થોડાક સમયથી અમેરિકા ,કેનેડા કે ઓસ્ટ્રેલીયાથી બે પાંચ છોકરાઓ જે તે દેશ મૂકી ને પાછા આવી રહ્યા છે..!!
મારા એવા ઘણા મિત્રો છે કે જે આ બધા દેશોના પીઆર ને લાત મારી ને ભારતભૂમિ ને વાહલી કરી રહ્યા છે ..!!
કેવું લાગે નહિ આજકાલના છોકરાઓ ને ?
આઈલેટસ ના કલાસીસ ભરતા હોય અને બેન્ડ ઊંચા કરવા માટે ઉંધા પડીને ભણતા હોય એવા છોકરાઓ ને એમ કહીએ કે ફલાણા તો કેનેડાના પીઆર ને છોડી ને પાછા આવી ગયા અને ભારતભૂમિમાં સેટ થઇ ગયા..!!
મણ મણ ની જોખાવે ..!!
બહુ પેહલા પોતાના સંતાનો ને અમેરિકા કેનેડા મોકલી અને છત્તે છોકરે વાંઝિયાપણા નો સહર્ષ સ્વીકાર કરનારા માંબાપ માટે તો શૈશવ લખી ચુક્યો છે
આજે એ છોકરાઓ માટે ..!!
એક સવાલ આવ્યો હતો કે ક્યા છોકરા છોકરીએ માંબાપ ને રઝળતા મૂકી ને કેરિયર બનાવવા ઘર છોડી ને નીકળી જવાય ..?
શૈશવ નો સ્પષ્ટ મત ..
જે સખ્ખત બ્રીલીયન્ટ હોય ..એક મિત્ર નો દીકરો છે સ્કુલ સમયથી હાઈએસ્ટ માર્ક અને મેડીકલમાં પણ અવ્વલ ,અમેરિકા ગયો ભણ્યો સીધ્ધો ન્યુરો માં પોહચી ગયો એડમીશન સામેથી આવ્યું … જવાય ચોક્કસ જવાય ..નાસા બોલાવે છે ..ભાગ ઊંધું ફરી ને નહિ જોતો..
એક્સ્ટ્રાઓર્ડીનરી કેરિયર રાહ જોતી હોય તો ક્ષણભર નો વિચાર નહિ ..!!!
બીજો કે જેની પાસે અહિયાં સંસાધનો ઓછા છે , બે રૂમ રસોડાના ઘર છે અને બંગલા ગાડીના સપના છે ,ઓર્ડીનરી કેરિયર છે અહિયાં પણ ત્યાં મજુરી કરીશ તો પણ વળતર વધારે છે .. જા ભાગ ,
પણ પરણતી વખતે ધ્યાન રાખજે તારા એચવન ને પરણે એવી લાવ્યો તો તું ફસાયો , એક દસકામાં તારી ત્યાની મજુરી અહિયાં ચાર રૂમ રસોડામાં અને ગાડીમાં ફેરવાશે પણ પાછા આવવું હશે તો પેલી કે પેલો નહિ આવવા દે , અને અહિયાં આવવા માટે ડોલર ડોલર નો હિસાબ કરવો પડશે “કેટલ ક્લાસ” માં જીવનભર આવવું પડશે અને જવું પડશે..!!
પછી આધેડ અવસ્થા એ પોહ્ચ્યા પછી હિસાબ માંડીશ કે બે રૂમ રસોડામાંથી ચાર રૂમ રસોડામાં પોહચ્યો કે પોહચી તો ત્યાં સુધીમાં શું ગુમાવ્યું ? તો તારો અંતર આત્મા જીવતો રહ્યો હશે તો અસહ્ય થઇ પડશે જીવન તારા માટે ..
માંબાપ ,ભાઈ બેહન અને તારા પોતાના સંતાનો નું બાળપણ ગુમાવી ચુક્યા હશો..!!
અને પેલા નાટક એકસો બે નોટ આઉટ નો ડાયલોગ છે સંતાનોના જીવનમાંથી યાદ રાખવા જેવું એમનું બાળપણ જ હોય છે ..!!
એટલે સરવાળે ભાગાકાર અને હા પેલી કે પેલો રૂડો કે રૂડી એચવન ને પરણી ને લાવ્યા હશો એને ઘડપણે પકડવા નું ચાલુ કર્યું હશે…!!
એટલે પાછા આવવાનું કોઇપણ કારણ હોય તો પરણતી વખતે ધ્યાન રાખવું..!!
અહીના જીવન દોહ્યલા છે તો ત્યાં ના જીવન પણ સેહલા નથી ..!!
હજી એક પ્રકાર બીજો પણ છે કે જેને લીધે ભાગી છુટાય..
ઘરમાં અતિશય રૂઢીચુસ્ત વાતવરણ ..એક જણ ઘરમાં વધારે પડતું ધાર્મિક હોય અને કાંદા,લસણ, બટાકા થી શરુ થાય અને પછી તો સવાર પડ્યે ચાલુ થાય તે રાત્રે ઊંઘો ત્યાં સુધી ..
ચોક્કસ ભાગી છૂટો …ડોસો કે ડોશી તમારું જીવન ઝેર કરી મુકે ..
અતિશય ધાર્મિક લોકો પેહલા પોતાની જિંદગી જોડે રમી ચુક્યા હોય છે અને પછી એમને ને રમવા માટે પાછળથી બીજી જિંદગીઓ ની જરૂર પડતી હોય છે ,એટલે કોઈ બીજું તો હાથ લાગે કે નહિ પણ પોતાના વહુ દીકરી કે દીકરા જમાઈ ની જિંદગી જોડે જબરજસ્ત રીતે રમી લેતા હોય છે..અને જયારે કોઈ જિંદગી રમવા ના મળે ત્યારે ડીપ્રેશન ના શિકાર થતા હોય છે અને બીજા ને લાવે ..!!
