મિંયા પરવેઝ મુશરફ ને સજા એ મૌત નું ફરમાન આવ્યું..!!
આપણી નજરે જોઈએ તો થીયરી ઓફ કર્મ કામ કરી ગઈ ,
તેરા કિયા આગે આયેગા ..
કારગીલના ગુન્હેગાર ને એના જ સાગરીતો એ મોતની સજા નું ફરમાન કર્યું..!!
યુનિવર્સીટીયા એ વોટ્સ એપ ઉપર જ્ઞાન મળ્યું હતું કે મહમદ અલી ઝીણા ક્યાંક બોલ્યા હતા કે એક સ્ટેટ તરીકે પાકિસ્તાન નિષ્ફળ સાબિત થાય તો એની ઉપર સાથી પેહલા ભારત નો હક્ક બનશે..!!!
એની માં ને આનાથી મોટો કયો પુરાવો હવે ફેઈલ સ્ટેટ સાબિત કરવાનો રહ્યો ?
ઇસ્લામાબાદના સિંહાસન પરથી ઉતરેલા બધાને કોઈને કોઈ રીતે મોત ને ઘાટ ઉતાર્યા છે અને એ પણ બંધુકે, બોમ્બથી નહિ તો ફાંસીના માંચડે ..
સત્તા નું હસ્તાંતરણ ક્યારેય શંતિથી થયું નથી તો પછી શેના સ્ટેટ તરીકે તમે સફળ કેહ્વાવ ?
લઇ જ પાડો એન્ની માં ને સાહેબ..!!
ઝીણા જ કહીને ગયા છે..!
ક્યાંક સર્વે વાંચ્યો હતો કે દુનિયાભરમાં રેડીકલ ૨૫ ટકા છે ,પણ પાકિસ્તાનમાં એશી ટકા ઉપર છે..!!
*રેડીકલનું ગુજરાતી કરવું હોય તો ઉદ્દામવાદી થાય જેને લોકતાંત્રિક પ્રક્રિયામાં વિશ્વાસ નથી પણ બોમ્બ બંધુકમાં વિશ્વાસ છે પણ હજી સુધી એ હાથમાં ઉપાડ્યા નથી એને ઉદ્દામવાદી કેહવાય ,અને એકવાર ઉપાડી લ્યે પછી એને આતંકવાદી કેહવાય..!*
પાકિસ્તાની કોર્ટના આ ચુકાદા પછી ભારતે ઘણું સમજવાનું અને શીખવાનું છે ,
સિત્તેર વર્ષથી લગભગ એક સીસ્ટમ ને સાથે રાખી ને આપણે ચાલી રહ્યા છે અને સત્તા ના હસ્તાંતરણ વખતે રાજરમત રમતા રમતા શરમ નામની વસ્તુ નેવે મુકાઈ જાય છે પણ બંધુક કે બોમ્બ ક્યારેય સત્તાના હસ્તાંતરણ વખતે ભારત દેશમાં વપરાયા નથી..
એક વાર કટોકટી નખાઇ ગઈ હતી પણ એના પછી આજ સુધી કોઈએ એવી ભૂલ ફરી કરી નથી ..
આજે સીટીઝન એમેન્ડમેન્ડ એકટ નો વિરોધ કરવા જે પ્રજા બાહર નીકળી છે એ તદ્દન ખોટી છે , પાકિસ્તાન ,બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનથી આવતા ઇસ્લામિક લોકો ને આપણે દસ ગળણે ગળી ને ભારતમાં લેવા પડે તેમ છે ,
દુનિયા આખી જાણે છે કે ત્યાં રેડીકલાઈઝેશન હાઈએસ્ટ છે અને એના કારણે ઈનફેક્ટટેડ રેડીકલ ઘૂસે તો અહિયાં અંદર વધારે તકલીફ થાય તેમ છે અને બીજું કારણ સરકારે છડે ચોક આપ્યું છે કે એમનો રાજધર્મ ઇસ્લામ છે તો પછી ત્યાં ઇસ્લામિક લોકો ને વળી શેની હેરાનગતિ ?
સરકાર આ મુદ્દે ઘણી સાચી છે અને વિરોધ બિલકુલ ખોટ્ટો થઇ રહ્યો છે ,
હજી થોડીક સદી પેહલા ખૈબરઘાટ ઉતરી ને જે ધાડેધાડા આવ્યા અને ભારતીય સંસ્કૃતિ ને તેહસ નેહસ કરી મૂકી છે એ પ્રજા આ જ લોકોના પૂર્વજ હતા..
ઉદાહરણ ..તક્ષશિલા ,નાલંદા વગેરે વગેરે ..
છેક બાદશાહ બહાદુરશાહ ઝફર સુધી પોહ્ચ્યા પછી મુલક પોતાનો લાગ્યો છે અને એ “પોતાનાપણું” પણ લાંબુ ના ચાલ્યું ઈતિહાસ ની સાપેક્ષમાં જોઈએ તો ટુ નેશન થીયરી બહુ જ ટૂંકા સમયમાં અમલમાં મૂકી દેવામાં આવી અને હિન્દોસ્તાન ના ભાગલા થયા..!!
પોતાના હિસ્સાની જમીન લઇ અને પોતાના ભાઈ ને આપી અને ફરી એકવાર ભારત ના ટુકડા કરવા અહિયાં આવી રહ્યા છે એવી શંકા થાય તો એમાં પણ કઈ ખોટું નથી..
બધા અજમલ આમીર કસાબ નથી હોતા, પણ હોય છે એ પણ હકીકત છે..!!
બાબાસાહેબ આંબેડકરના બનાવેલા બંધારણની દુહાઈ દેવાય છે ,
*મને એ નથી સમજાતું કે આ સરકારમાં બેઠેલા વિદ્વાનો કેમ ભૂલી ગયા છે કે માનનીય બાબાસાહેબ આંબેડકરના બનાવેલા બંધારણમાં `સેક્યુલર` શબ્દ જ નોહ્તો ..*
આ `સેક્યુલર` શબ્દ સવાયા કોન્ગ્રસી ઓ ભેગા થઇ ને પાછળથી પ્રેક્ટીકલી ઘાલ્યો છે..
હવે અત્યારે જ્યારે આ બધું બાબાસાહેબ નું નામ લઈને રોડ ઉપર નીકળ્યું જ છે તો પછી એમણે જે બંધારણ ઓરીજીનલ સેક્યુલર શબ્દ વિનાનું હતું એવું પાછું કરી નાખો..!!
રાહ કોની જોવાઈ રહી છે ??????
શબ્દો પકડી પકડી ને જે રમતો રમાઈ રહી છે તો એને શબ્દોથી જ મ્હાત આપવી રહી..!!
વગર જોઈતા ભય દેખાડી અને ઉશ્કેરણીઓ થઇ રહી છે ,એક સાદી બુધ્ધીથી પણ વિચારીએ કે પ્રજા ના એક મોટા ભાગ ને નાગરિકતાથી વંચિત કરી અને તડીપાર કરવાની કોશિશ કોઈપણ સરકાર કરે તો આજે ભારત સરકાર પાસે એમને તડીપાર કરવા જેટલા પણ સંસાધન છે ખરા ?
અશક્ય વસ્તુ છે..
આજે ભારતમાં હિંદુ મુસલમાન મગ ચોખા ની જેમ ભળી ચુક્યા છે થોડાક કાંકરા ને બાદ કરતા ,અને એને છુટા પાડવા એટલે લગભગ એક સદી નો સંઘર્ષ જોઈએ અને એ સંઘર્ષ આજ ની પેઢી કરી શકે તેમ છે જ નહિ..
મોબાઈલ ઉપર મચી રહેલી પ્રજા સાચુકલી જિંદગીમાં મોટ્ટેથી એક બુમ મારવા ને પણ સક્ષમ નથી રહી , ગમે તેટલા મોટા આંદોલનમાં હવે હજાર બે હજાર દસ હજારની વસ્તી માંડ ભેગી થાય છે ,બે પાંચ લાખ ભેગા કરવા તો મોટા મોટા આયોજનો કરવા પડે અને એના માટે જબરજસ્ત પોલીટીકલ સપોર્ટ જોઈએ રૂપિયા જોઈએ..!!
ધીમે ધીમે એવા ખેલ કરવા અઘરા થતા જાય છે ,અને સારી વાત એ પણ છે કે પોલીટીકલ પાર્ટીઓ ને હવે મત ની બીક લાગે છે કે જનતા ને વધારે નારાજ કરીશું તો સીધી અસર વોટીંગ ઉપર આવશે ..એટલે કોઈ એ જરાક પણ ડરવાની જરૂર નથી..!
પણ હવે પછી તો રેડીકલ ને ભારતથી દૂર રાખવા અને જે લોકો ના બાપદાદા એક્વખત ભાગ લઇ ગયા છે એ બધા ને અહિયાં ફરી પાછા આવતા રોકવા જ રહ્યા..!
અને `સેક્યુલર` શબ્દ ને પણ બને તેટલો ઝડપથી બંધારણમાંથી કાઢવો જ રહ્યો..
બંધારણ સભામાંની ચર્ચા નું રાજ્યસભા ટીવી ઉપર નાટ્ય રૂપાંતર જોયું હતું અને એમાં સ્પષ્ટ વાત હતી કે ભારત નવા લોકો .વિચાર ,ખાન ,પાન ,પેહરવેશ બધાને સ્વીકારતું આવ્યું છે અને સ્વીકારતું રેહશે..
*સ્વીકાર એ ભારતના સંસ્કારમાં વસેલો છે, ભારત ની પ્રકૃતિમાં છે, માટે કોઇપણ રીતે આપણે સેક્યુલર જેવા શબ્દની જરૂર જ નથી આપણા બંધારણમાં ..*
*આજે આ સેક્યુલર શબ્દ ને વાપરી અને આ લોકો એ ભારત ની દરેકના સ્વીકારની ભાવના ને નાની કરી મૂકી છે..*
વિચારજો ..
સવારે ઉઠી ને ટુથપેસ્ટ ઘસો છો એ કોની ? અમેરિકા ની
ચા કોની ? ચીન દેશ ની ..
લીસ્ટ બનાવો કેટલું બધું કોનું કોનું હોંશે હોંશે સ્વીકારી અને જીવીએ છીએ ..
લેટેસ્ટમાં પિત્ઝા થાઈ ,લેબેનીઝ ,જાપાનીઝ કેટલું કેટલું સ્વીકાર્યું ..?
અને નખ્ખોદિયા પાકિસ્તાને શું સ્વીકાર્યું ?
બોમ્બ ,બંધુક ને ફાંસી નો માંચડો..ફૂટે નહિ એવો અણુબોમ્બ ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*