અચાનક રોહીન્ગ્યા મુસલમાનો નો મુદ્દો ચર્ચામાં આવી ગયો, અને દેશી-વિદેશી મીડિયામાં ધમધમાટ થઇ ગયો,રોહીન્ગ્યાની દર્દ ભરી દાસ્તાનોની કલીપો ફરતી થઇ ગઈ..
ગરોળી જેવા મુખારવિંદ ધરવતા અને રોજ રાત્રે નવ વાગ્યે ટીવી પર આવી ને જાણે સુંદરકાંડનો પાઠ કરતા હોય એવી રીતે એક ધારું એક શ્વાસે બોલતા એવા શ્રી XXX કુમારે ફટાકડાની લુમો ફોડી..
શશી થરૂરે કીધું કે રોહીન્ગ્યાને કાઢી મુકવા એટલે આપણી સદીઓથી ચાલી આવતી શરણાગત વત્સલતા પરંપરાનું ઉલ્લંઘન..
સામે જવાબ આવ્યા કાશ્મીરી પંડીતો વખતે તમે ક્યાં ગયા હતા..?
નરેન્દ્રભાઈ એ ક્યારેક બયાન આપ્યું હતું કે ભારતીય મૂળ અને પરમ્પરા સાથે જોડાયેલો કોઇપણ સમાજ ભારત આવે તો એને માટે ભારતના દરવાજા ખુલ્લા છે..!
સવાલ ત્યાં આવે છે કે શરણાગતો માટે ભારતની કોઈ ચોક્કસ પોલીસી ખરી..?
કોને રાખવા, અને કોને તગેડી મુકવા, કે પછી કોને સીધી ગોળી જ મારી દેવી એ નક્કી કરવાનો હવે “હાઈ ટાઈમ” છે..
આઝાદી પછી નિરાશ્રીતોની સમસ્યા બહુ જ ગંભીર હતી, લાખ્ખોની સંખ્યામાં બંને બાજુ આવાગમન થયું ,અને એ આવાગમન લગભગ ૧૯૭૦ની સાલ સુધી ચાલુ રહ્યું, અને હજી પણ હેરાન પરેશાન હિંદુ ચાલીસ-પચાસના ધાડામાં પાકિસ્તાનથી રાજસ્થાન કે કચ્છ આશરો લેવા આવી ચડે છે..જેના બાપદાદા હિંદુ હતા અને જે લોકો અત્યારે પણ હિંદુ છે એ હિન્દુસ્તાનમાં આશરો માંગે તો આપવો કે નહિ..? પાકિસ્તાન અને બાંગ્લાદેશ તો પ્યોર ઇસ્લામિક કન્ટ્રી છે,ત્યાંથી બાકી બચેલા હિંદુઓ પાછા આવે તો શું કરવું ?
રાખવા જ પડે, પણ કમનસીબે બાંગ્લાદેશથી તો મુસલમાનોના પણ ધાડા ઉતરી આવે છે અને એને પણ રાખવા પડે છે..!
આજે ફેસબુકે યાદ કરાવ્યું કે એક વર્ષ પેહલા આજે જ મેં પેલા આયલન માટે બ્લોગ લખેલો (પેલો દરિયા કિનારે ખેંચાઈ આવેલો બાળક, જેનો ફોટો વાઈરલ થયો અને જર્મનીને શરણાગતો માટે દરવાજા ખોલવા પડ્યા હતા) અને ત્યારે મેં લાગણીમાં તણાઈને પાસપોર્ટ અને વિઝા વિનાની દુનિયાની વાત કરી હતી,પણ આજે એક વર્ષ પછી લાખ્ખોની સંખ્યામાં શરણાગતો યુરોપમાં આવ્યા અને પછી સખણા રહ્યા ? કેટલી વાર મોટા ” દૈ`ત” ખટારા નિર્દોષ યુરોપીયનો ઉપર ફરી ગયા ? અને યુરોપ કશું જ કરી શકતુ નથી,આપણે ત્યાં પણ કોંગ્રેસની કાયર સરકારો એ હિદુકુશ પર જેમ લાખ્ખોની સંખ્યામાં હિંદુઓ મર્યા એમ કાશ્મીરમાં મરવા દીધા..!!
ભારતની શરણાગત વત્સલતા ભારત ને સદીઓથી બહુ જ મોંઘી પડી છે, હિંદુકુશ થી લઈને મુંબઈ હુમલો આ બધુ જ આપણી શરણાગત વત્સલતાની બાય પ્રોડક્ટ છે..!
હવે આજે આઝાદી પછી સિત્તેર વર્ષે ખોંખારી ને કેહવા નો સમય છે કે ભાઈ અમે કેસ ટુ કેસ સ્ટડી કરીને શરણાગતો ને અમારા દેશમાં આવવા દઈશું..અમારી સરહદો હવે હરાયા ઢોરોને રખડવા માટેના ખેતરો નથી..
