આજકાલ મેં ફેસબુક પર બચ્ચન દાદાને ફોલો કરવાનું ચાલુ કર્યું છે , લગભગ બે કરોડથી વધારે લોકો ફોલો કરે છે એમને..!!
એકાદ બે દિવસ પેહલા ફિલ્મસીટીની બાજુમાં કામ પરથી આવતા એક વાઘએ એમને ચાર કિલોમીટર સુધી ફોલો કર્યા અને એના ફોટા પણ એમને મુક્યા છે ,શું મસ્ત ફોટા છે યાર ..!!! એકદમ બાળસહજ હાસ્ય છે એમના મુખ પર, કે વાઘ મારી પાછળ પાછળ આવે છે…!!
એમની એક એક પોસ્ટ મને જોવી અને વાંચવી બહુ જ ગમે છે , એમની વિદ્વતા અને સાલસતા બધું જ શબ્દે શબ્દમાં છલકાય છે , અને ફોટોગ્રાફ્સ આહા ..ખુબ સુંદર ..!!!
ઈશ્વરની ભારત દેશને મળેલી એક ભેટ છે કદાચ આ વ્યક્તિ , ગીત, સંગીત ,અભિનય ,સાયન્સ ,સાહિત્ય કઈ વસ્તુ નું જ્ઞાન નથી એમને ..? કેબીસી જોતા ત્યારે જ એમની પર્સનાલીટીના દરેક એ દરેક પાસાનો અનુભવ થયો અને દિવસે દિવસે ભાવ અહોભાવમાં બદલાતો ગયો ..!!
ઘણા બધા વિવાદો થયા એમના જીવનમાં ,પણ કદાચ એક અંદરની શક્તિ જેણે ખરા અર્થમાં આત્મબળ , રીપીટ આત્માનું બળ ફક્ત એના જ સહારે સાંગોપાંગ નીકળી આવ્યા …
એમના પેહલા પીક્ચરથી છેલ્લા પિક્ચર સુધી કદાચ ભારતના બચ્ચે બચ્ચાને ઈતિહાસ મોઢે હશે , પણ હું થોડું જુદી રીતે મૂલવું છું , ભારતનો સીતેર અને એશીની સાલનો દાયકો દુઃખ દર્દ અને પીડાથી ભરેલો હતો , કમ્યુનીકેશનના અભાવે કોંગ્રેસી સરકારોની નરી સ્વાર્થી નીતિ ને લીધે પ્રજા દુઃખને પોતાના જીવનનો ભાગ ગણતી થઇ ગઈ હતી ..
એ દુઃખના દિવસો ભારતના માથે મારવા માટે હું ઇન્દિરા ગાંધી ,નેહરુ અને આઝાદી પછી તરત જ થયેલા ત્રણ પાકિસ્તાન અને એક ચાઈના વોર ને પણ એટલું જ જવાબદાર માનું છું ..
અને એ જમાનાની દુ:ખયારી પ્રજા ને દર મહિના ના એક શુક્રવારે અમિતાભ બચ્ચન નામના એક માણસે અનહદ સુખ આપ્યું , બિચારી ભલી ભોળી ભારતની પ્રજા વિજય દીનાનાથ ચૌહાણમાં પોતાની જાતને જોતી થઇ ગઈ હતી ..!!
જય અને વીરુ એ તો વર્ષો કાઢી આપ્યા દેશને અને પ્યાર કરને વાલે પ્યાર કરતે હૈ શાન સે … આખા દેશે બચ્ચન સાહેબની જોડે એમની હિરોઈનનો ને પ્રેમ કર્યો અને એમના વિલન ને ધુત્કાર્યા ..
બચ્ચન સાહેબની પેહલા વર્ષોથી એક કેહવત હતી દુનિયા ઝૂકતી હૈ ઝુકાને વાલા ચાહિયે .. દુનિયાને ઝુકાવનારો મળ્યો ..અને દુનિયાએ જોયો સાક્ષાત ..
અત્યારે એક વ્યક્તિથી વિશેષ થઇ ને એક આખી યુનીવર્સીટી નું રૂપ ધારણ કરી લીધું છે એમણે , અમિતાભ બચ્ચન એક સંસ્થા થઇ ગઈ ..
મજા આવે છે એમને ફોલો કરવાની તમે પણ કરી જુઓ ..
અરે વાઘ પણ એમને ફોલો કરે બોસ ..
શુભ રાત્રી
શૈશવ વોરા