ગુજરાતના ટુરીઝમમાં એક નવો અધ્યાય જોડાશે..!!
સી-પ્લેન ની પેહલી ઉડાન ની સાથે આધુનિક માનવે ડેવલપ કરેલા સ્થાપત્યો ના ટુરીઝમ યુગ આગળ વધશે..!!
અત્યાર સુધી “ગુજરાતનું ટુરીઝમ” એવો શબ્દ આવે એટલે મંદિરો અને દેરાસરો જ દેખાય, જાણે આખું ગુજરાત બારેય મહિના અને ચોવીસે કલાક ભક્તિભાવમાં લીન કેમ રેહતું હોય ..!
થોડાક વધારે જોર મારો તો મો. ક. ગાંધી ..!!
સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિર..!
વાર્તા પૂરી..!!
જિંદગી ના પચાસ વર્ષમાં જર્મનીથી લઈને જાપાન અને કાશ્મીરથી લઈને કોલંબો સુધી આખો ઉપમહાદ્વીપ ધમરોળ્યો અને એ પણ અનેક વાર ,
પણ ગુજરાત નું પોતાનું ટુરીઝમ ની વાત આવે એટલે લમણે હાથ મૂકી દેવાનો…!
ટુરિસ્ટ પ્લેસ ઉપર આખા ગુજરાતમાં સગવડ ના નામે મીંડું અને સારી પાંચ સિતારા ..!! અરે મેલો ને છાલ ત્રણ સિતારા ના વાંધા..!! ગેસ્ટ હાઉસ જેવી હોટેલો મળે..!! આવું કેમ ? મોઢેરામાં શું મળે ? લોથલમાં પાણી બાટલી મળે ખરી ? ધોળાવીરા સુધી પોહચો પછી પાણી પીવા ને લાયક રહો ખરા ? માંડવી કચ્છ પેલા પેલેસની હાલત જોઈ છે ખરી ? અને એક સારી સેન્ડવીચ મળે ખરી ? સારી શબ્દ છે હો..!! સાપુતારા ... પાછળ ઉતરી અને આવવામાં જ રસ વધારે..!! દીવ દમણ ને ગુજરાતમાં ગણવું ? સાસણ કઈ ફાઈવ સ્ટાર ? ચાલુ હાલતમાં ? બ્રેકફાસ્ટ ગમ્મે તે હોટલ નો ખાવ અને ગોવાના બ્રેકફાસ્ટ જોડે સરખાવો તો ? જે ગુજરાતી ઉદયપુરમાં જઈને પાંચ-સાત સિતારાથી નીચે ના ઉતરતો હોય એને ગુજરાતમાં ગેસ્ટ હાઉસમાં રેહવું કેમનું ગમે..? કદાચ ભારતભરમાં સૌથી નાના માં નાની જગ્યામાં ફાઈવ સ્ટાર લેવલ ની સૌથી વધારે હોટેલ ઉદયપુરમાં છે અને એ પણ તમામ ગ્રુપ ની ...!! આપણે ગુજરાતમાં કરી શકતે આવું કૈક ,પણ ના થયું એ હકીકત..!! અમદાવાદને હેરીટેજ સીટી જાહેર કર્યું ,પણ કેટલા અમદાવાદી ને માણેક બુરજ અને માણેક બાવાની વાર્તા ખબર છે ? અને હેરીટેજના નામે અમદાવાદમાં શું મળે ? પોળમાં જઈને શોધો તો મળે.. પણ કોઈ ફેરવવાવાળું ખરું ? ટુરીસ્ટ આવે તો ? પેલા આશિષભાઈ એકલા હેરીટેજ વોક કરાવે એ જ ,ખાડિયાવાળા ..! બાકી કોઈ નહિ અને જેસલમેરમાં પટવાની હવેલીએ જઈને ઉભા રહો કેટલા ગાઈડ ગાઈડ કરી ને ચોંટી પડે તમને ? કોરી ધાક્કોર સા ભ્રમતી ઉર્ફે મારી સાબરમતી .. પૂર આવે અને બે કાંઠે થાય તો અમદાવાદ આખું હેલે ચડે , એકે એક પુલ જામ પેક કરે અને અમારી જેવા જુના અમદાવાદી નાળીયેર લઈને વધાવવા જાય..!! પણ પાણી આવે ક્યારે ? તો કહે ત્રણ ચાર વર્ષે એક વાર ..!! રીવર ફ્રન્ટ કર્યો ઉધાર ના સિંદુરે સોહાગણ થઇ સાબરમતી..!! હવે ? દુનિયા આખી ની ક્રુઝમાં રખડી ને આવ્યા એ પછી દુબઈ ની ધાઉ ક્રુઝ હોય કે શાંઘાઈની હા પુ નદી ની ..! અમને એમ થતું કે સાભ્રમતી માં પણ ક્રુઝ છુટ્ટી મુકાશે અને અમે એની ઉપર ડીનર કરવા જઈશું , ક્યારેક પતંગમાં અને ક્યારેક ક્રુઝમાં પણ બળ્યું કશું ય ના થયું..! જે અમદાવાદી ગોવામાં આખી ક્રુઝ ભાડે કરી ને બર્થ ડે ઉજવે એને સાબરમતીમાં લગ્નની વર્ષગાંઠ ઉજવવા ના મળે..!! અમે તો પેલા વોટર સ્કુટરના ભાવ જાણી લીધા હતા , અમને તો એમ કે હેઈ મજાના શનિ રવિમાં વોટર સ્કુટર લઈને વોટર સ્કી કરીશું સા ભ્રમતીમાં .. જે નદી ની રેતમાં રમ્યા અને જેના કાંપ માંથી મલ્લા માતા બનાવ્યા એ જ નદીમાં વોટર સ્કુટર લઈને ભમશું..!! પણ હાય રે કિસ્મત..!! એક સમયે એવું થતું કે મુંબઈ શાંઘાઈ બને કે ના બને મારું અમદાવાદ-ગાંધીનગર થઇ જશે .ગીફ્ટ સીટી ઘા
એ ઘા થશે તો .. પણ ..!! જાપાન ની મેગલેવ કે શાંઘાઈ ની મેગલેવ .. ભગવાન આ જન્મારામાં અમદાવાદની મેગ્લેવમાં બેસાડ તો જન્મારો સફળ થાય..!! તમને થશે કે ટુરીઝમની વાત કરતો કરતો શૈશવ ક્યાં લપસી ગયો ? તો એવું છે કે ટુરીઝમ ને અને સોમરસ ને સીધો સબંધ ,પણ આપણે અહિયાં નામ ના લેવાય એટલે ભક્તિ બેઇઝ ટુરીઝમ વિકસ્યું અને રૂપિયા બેઇઝ ટુરીઝમ રાજસ્થાન ગોવા અને મુંબઈ તણાઈ ગયું..! પણ આજે એક નવી તક ઉભી થઇ અને જોડે જોડે આશા પણ .. બે દિવસ પેહલા એક ટોક શો માં ગુજરાતના ટુરીઝમ ઉપર લમણા લેવાના હતા .. ટુરીઝમમાં મોટે ભાગે હું એવું માનુ છું કે કુદરતી , ઐતિહાસિક , કે પછી માનવ નિર્મિત, પણ દરેક જગ્યામાં કૈક નવું કે અચરજ હોય તો જનતા જનાર્દન જોવા જાય..!! મારા જેવા જ કોઈક રખડું ગુજરાતી એ એક કેહવત બનાવી છે .. “બાહર ફરવા નીકળો એટલે પહાડ , પાણી ,પથરા અને પાંદડા બીજું કશું જ ના હોય..!!” હવે આ પથરા ,પાણી ,પાંદડા અને પહાડ ઉપર સરખી સગવડ કરવી પડે તો મલક આખું માણવા આવે બાકી તો ગીત
ડા ગાયા કરવાના ..આપણા મલકમાં માયાળુ માનવી રે ..!
માનવી માયાળુ એ વાત ની ના નહિ , પણ માયા
ના મળે ..!!
નાથિયો જ રહે , નાથાલાલ તો ખિસ્સામાં માયા
હોય તો જ થાય..!!
ગુજરાત ઘણી બધી ગાડીઓ ટુરીઝમની બાબતમાં ચુકી ગયું છે , પાંચ હજાર વર્ષ જુનો હડપ્પા સંસ્કૃતિ નો પુરાવા સાથેનો ઈતિહાસ છે પણ માર્કેટ ના કરી શક્યા ,રાજસ્થાન કરતા અડધા મેહલો છે પણ જાળવી ના શક્યા બધું પડી ને પાદર થયું , સરસ મજા ના બીચ છે , કચ્છ માંડવી નો બીચ કે પેલો નવો નવો બ્લ્યુ બીચમાં નમ્બર લાગ્યો છે એ, પણ કશું જ ડેવલપના કરી શક્યા..!
એક માત્ર રણોત્સવ માર્કેટ થયો..!!
અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ સી પ્લેન દ્વારા માર્કેટ થઇ રહી છે ,
ખૈર ,જો ચલા ગયા ઉસે ભૂલ જા ..!
પણ હવે ડીઝની જેવો પાર્ક ,રામોજી જેવો સ્ટુડિયો , સિંગાપોર જેવું ઝૂ , સ્કુબા , પેરા ગ્લાઈડીંગ , બીજી બધી વોટર સ્પોર્ટ્સ આવું બધું માનવ નિર્મિત લાવી ને ગુજરાતનું ટુરીઝમ આગળ વધારી શકાય ..
હવે ઝટ કરો , કોગળિયું તો જશે , પણ એ ભેગી ભૂખ ઉઘડશે દુનિયાની રખડવાની..!!
પહાડ નામે ગીરનાર છે , પાણી નામે સાબરમતી નો રીવરફ્રન્ટ અને કેવડીયા , પાંદડા તો સાસણ ના અને પથરા તો કંડારેલા ઠેર ઠેર પડ્યા છે નવઘણ કુવો ને રાણકી વાવ બધું કેટ કેટલુય છે..!!
સગવડ ઉભી કરો અને એ પણ ક્વોલીટી વાળી ..!!
ટેન્ટ સીટી તો ટેન્ટ સીટી ,પણ સારા માઈલું કરો તો ગુજરાત નો રૂપિયો ગુજરાતમાં રહે અને બહાર નો પણ અહી ખેંચાઈ આવે..! પેહલા સાઈટ ને આઇડેન્ટિફાય કરી ને ડેવલપ ,પછી માર્કેટ અને છેલ્લે મેન્ટેન ..! કચ્છ નો રણોત્સવ ઉત્તમ ઉદાહરણ..!! માળું મે
ઠું વેસી ખાધું હો ..!! મલક ગાંડું થઇ ને ઝો
વા દ્યોડે હો ..! માસ્ટરી હો બાકી ..! જોઈએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલું વેચાય છે..! સી-પ્લેનમાં બેસવું તો પડે હો ભ
ઈ ..!!
બુલેટ ટ્રેનનું પણ ઝટ ગોઠવો હો બાપા
..!!
લોકો દહેજ ને સાયકામાં કારખાના ખોલી ને બેઠા છે ,
બુલેટ ટ્રેનમાં અપ ડાઉનના સપના જોવે છે..!!
ઝટ કરો ધણી ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)