ઈતિહાસ ભણાવવામાં એટલે આવે છે કે ઈતિહાસમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન પ્રજા ના કરે પણ આપણે તો એવું જ માનીએ છીએ કે ઈતિહાસ તો રીપીટ જ થાય..!
કેટલીવાર માફી આપવી ? યુદ્ધ કરીને જીતેલી ભૂમિ મંત્રણાના ટેબલ પર છોડી દેવી, અને આપણી હારી ગયેલી જમીનના માથે તણખલું પણ નોહતું ઉગતું એવી વાહિયાત દલીલ કરવી..
રોહીન્ગ્યા નો ટ્રેક રેકોર્ડ બહુ ખરાબ છે એવું દરેકે દરેક મીડિયા એને કન્ફર્મ કરે છે, દુનિયાનો કોઈ દેશ એમને સ્વીકારવા તૈયાર નથી એવું કેહવાય છે કે સાઉદી ના રૂપિયે એ લોકો “જંગ” લડી રહ્યા છે..અને ખરેખર એવું જ હોય તો એ બધાને બે પાંચ સાત મોટા જહાજ ભરી ને જોડે આઇએનેસ ગોદાવરીનું એસ્કોર્ટ આપીને છેક સાઉદી સુધી મુકવાની “માણસાઈ” આપડે દેખાડવી જોઈએ..
આપણી સુજલામ સુફલામ ધરતી ઉપર સદીઓથી ભેલાણ થતા આવ્યા છે હવે એ લોકોને સેહજ કાળા સોનાની ધરતીને પણ સ્વાદ ચખાડવાની જરૂર છે,કારણ એટલું જ કે કો`ક ના ઘરમાં પલીતા ચાંપો છો અને બળવા કરાવો છો તો એ પ્રજા ને થોડી તમે પણ જીરવો..
લગભગ અડધું ભારત આવા રોહીન્ગ્યા અને માણસાઈને આગળ રાખીને આપણે ગુમાવી ચુક્યા છીએ, હજી કેટલી જમીનો છોડી દેવી છે..? ગંધારથી રંગુન અને લાહ્સા થી લંકા ટોટલ મારો બાકી કેટલું બચ્યું ?
અહિંસક બુદ્ધના અનુયાયી બર્મીઝ પણ જો એમને ઠોકી ઘાલતા હોય તો આપણે વળી સેક્યુલર થવાની ક્યા જરૂર છે..?
ગઈકાલે નરેન્દ્ર મોદી બાદશાહ બહાદુરશાહ ઝફરની મઝારે જઈ આવ્યા,બાબરથી બહાદુરશાહ ઝફર કેટલી બધી પેઢીઓ ગઈ મુલ્કને મોહબત કરવામાં..!
આક્રાન્તા તરીકે આવેલો બાબર, કેહવાતો સમભાવ દેખાડી અને અર્વાચીન ભારતના ઈતિહાસનું સૌથી મોટું વટાળ પ્રવૃત્તિ નું કામ કરનારા જલાલુદ્દીન, પત્થરોને પ્રેમ કરનારા શાહેજહાં, મદિરામાં રત રહેલા એમના પિતાશ્રી અને તલવારની ધારે હિન્દુસ્તાનનું ઓરીજીનલ બચ્યું કુચ્યું જ્ઞાનને બાળી મુકનારા સૌથી વધુ સમય તખ્ત પર બિરાજેલા ઔરંગઝેબ..અને પછી બે બીજા ઘરડા ઘરડા ઝીલ્લે ઇલાહી..આટલી સફર પૂરી થઇ પછી સાંભળવા મળ્યું “ ન કિસી કી આંખ ક નૂર હું ન કિસી કે દિલ કા કરાર,જો કિસી કે કામ ન આ સકે વો એક મુશ્તેગુબાર (એક મુઠ્ઠી રાખ) હું..!!”
“બહાર” થી આવેલાની “ખૂબી” હોય છે કે તમને કહી દે કે સદીઓથી તમે જે કરતા આવ્યા હતા એ બધું ખોટું છે,અને જુઓ હવે અમે કહીએ તેમ કરો..!
લ્યો કર લો બાત..!
અને હા ઉપરથી ધમકી પણ આવે કે જો તમે અમારું કીધુ નહી કરો તો અમે તમને ઢીશકાંઉ … !! ગોળી મારી દઈશું..!
આટલી ઘો ઘરમાં ઘાલી એને સીધી કરતા તો દમ નીકળે છે,તો રોહીન્ગ્યા જેવા સાપ ઘરમાં ઘાલવાની ક્યાં જરૂર છે..!
બધા જ બહારથી આવેલા દૂધમાં સાકર નથી હોતા..!
આજે આટલું જ
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા