સલમાનખાન ના ટ્વીટસ …
શું હતું એ ગતકડું ..? કેમ કરવું પડ્યું અને પછી નાના છોકરાની જેમ એમ કેમ કેહવું પડ્યું “માલા પપ્પા એ તીધું એતલે મેં તો તોલી (સોરી) તીધુ (કીધું) બાતી(બાકી) તો હું તોઈ ને તોલી ના તઉ ..હા … હું તોન(કોણ) થું થબર થે ? ભાઈ થું ભાઈ …”
આવું કઈક થયું સલમાનના ટ્વીટ કર્યા પછી સલમાન જોડે … લખતા તો બેજવાબદારીપૂર્વક લખાઈ ગયું પણ પછી હોબાળો મચ્યો .. મારા થોડાક સવાલો , અને આ ટ્વીટ પાછળ કઈ સોચી સમજી ચાલ કે પછી , અનાડી કા ખેલ હૈ , ખેલ કા સત્યાનાશ ..
પેહલો સવાલ એ કે યાકુબ મેમણ જોડેની હમદર્દી બતાડવી કેમ પડી ..??
બજરંગી ભાઈજાનને પ્રમોટ કરવાનો ખેલ ..?
જુના કોઈ અન્ડરવર્લ્ડના એહસાનનો બદલો ચુકવવા ..?
પોતે કરેલી કોઈ ભૂલને છુપાવવા ?કે
પોતની ઉપર ચાલતા કેસની સુનાવણી સજા પર આવી છે અને સંજય દતની જેમ જવું ના પડે એટલે?
કે કોઈ એક ચોક્કસ વર્ગની સહાનુભુતિ એકઠી કરવાની અત્યારથી તૈયારી ..?
જેથી સમય આવ્યે સરકાર કે કોર્ટ પર પરોક્ષ રીતે દબાણ લાવી શકાય ..??
ભારતના ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી ?
હું હિન્દોસ્તાનનો વલીએહદ(રાજકુમાર) છું..? મને કોઈ કેહનાર નથી ..
પોતાની જાતને સવાયો મુસલમાન સાબિત કરવો છે ..? કે
નવાઝ શરીફ ને વિનંતી કરીને પોતાની જાતને દોઢો હિન્દુસ્તાની સાબિત કરવાનો પ્રયત્ન .? કે પછી
મારું તો પાકિસ્તાન અને હિન્દુસ્તાન બધે ઉપજે સરહદો મને ના નડે ..
સુપ્રીમ કોર્ટ એ વળી કોણ ..?
એક પછી એક કરાયેલા ટ્વીટસ બહુ સાયકો એનાલીસીસ માંગે એવા હતા, અને ઉપરથી પેલા મુંબઈના બુદ્ધિજીવીઓ ,સોરી અક્કલમઠા ૩૦૦ બેવકૂફો આવેદનપત્ર આપે ,યાકુબ મેમણને ફાંસી ના આપો .. કેમ ભાઈ તમે પણ એમના રૂપિયે જલસા કર્યા હતા ..??
બોલીવુડ અને અન્ડરવર્લ્ડના કનેક્શન હવે છાના નથી , અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં બોલીવુડની ઘણી બધી હસ્તીઓના નામ વાર તેહવારે ઉછાળ્યા , કોઈ ભરાયું અને કોઈ આબાદ છટકી ગયા , ટાઈગર હાથમાં ના આવ્યો અને કદાચ આ જીવનમાં હાથમાં પણ નહિ આવે ,હવે અત્યારે ટાઈગર મેમણને બિલ્લી કહો કે ચુહો શું ફેર પડે ? હવે એ જ્યાં સંતાયો હશે ત્યાં જ સંતાયેલો રેહવાનો, એનો જન્મારો જ્યાં હશે ત્યાં જ પૂરો કરવાનો.
