સાહિત્યકારો દે ધનધાન એવોર્ડો પાછા આપી રહ્યા છે , કોલેજીયમ ને યથવાત રાખ્યું સુપ્રીમ કોર્ટે ..
ક્યાં માર્ગે સરકાર જી રહી છે ? શું ખરેખર જે ભયાનકતા અને બિહામણું ચિત્ર બતાડવામાં આવી રહ્યું છે એમાંનું કશું છે કે પછી રાઈ ના પર્વત છે ? કે પછી રાજકારણ છે ?
સંઘ તો ખુલીને બોલે છે કે આ સાહિત્યકારો સામ્યવાદીઓના હાથા બન્યા છે અને આ બધા ધંધા કરે છે , અને સાહિત્યકારો પાસે કરાવે છે ,આમ તો સંઘ અને સામ્યવાદીઓ વર્ષોથી આમને સામને છે , પણ એવું કહી શકાય કે કેડર બેઇઝ પાર્ટી ભારતમાં બે એક સંઘ અને બીજું સામ્યવાદીઓ બાકી બધા એકહથ્થુ કે એક પરિવારથી ચાલતા પક્ષો ..
હવે સાહિત્યકારો જે રીતે દાદરી નો મામલો પકડીને બેઠા છે એ પણ કઈક વધારે પડતું હોય એવું લાગે છે ..
સંવેદનશીલ હોવું અને બતાડવું , અને સંવેદનશીલ ના હોઈએ છતાં પણ સંવેદના બતાડવી એ બધામાં બહુ મોટો ફરક છે , આપણે સામાન્ય માણસો તો બિચારા એવું માની લઈએ છીએ કે ભાઈ કલાકારો સાહિત્યકારો આ બધા ખુબ સંવેદનાઓથી ભરેલા હોય છે .. અને એમના વાણી વર્તન પણ એ જ પ્રકારના હોય છે, સંવેદના અને સહિષ્ણુતાથી ભરપુર … દાખલો લેવો હોય તો આમીરખાનનો લઈ શકાય …
મારો વાલીડો કેવા બોર બોર આસુંડે રડતો તો ટીવી પર તો ,જાણે એના પર જ દુઃખના પડ્યું હોય.. ઘરમાં બેસીને ટીવી જોતા બૈરા તો ગાંડા ગાંડા થઇ જાય કે જુવો કેવો રડે છે એ..!! અને તમે ..? આખો દિવસ ઘાંટા પડ્યા સિવાય કઈ કરતા નથી ..!! આ લાવ ને પેલું લાવ .. તમે પુરુષો તો ઘરમાં સારા જ નહિ.. છેક ત્યાં આવીને પતે…
આ “બિચારા” એકતા કપૂરની સીરીયલો જોતા લેડીઝો ..એમ જ મને કે આ અમીરખાન નામના ભાઈ તો એમની બાયડીને ચા ,નાસ્તો અને જમવાનું બનાવી આપી અને ઘેરથી નીકળતા હશે…
બસ સાહિત્યકારોમાં પણ આવું જ કઈ ક દેખાય છે …કોઈ કારણ વિનાના બધા મંડી પડ્યા છે અત્યારે જે પરિસ્થિતિ છે એના કરતા તો કટોકટીમાં હજાર ગણી ખરાબ પરિસ્થિતિ હતી અને કઈ કેટલાય રમખાણો થયા છે ભારત દેશમાં પણ ..
આ તો બધી એવી વાતો છે કે દ્રૌપદીના ચીરહરણનો પ્રયત્ન થયો ત્યારે નરેન્દ્ર મોદી ક્યાં હતા એ વિશે એ કેમ મૌન છે ? બસ ના કેમ બોલે ?
અલ્યા ગોધરાકાંડ માટે તમે એમને પૂછો તો બરાબર છે પણ દાદરી તો યુપીમાં છે ..! પૂછો ત્યાના મુખ્યમંત્રીને..
હું કોઈ બહુ મોટો સમર્થક નથી નરેન્દ્ર મોદીનો ,પણ ખોટું બધું નરેન્દ્ર મોદીનું અને સાચું બધું કોંગ્રેસનું એ વાત ના ચાલે …
ઘણી વાર નરેન્દ્ર મોદી પણ ખોટું બોલી કાઢે છે એમાં ના નહિ .. પેલું અમેરિકામાં ભારતની ઈકોનોમી સાત ટ્રીલીયન ડોલરની કરી નાખી હતી એમ ..પણ બાકી એવું કઈ બહુ મોટું ખોટું થયું હોય એવું ઉપરથી તો નથી દેખાતું ..છેલ્લા વર્ષમાં ભ્રષ્ટાચારનું એકપણ કૌભાંડ નરેન્દ્ર મોદીની સરકારમાં બહાર નથી આવ્યું..!!!દાદ તો આપવી પડે યારો ..બેક ટુ સાહિત્યકારો
હા સાહિત્યકાર નામની મોટી જમાતમાં કોઈક વિકૃત જમાત પણ હોઈ શકે અને એને દબાવી પડે તો દબાવી પડે …જોકે સાહિત્ય પરિષદ કે ક્રિકેટ બધી જગ્યાએ રાજકારણીઓ પૂરે પુરા ઘુસેલા છે અને દરેક એસોશિયન કે સંઘ કે પછી પરિષદમાં હવે ભાજપ પોતના માણસ ઘુસાડવાનું અને એ જુના ચડી વાગેલા છાપેલા કાટલાં ને નડવાનું ..
સાહિત્ય કલા કે રમત બધે રાજકારણીના ઓળખીતા પાળખીતાની ફોજો બેઠી છે ..એટલે આ પાછા અપાતા એવોર્ડોમાં કેટલા કોઈ લાગવગને લીધે આ એવોર્ડ લઇ ગયા હતા અને કેટલા ખરેખર લાયક હતા આ એવોર્ડને એ નક્કી કરવું જરૂરી છે ..
રહી વાત કોલેજીયમની ન્યાયતંત્રમાં આ કોલેજીયમની જરૂર નથી..! ન્યાયાધીશો હજી પણ એકવીસમી સદીમાં પણ અઢારમી સદીમાં જેમ ન્યાય તોળતા એમ તોલે છે ,ધીમો ધીમો રગશિયા ગાડે …
પેહલા પણ લખી ગયો છું એમ મોડો ન્યાય મળે એના કરતા ના મળે એ વધારે સારું , કોલેજીયમ ગયું હોત તો સરકાર એકાદો દંડો મારી શકતે આ લોકતંત્રના ત્રીજા સ્તંભને ..!ભય સ્થાન છે કોઈ સરમુખત્યાર ચડી બેસે તો આ તંત્ર પેહલું મરે .. પણ ..આજ ની પરિસ્થિતિમાં દસ વર્ષતો લાકડીઓ મારી મારીને કામ કરાવવું પડે એમ છે …
સુપ્રીમ કોર્ટનું આ ડીસીશન પણ મને ના ગમ્યું …
હું તો ઈચ્છું છું કે નરેન્દ્ર મોદી સરમુખત્યાર બને …જે રીતે સીસ્ટમ તમામ લેવલે કોલેપ્સ થઇ ગઈ છે એને બેઠી કરવા માટે એક ભયાનક શોકની જરૂર છે..
આજે કોઈ ને એમ થશે કે હું નરેન્દ્ર મોદી પર વારી ગયો છું ..પણ છેક સાવ એવું નથી
દરેક વ્યક્તિ દરેક જગ્યાએ સાચો નથી હોતો એમ ખોટો પણ નથી હોતો
ફરી ક્યારેક ગાળો આપશું બસ
શુભ રાત્રી