આજનું ટાઈમ્સ ઓફ ઇન્ડીયાનું કાર્ટુન અને પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા જોઇને જેટલી સાહેબના કાન પર જું પણ નથી રેંદતી , એટલે પેહલા તો કવિવર સુરસિંહજી તખ્તસિહજી ગોહિલની રચના ગ્રામ્યમાતાની એક પંક્તિ યાદ આવી `દયાહીન થયો છે નૃપ..`
પણ પછી લાગ્યું કે હવે તો એકાદી પંક્તિ થી કઈ ફેર પડે તેમ નથી લાગતું અને આ રીમેઈક અને રીમીક્સ ના જમાનામાં `ગ્રામ્ય માતા`નું `શેહરી-માતા` કરીને આખું નવું જ વર્ઝન મુકવું પડશે ..
કવિવરના કોઈ ચાહકની લાગણી દુભાય તો હું ક્ષમા પ્રાર્થું છું ,પણ આજ ના સંપૂર્ણપણે `ધ્યાનબેહરા` તંત્ર ને જગાડવા એકાદ બે લીટી ચાલતી નથી ,
ઓરીજીનલ ગ્રામ્યમાતા જયારે વાંચીએ ત્યારે `રૈયત` અને `રાજ`ના સબંધ કેટલા સંવેદનશીલ હતા એનું ધ્યાન થાય છે , `રાજ` એક કૃષકની ગ્રામ્ય-માતાને પગે પડી ને પોતાની ભૂલ ની માફી માંગે છે પણ આજે કલિયુગમાં આપણે ઉભા કરેલા પાંચ લાખથી વધારે રાજાઓ જેમને આપણે વીઆઈપી કહીએ છીએ એ જ્યારે કોઈ માતા ના પગમાં પડે છે ત્યારે એ માતાના પગમાંથી ચાંદીના ઝાંઝર કાઢી લ્યે છે..
શેહરોમાં વસતી માં નો દીકરો કોલેજ જવા જયારે પેટ્રોલ પુરાવા રૂપિયા માંગે છે અને ત્યારે માં કે બાપ ઈએમઆઈ ભરતા બચેલા રૂપિયામાંથી પોતાના થી થતા માંડ થતા બે ખર્ચામાં પણ કાપ મૂકી અને પેટ્રોલ ભરાવે છે ત્યારે નઘરોળ મંત્રીઓ કહે છે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા એ તો સારું છે “રાજસ્વ” વધશે..
સેહજ ઝીણી નજરે જોશો તો પ્રજાનો એક મોટો ભાગ એવા લોકો ને નેતા તરીકે સ્વીકારવા તૈયાર થઇ ચુકી છે કે જેની નગરવધુ જોડેની કામક્રીડાની સીડીઓ બહાર આવી ગઈ છે…
બહુ મોટું આલાર્મ છે , જો સાંભળીએ તો …
ઊંટ ઉપર નખાય એટલા ભાર નાખ્યા છે જેટલી સાહેબે પણ પંચતંત્રની એક નાનકડી વાર્તા કહે છે કે ઊંટ બેસી પડ્યું હતું ફક્ત એક નાનકડા તણખલાથી , ઊંટની બહુ પરીક્ષા ના લ્યો `રાજ`,સુધારા ના નામે અને વિકાસના નામે રૈયત ને રંજાડ બંધ કરો ,
ગરીબ અને `ગ્રામ્ય-માતા` નો ઉદ્ધાર કરવા જતા `શેહરી-માતા` જો વિફરી ને તો ૬૭ ટકા વોટ હાથમાંથી જતા રેહશે અને કાદવમાંથી ખીલેલા કમળ ને કાદવ પણ નહિ સંઘરે..
એના કરતા `મોંઘવારીના વાઘ` ને કેહવાનું કે ..
` શેહરી-માતા ને ખાવા દે તાજી માજી થાવા દે પછી એને ખા..`
*શેહરી-માતા*
(દુ:-શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ `આકરો` હેમંતનો `દિલ્લી`માંથી,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી `આશ`;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો,`હતોત્સાહ`ને પ્રેરતો,
જે `શોક` ભરી દીસે શુક ઊડી ગાતાં, `વ્ખ` (ઝેર) ગીતડાં !