દાઉદે છડે ચોક એની દીકરીના લગ્ન જાવેદ મિયાદાદના છોકરા વેરે કર્યા … શું તોડી લીધું ..?? મારવુ હતું ને એક મિસાઈલ ..!! એબેટાબાદની જેમ ઓપરેશન કરી ને ઝાલાવો તો ને ..!!!
કશું જ શક્ય નથી , સહનશીલતા એ આ દેશની રગ રગમાં ફરે છે , ક્ષમા વીરય્સ ભૂષણમ … બસ ક્ષમા કર્યા જ કરો …બજરંગી ભાઈજાન કરોડોનો ધંધો કર્યા જ કરશે …બે ને ટાયર નીચે કચરી મારો અને ચારને સ્કુલની ફી ભરીને ભણાવો , તો બે ને માર્યા નું પાપ માફ .. તમે દિલાવર થઇ જશો ….ગૌતમ બુધ્ધ …કે વાલ્મીકી ઋષિ ..??
પાકિસ્તાનના છોકરા તમતમારે છેક ગિલગીટ મુકવા જજો …અને છેલ્લે મામા બનજો , એક પણ કલીપનું કે સીનનું શુટિંગ ગિલગીટમાં કર્યું ..?? કેમ ..?? શરીફ સાહેબને કેહવું તું ને ..??
બધું એમનું જ છે ને …!! આપણે તો સિયાચીન પરથી દૂરબીનમાંથી જોયા જ કરવાનું છે ..!!
ભારતના મુસલમાન ,અને મુસ્લિમ નેતા ,અભિનેતા આ બધામાં એક વર્ગ એવો છે કે હંમેશા સુતી વખતે માથું મુકે છે મક્કા તરફ અને ઉઠી ને જોવે પાકિસ્તાન તરફ…!!!
ક્યારેક ક્યારેક આ લોકોએ આ બે પાકિસ્તાની વિચારક ,પત્રકાર શ્રી તારક ફત્તાહ કે શ્રી હસન નિસ્સારને સંભાળવા જેવા છે ..
હિન્દુસ્તાનના મોગલથી લઇને ઘોરી સુધીના તમામે તમામ શાસકો પરદેશી હતા , પણ તમે તો દેશી છો ને .? પેલો આરબ તમારી ઉપર થુકાતો સુધ્ધા નથી, છત્તા પણ તમે એમની પાછળ દોડ્યા જાવ છો ..? ઇસ્લામ બ્રધર હુડની વાત કરો છો તમે પાકિસ્તાનીઓ ની સાથે , પણ આખી દુનિયામાં અત્યારે સૌથી વધારે મુસલમાન જ મુસલમાનને મારે છે ….!!! લગભગ દરેક ઇસ્લામિક દેશોમાં વર્ગ વિગ્રહ ચરમસીમાએ છે.
માંડ માંડ શાંતિ છે દેશમાં ત્યારે શું કામ ભાઈ સલમાન સળી કરો છો ..? જપો ને ભાઈ …!! તમે તમારું કામ કર્યા કરો ને …બજરંગી ભાઈજાન ને બદલે હસન વાંસળીવાળો બનાવવાનું ક્યાં કીધું અમે..?
તમે તમારે આખા પાકિસ્તાનના છોકરાઓ ના મામા બન્યા કરો તમારે માટે અફઘાની શોધશું..!! ત્યારે શું વળી હે …
ભાઈ હવે પપ્પાએ કીધું ને બસ એટલે શાંત થઇ જાવ … અને બધાને શાંતિથી જીવવા દો ..
બાહુબલી ઘણી આગળ નીકળી ગઈ છે, હવે તમારાથી નહિ પકડાય ,અને પાછળ પેલા હકલાભાઈ આવે છે … બણીયે કા દિમાગ ઔર મિયાભાઈ કી ડેરિંગ ….
તમારો વારો ફરી બીજી ઈદ પર
શુભ સંધ્યા
શૈશવ વોરા