કરું એક્સ્પ્લેઇન ..
ભારતભૂમિ ઉપર દુનિયાના દરેક ધર્મ છે અને દરેક ધર્મ ના ઠેકેદારો પોતાનો ધર્મ ઉંચો અને સારો એવું બતાડવા સતત મથતા હોય છે અને જરૂરી કે બિનજરૂરી વિચારો એમના અનુયાયીઓના દિમાગમાં ખોસતા રેહતા હોય છે ,વિચારના પ્રભાવમાં આવેલા અને દલીલ કરવાની શક્તિ ખોઈ બેસેલા અંતે જડતા ને વરે છે ,જડતા કટ્ટરતાને જન્માવે અને પછી શરુ થાય ખેલ પેહલો ખેલ તો ઘરમાંથી જ થાય..પેહરવા ,ઓઢવા અને ખાવા પછી આવે રીત અને રીવાજ ના નામ અને ખોટી પરંપરાની દુહાઈ ..!
નાનકડું ઉદાહરણ .. અ જમાનામાં કોઈ એમ કહે કે પતિ ને જમાડ્યા પછી જ જમવાનું તારે અને સાસુ જક લઈને બેસે આવા નાના નાના પોઈન્ટ ઉપર ઘરમાં મહાભારત થતા હોય તો બેહતર કે દૂર સારા..!!
તમે તમારા ને હાથ માં વીંઝણો લઈને જમાડો મારે બીજા સત્તર કામ છે..!!
હવે શૈશવ એવા લોકો ની વાત કરે કે જેમને ખરેખર માંબાપ વાહલા છે , ભારત માટે અસંતોષ નથી ,ગાય એ પોદળો કર્યો તો કર્યો ,મચ્છર છે તો છે , બે રૂમ રસોડું છે પણ પ્રેમ તો જુવો ..
મારી માં મારી બૈરી ને આઠ વાગ્યા સુધી ઊંઘવા દે છે , પણ બૈરી સમજતી નથી ને છ વાગ્યા માં બેઠી થઇ ને બહાર જતી રહે છે ,સાસુ-વહુ સુરતની સાડી ના સેલ માં જોડે જઈને આવે છે ,બાપા રીટાયર્ડ થઇ ને બીજી નોકરી કરે છે ઘર સે ભલી બજાર..
દર રવિવારે મમ્મી પપ્પા જમાલપુર જઈને શાક લઇ આવે છે અને કબુતરખાને થી કરિયાણું ..!
દોસ્ત સ્વર્ગ છે તારું બે રૂમ રસોડું …!!!
ક્યાંય જવાની જરૂર નથી..
ડોલર ના રૂપિયા કરો તો પણ ખાવા તો ધાન જોઈએ ..!!
ભારતભૂમિ છોડી ને જે દેશમાં જાવ ત્યાં તમારે કયું કામ કેવી રીતે કરવા નું છે એ શીખવાડવામાં આવે છે પણ આ કામ હું કેમ કરું છું અને કોના માટે કરી રહ્યો છું એનો જવાબ નથી આપવામાં આવતો..
અહિયાં અનહદ સ્વતંત્રતા છે જો તમને ખબર છે કે તમારે કોઈ કામ કેમ કરવું છે એની ખબર હોય તો …
અને હા છેલ્લે બાપ ના ઉભા કરેલા ઘર ,ગાડી હોય તો એક સારો કે સારી જીવનસાથી મળી જાય તો નોલેજ લેવા પુરુતુ જવાય , બાકી ગમ્મે તેટલી હુશિયારી મારો ક્યારેક તો સેકન્ડરી સીટીઝન નો એહસાસ કોઈક તો કરાવી જ દે અને બીજી પેઢી મૂળિયાં શોધે અને ત્રીજી તો વર્ણસંકર અને ચોથી એ ….
પેલો મેસેજ બહુ ફર્યો હતો કોઈ એનઆરઆઈ ડોસા ડોસી ને મદદ નોહતું કરતુ અને કોઈએ એમને રોડ ક્રોસ ના કરાવ્યો અને એવું ઘણું બધું હતું ..
કાકા અને કાકી એ જન્મારો “ત્યાં” કાઢ્યો ,ઘરડે ઘડપણમાં દેશ યાદ આવ્યો ,
પોતાના ને પેહલા પારકા કર્યા અને પછી પારકા પોતના કરવા આવ્યા ..!!
એવું ના થાય ..
સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો ..!!
ઘણા એનઆરઆઈ ઘરડે ઘડપણ અપેક્ષાથી પાછા આવે છે .. ના આવશો ..
સંતાન ના ડાયપર બદલવા અને માંબાપ ના ડાયપર બદલવામાં બહુ ફેર છે જો તમે તમારા માંબાપ એ નથી બદલ્યા તો ભૂલી જાવ ..
તમારા એકદંડિયા મેહલમાં જ મરજો , અહિયાં અમને ગાળો આપવા ના આવશો કે કોઈ ભારતમાં અમને સાચવતું નથી અને માન નથી આપતું..!!
જે દેશ માં જન્મારો કાઢ્યો ત્યાં જ ભળજો ..!!
વિચારજો દીકરા અને દીકરીઓ જવું છે “ત્યાં” ?
કરજો ફોરવર્ડ ..!!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)