(ક-માલિની)
`કપરે` સમય તેવે `પંપે` `પેટ્રોલ` ના, રમત `શેહર`વલોનાં બાલ ન્હાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે !
(ખંદુનુષ્ટુપ)
વૃદ્ધ માતા અને તાત તાપે છે `હૈયાસગડી` કરી,
અહો ! કેવું `દુઃખી` જોડું કર્તાએ નિરમ્યું દીસે !
(પાનખર-તિલકા)
ત્યાં `પાણી` દૂર નજરે `લેહરાતું` પડે છે,
ને `સી-પ્લેન` ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને,
તે `સી-પ્લેન` ને કુતૂહલે સહુ બાલ જોતાં !
(કુંછંદા-ક્રાન્તા)
ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને,જોતાં ગાતો `પેટ્રોલ પ્મ્પે` નો `આંકડો` `ફરતો જવે` છે.
(ખંદુનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ `સી-પ્લેન` સાથે યુવાન ત્યાં;
શેહરીજન, એ ઊઠી ત્યારે ‘આવો, `ધણી` !’ કહી ઊભો.
(વિક્રીડિત વિક્રીડિત)
‘લાગી છે મુજને `લ્હાય`, `પેટ્રોલ` જરી દે તું મને’
બોલીને `સી-પ્લેન` થી ઊતરી યુવાન ઊભીને ચરે દિશાએ જુએ;
‘સસ્તું` છે `પેટ્રોલ` ભાએ ! `પેટ્રોલપમ્પ તણો’ એવું દયાથી કહી,
માતા ચલી યુવાનને લઈ ગઈ જ્યાં છે `ટીપું છે પેટ્રોલ` !
(પાનખર-તિલકા)
પ્યાલું ઉપાડી ઊભી `પેટ્રોલ` પાસ માતા,
છૂરી વતી જરીક `પેટ-કાતળી` એક કાપી;
ત્યાં સેર છૂટી `પેટ્રોલ`ની ભરી પાત્ર દેવા,
ને કૈ વિચાર કરતો નર`નું` `સી-પ્લેન` ગયુ પી.
(ક -અનુષ્ટુપ)
‘બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજ `સી-પ્લેન`ને ત્રુષા,’
કહીને પાત્ર યુવને માતાના કરમાં ધર્યું.
(તીવ્ર-ક્રાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે ! `ચાંપ પેટ્રોલપમ્પ`ની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી `પેટ`માં
(ક-અનુષ્ટુપ)
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.
(પાનખર-તિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે `ક્રોધે ભરાઈ` ને કહે છે :
‘એ હું જ છું નૃપ, `દુષ્ટ દુષ્ટ ઘૃષ્ટ ..! બાઈ !
એ હું જ છું નૃપ, દુષ્ટ દુષ્ટ ઘૃષ્ટ ! ઈશ !’
(વિક્રીડિત-વિક્રીડિત)
‘પીતો’તો `પેટ્રોલ` મિવ્હ્ટ હું પ્રભુ ! અરે ત્યારે જ ધાર્યું હતું,
આ લોક્કો સહુ દ્ધવ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈં નહીંસમો, તે હું વધારું હવે,
શા માટે બહુ દ્ધવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં ?
(ની-જાતિ)
પેટ્રોલ હવે દે ભરી પાત્ર બાઈ ! `પિશાચ` ક્રુપાએ નકી એ ભરાશે;
દુ:ખી રહે બાઈ! દુઃખી રહો સૌ, તમારી તો `મત` માત્ર માગું !’
(પાનખર-તિલકા)
પ્યાલુ ઉપાડી ઊભી `પેટ્રોલ` પાસ માતા,
છૂરી વતી જરી જ `પેટ-કાતળી` એક કાપી;
ત્યાં સેર છૂટી `રક્ત`ની ભરી પાત્ર દેવા,
બ્હોળો વહે `રક્ત` અહો ! છલકાવી પ્યાલું !’
-કોણ જાણે કોણ ???
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા