હવે તો સહી પણ આપડી અને સિક્કો પણ આ
પડો..
એક સિચ્યુએશનની કલ્પના હતી કે “સહી” પણ આપણી મરજીથી થાય અને “સિક્કો” પણ આપણે જ મારી દઈએ..લ્યો આવી ગઈ એવી પરિસ્થિતિ..!
હવે કોઈ “સળંગ ડાહ્યા” ને એમ થાય કે રાષ્ટ્રપતિ માટે આવું ના બોલાય કે લખાય..અલ્યા હું કઈ પેહલીવાર આવું લખનારો છું..?
“રબરસ્ટેમ્પ” એ તો રાષ્ટ્રપતિનું બીજું “નામ” છે, “ઉપનામ” નહિ..!
અને એ પદ પર બેઠેલા લોકોએ એવા કારસ્તાન કર્યા કે આખે આખું પદ “રબરસ્ટેમ્પ” તરીકે વગોવાઈ ગયું..
અડધી રાત્રે કટોકટીના કાળા કાયદા ઉપર સિક્કો ના માર્યો હોત તો આટલું બધું ના લખવું પડતે મારે..!
અને “રબરસ્ટેમ્પ”નું ગુજરાતી “સિક્કો” જ થાય ભઈલા..!
રાષ્ટ્રપતિના ઈલેક્શન વખતે કેટલાક સળંગ ડાહ્યાઓએ ચર્ચા છેડી કે રાષ્ટ્રપતિના પદ ને જાતિગત રાજકારણથી દુર રાખવું જોઈએ એમને એમની જાતી કે ધર્મથી દૂર રાખવા જોઈએ..!
અહો આશ્ચર્યમ..!
ભારતવર્ષમાં બાળક જન્મે ત્યારે બર્થ સર્ટીફીકેટ મળે અને “મુનીસીટાપલી” જનમ નો દાખલો આપે છે અને ભારતીય મરે ત્યારે મરણનો દાખલો આપે છે એમાં જાતિ ધર્મ હોય છે કે નહિ ..?
માણસ જન્મે કે મરે, ત્યારે છેકે છેક સુધી તમારે જાતી અને ધર્મ જોડી રાખવો છે અને હવે અચાનક રાષ્ટ્રપતિને એ બધામાંથી દુર રાખવા છે..!
અત્યાર સુધીના જન્નતમાં ગયેલા કે સ્વર્ગે ગયેલા કે પછી બીજી ભાષામાં કહું તો દાટેલા કે બાળી મુકેલા તમામ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના મરણના દાખલા શોધો એમાં એમની જાતી કે ધરમ ની બદલે “ભારતીય” એટલું લખેલું છે ? શું એમાં એમની જાતી કે ધરમનો ઉલ્લેખ નથી ?
આપણે તો જાતી અને ધરમને દરેક વખતે સર્વોપરી રાખ્યા છે અને કદાચ છેલ્લી બાર તેર સદીઓ થી ટકેલા આપણા અસ્તિત્વ માટે “જવાબદાર” પણ આ જાતી અને ધરમ છે..!
બધું નવું નવું લાગે જ્યારે કોઈ આવી વાતો લખે ત્યારે..
પણ હવે એક છેલ્લું તીર મારવાનું બાકી છે વેંકૈયા નાયડુને ઉપરાષ્ટ્રપતિ પદે બેસાડી દઈએ એટલે વાર્તા પૂરી થાય ભારતના ૧૮ રાજ્યોમાં એનડીએની સરકાર થઇ ગઈ છે..
રાજ્યસભામાં પણ ધીમે ધીમે બહુમતી આવી જશે, હવે રાહ એટલી જ જોવાની કે ફરી બંધારણ સભા ક્યારે ગઠિત થશે..?
બ્રિટીશ સંસદીય માળખું બદલી અને અમેરિકન પ્રેસીડેન્શીયલ માળખું કયારે દેશ અપનાવશે..?
કદાચ ૨૦૧૯માં આપણે છેલ્લીવાર આપણા સંસદ સભ્યોની ચુંટણીમાં મત આપીશું..!
હું પેહલા પણ લખી ચુક્યો છું કે યુપીનું આ છેલ્લું ઈલેક્શન હતું અને હવે જેવી યુપીની સાફસૂફી પૂરી થઇ કે તરત જ યુપીનું વિઘટન કરવામાં આવશે..!
બસ બિલકુલ એમ જ લોકસભા માટેનું ૨૦૧૯ એ છેલ્લું ઈલેકશન હશે, ઘણી બધી વિસંગતતાઓથી ભરેલુ ભારતનું બંધારણ ધરમૂળથી બદલાશે એવું લાગી રહ્યું છે અને એ સેહજ પણ ખોટું નથી..
માઈન્ડસેટનું ડીકોલોનાઈઝેશન થવું અને જોડે જોડે સીસ્ટમનું પણ ડી
કોલોનાઈઝેશન થવું એટલું જ જરૂરી છે..!
ભારત હજારો વર્ષોથી પોતાના વણલખ્યા કાયદા,રીત,રીવાજોથી ચાલતું આવ્યું છે, બ્રિટીશ બંધારણ કે આજનું આપણું બંધારણ ભારતીય જીવનશૈલી ઉપર બહુ ફેર કે પ્રભાવ નાખી શક્યું નથી..!
વાત કરીએ યુપી કે બિહારની,
અરે હા હવે તો ગુજરાતને પણ એની લાઈનમાં જ લેવું પડે જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોએ પાટલી બદલી અને બધાને ઝાલીને બેંગલોર તાણી ગયા એ રીતે આપણે પણ હવે યુપી બિહારની લાઈનમાં જ આવી ગયા છીએ..!
ઘણા દિવસથી ઈચ્છા થતી હતી કે ગુજરાતના રાજકારણ ઉપર કૈક લખુ..કોંગ્રેસના બેંગ્લોરમાં પુરાયેલા ધારાસભ્યોની પ્રેસ થઇ અને આજે ઇન્કમટેક્ષની રેડ થઇ..!
ક્યારેક શરમ આવે કે આ બધું શું છે ? જો કે આ પેહલીવારની શરમ નથી ખજુરાહો અને ચીમન પટેલની સરકારો વખતે પણ શરમ આવેલી જ..!
એક સવાલ એવો આવે કે દર પાંચ વર્ષે નવા આવતા ૧૮૨ લોકો નીતિમત્તાનો કોઈ આદર્શ લોકો સામે મૂકી શક્યા કેમ નહિ..? યુપી અને બિહાર કે આંધ્ર અને તામીલનાડુ ની જેમ જ “હલકી” રાજનીતિઓ આપણે ત્યાં પણ રમાવાની ..?
કોંગ્રેસના પાપ ઘણા છે જુના અને નવા, પણ હવે તો કોંગ્રેસીઓને યાદ પણ નહિ હોય કે કેટલા પાપ એમણે કર્યા છે ..
બેક ટુ આપણા રીતરીવાજો અને એનાથી ચલાવેલી આપણે આપણી રાજનીતિ અને રાજકીય વ્યહવાર..સદીઓ થી ભારતમાં કોઈ લિખિત બંધારણ ક્યારેય રહ્યું નથી અને બ્રિટનનું બંધારણ પણ હજી પૂરું લખાઈ નથી રહ્યું અને કોઈ લિખિત બંધારણ બ્રિટનમાં આજે પણ નથી..!
તો આપણે આપણા બંધારણને આઈપીસી ૧ થી લઈને ૪૦૦ સુધીમાં બાંધી લેવાની ક્યા જરૂર હતી અને જેવું આપણે બંધારણને બ્નાધ્યું કે એના શબ્દો સાથે રમત થવાની ચાલુ થઇ ગઈ અને એક આખી ઠગ અને પીંઢાંરાની જમાત ઉભી થઇ ગઈ જે બંધારણના શબ્દો સાથે રમત રમી અને બંધારણની મૂળ ભાવના ને તદ્દન ફેરવી નાખે..
આવી ઘટનાનું સૌથી મોટું ઉદાહરણ એટલે બંધારણમાં “સેક્યુલર” શબ્દનું નાખવું, આપણી બંધારણ સભા તો બહુ સારી રીતે જાણતી હતી કે આપણે દરેક સંસ્કૃતિની સારી વસ્તુને સ્વીકારતા આવ્યા છીએ અને વય્ક્તિઓને પણ ..
પરંતુ એક જમાનામાં વટલાયેલી કોંગ્રેસના કોંગ્રેસીઓને શબ્દો જોડે રમવાનું મન થયું (અને મન “એમનેમ” તો કોઈને થાય નહિ ) એટલે સેક્યુલર શબ્દ બંધારણમાં પાછળથી ઘાલી દીધો..
હવે ફરી એકવાર સમય છે કે રાષ્ટ્રપતિ નામનો “શબ્દ” અને “હોદ્દો” કાઢી અને “રાષ્ટ્રપ્રમુખ” શબ્દ લાવી અને બધી જ સત્તાને રાષ્ટ્રપ્રમુખ પાસે ટ્રાન્સફર કરો અને જનતાના સીધા મતથી રાષ્ટ્રપ્રમુખની ચુંટણી થાય એવા ફેરફાર ગોઠવો જેથી ૨૦૨૪માં નરેન્દ્ર મોદી ભારતના પેહલા રાષ્ટ્રપ્રમુખ થાય..!
અને રહી વાત જાતી અને ધરમની તો આપણે ધરમ અને જાતીને ઇસ્લામના આક્રમણની પેહલાની અવસ્થામાં લઇ જવાનો સમય છે..
રામાયણ અને મહાભારત ના રચૈતા દલિત હતા જો આજની જાતી વ્યવસ્થાનને લક્ષમાં લેવા આવે તો …!
મહર્ષિ વેદ વ્યાસ જેના વીર્યથી કુરુવંશ આગળ ચાલ્યો એ દલિત અને મહર્ષિ વાલ્મીકી દલિત..!!
સાલું આ બે ગ્રન્થ આપણે કાઢી નાખો તો જીવનમાં બચે શું ?
જરૂર છે પેહલા લખ્યું તેમ ઇસ્લામના આગમન પેહલાની સમાજવ્યવસ્થાની અને વણલખ્યા બંધારણની..
જોઈએ હવે આગળ શું થાય છે
શુભ રાત્રી
શૈશવ વોરા