે બ્રેકમાં એક જુવાન પ્રેમીએ એની પ્રેમિકાને પપ્પી કરી હોઠ પર અને આજુબાજુ ના ઉભેલા બધા જ લોકો સમસમી ગયા અને ..
મારા જેવા જે બીજાની જોડે ઉભા હતા જેમણે આખો સીન જોયો એમાંના એક ભાઈએ કીધું કે ભારત દેશ ૨૨મી સદીમાં આવી ગયો …મેં કીધું ના બીજી કે ત્રીજી સદીમાં ફરી પાછો પોહચ્યો .. જ્યાં મુક્ત વાતાવરણ હતું ..
હવે આ જ વસ્તુ જો બે છોકરાએ કરી હોત તો ??? કદાચ બહુ માર પડ્યો હોત સિક્યુરીટી ચોક્કસ બોલાવવી પડી હોત ….
કેહ્વાનું તાત્પર્ય એટલું જ છે કે શરણાર્થીઓ ને જો શરણાર્થીની જેમ ના રાખી અને માથે ચડાવો તો પછી બધું બગડીને બેહાલ થાય …
ભારતના મુક્ત વાતાવરણને બગાડનારામાં આપણા ત્યાં આવેલા શરણાર્થીઓનો મોટો હાથ છે …
શરણાર્થીઓ જયારે જયારે કોઈપણ દેશમાં આવે છે ત્યારે એક તો એ લોકો હાથે પગે હોય છે , માલ મિલકત માં કઈ જ ના હોય પેહરેલે કપડે હોય ..
બીજું મોતને એકદમ નજીકથી જોયેલું હોય છે એટલે મોતની બીક લગભગ જતી રહી હોય અને પછી જેવી એમને સરખી જમીન મળે એટલે પેહલા ચોંટે અને પછી પગ પોહળા કરે ..
અને મોતની બીકના હોય એટલે પોતાની વાત સાચી ઠેરવવા માટે જીવ પર આવીને લડે અને બિચારી મૂળ નિવાસી પ્રજા જેની પાસે ઘણું બધું હોય એને હેરાન થવાનો વારો આવો ….
શરણાર્થી પોતે જે દેશમાંથી આવ્યા હોય એનું પચાસ ટકા કલ્ચર ને તો એ લોકો જે તે દેશમાં ઠોકી બેસાડવાની કોશિશ ચોક્કસ કરે …
હવે કોઈ એમ કહે કે ઇસ્લામિક શાસકો તો લડાઈ લડી અને યુદ્ધ જીતીને તમારી ઉપર રાજ કરતા હતા .. તો બકા યાદ કરાવું મોહમદ ગઝની કેટલીવાર શરણે આવ્યો હતો ..??
અને હા બાય ધ વે ઈતિહાસકારો નો એક મોટો જથ્થો એમ માને છે કે મોહમ્મદ ગઝની સમલૈંગિક હતો …
બીજો ઇસ્લામિક શાસક બાબર માટે પણ શંકાની સોય તકાયેલી છે દસ્તાવેજી પુરાવા મળતા નથી …
અને સ્ત્રી સમાનતા માટે ઇસ્લામ હજી પણ પછાત અવસ્થામાં જ છે ..
આજે ભારતમાં એક મોટો નિર્ણય લેવાયો સ્ત્રીઓ ને ફાઈટર પાયલોટ બનાવ દેવાશે ક્યાંક વિરોધ થયો
શું કામ વિરોધ કરો છો ભાઈ? રાણી ઝાંસી તમને પુછવા આવી હતી? કે લડવા જાઉં કે નહિ? શું ભારતના ઈતિહાસમાં રણ સ્ત્રીઓ નથી ખેલ્યા ?
ભારત એકમાત્ર એવો દેશ છે કે જેના ભગવાન એ દેવી અને દેવતા છે ,બહુ જૂની વાત છે પણ મોટી છે હજી પાશ્ચત્ય જગતમાં સ્ત્રી ને દેવી નથી ગણવામાં આવતી એક પણ પોપ સ્ત્રી નથી …આજદિન સુધી
હા રાણી ઘણી થઇ અને રાજ કરી ગઈ પણ ઈશ્વર નો દરજ્જો સ્ત્રીને નથી આપ્યો …
તમને થશે કે આ યાર ક્યાં આડા પાટે ગયો પણ યાર મેહણું તો મારવું પડે..
પોતાની જાત ને બહુ જ મુક્ત કેહાવડાવતી પશ્ચિમી સંસ્કૃતિને ક્યાંક તો અરીસો બતાડવો પડે ભાઈ …
સ્ત્રી દાક્ષીણય માં એકસમયે ભારતમાં બહુ મહત્વની વાત ગણાતી
યત્ર નારીય્ન્તું ….વાળી વાતનો તમામ રાજવંશો એ સ્વીકાર કર્યો હતો , અને શિખંડી ના સ્વરૂપમાં સમલૈંગિકતાનો .. હા મજાક હમેશા થર્ડ જેન્ડરની થતી અને થતી આવી છે પણ એનો કોઈ ઈલાજ નથી …
પણ સમલૈંગિક હોવાને કારણે કોઈ ને મારી નાખવો એ બધું ભાઈ …ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન માં જ થાય …
પારકી પીડા અત્યારે તો યુરોપે વોહરી છે હવે જોઈએ ક્યાં સુધી આ બધા શરણાર્થીઓને ઝાલી રાખે છે
કે પછી સીરિયાની લડાઈ રશિયા જોડે પતાવડાવી અને બધાને ઘરભેગા પાછા ધકેલે છે
હું અમેરિકાને જગત કાજી કે પોલીસ કહું છું અને રશિયાને જગત ગુંડો ,
જ્યાં કોર્ટની મર્યાદા પૂરી થાય ત્યાં ગુંડાઓનું કામ ચાલુ થાય અને ગમે તેવા કામ પોલીસથી ના પતે એવા કામ તો તો ગુંડાથી તો ચોક્કસ પતે …
શુભ રાત્રી
શૈશવ વોરા