સલ્તનતે બર્તાનીયાના નવા નવા મહારાજા કિંગ ચાર્લ્સ ત્રીજાને કેન્સર ડિટેકટ થયું..
હજી જુમ્મા જુમ્મા ચાર દિવસ થયા ગાદીએ બેઠા ને બુલાવો આવી ગયો..!!
પબ્લિકની યાદદાસ્ત ટૂંકી હોય છે એવું માનવાવાળા માટે જરાક ના ગમે તેવું થઇ રહ્યું છે..
પબ્લિક બરાબર રમઝટ બોલાવી રહી છે એમના સ્વર્ગીય પત્ની પ્રિન્સેસ ડાયેનાના નામે…
બહુ લોહી પીધું હતું બિચારીનું એટલે જ આવું થયું,
એવું બધું લખી લખીને ..!
જનતાના હ્રદયમાંથી લેડી ડાયેના જઈ નથી રહ્યા , લોકોની રાજકુમારી ..
એમના પછી “નવા” આણેલાને એમના સાસુમા કેહતા ગયા હતા એટલે મહારાણીની પદવી મળી ગઈ ,પણ લોકહ્રદયમાં સ્થાન નથી મળી રહ્યું..
ખતરો છે .. રાજાશાહી માટે..!
દુનિયાભરમાંથી રાજાશાહી આટલી ઝડપથી જતી રહી અને ફરી પાછી આવી જ નહિ રહી એનું કારણ શોધવું હોય તો એક કારણ તો ક્રાઉન ઉર્ફે મુગટ ઉર્ફે તાજની આજુબાજુ રહેલાના ભવાડા છે..!
ભારતીય ઉપમહાદ્વીપમાં છેલ્લો કાંડ નેપાળમાં થઇ ગયો ..!
એટલા બધા હાડપિંજર છે મોટાભાગના રજવાડાઓમાં કે જનતા ત્રસ્ત થઇ ચુકી હતી અને આપણે ત્યાં પણ કલ્પના ના કરી શકાય એવા એવા કાંડ થયેલા છે…!
રાજા ચાર્લસ ત્રીજાને એમની ભૂતપૂર્વ પત્ની સાથે લગ્નજીવનના અંત પછી પણ સબંધો સારા હતા માટે તમે લોકો એલફેલ ના બોલો એવી ઓફિશિઅલ અપીલ કરવામાં આવી છે..! તેઓ થનારા રાજાના માતા હતા અને રાજા ચાર્લ્સ ત્રીજા એ તમારા થવાવાળા રાજા વિલિયમના પિતા છે, માટે મર્યાદા રાખો..
પણ પબ્લિક છે .. બિલકુલ ગાંઠવાના મૂડમાં નથી..!
મહારાણી એલીઝાબેથ દ્વિતીયના નિધન પછી મોનાર્કી ઉપર સવાલો વધી ગયા છે,
મહારાણી એલીઝાબેથ જયારે તખ્ત ઉપર બેઠા ત્યારે વિન્સ્ટન ચર્ચિલ જેવો દુષ્ટ અને ખંધો રાજકારણી હાજર હતો, એમણે ઘણી મદદ કરી નાનકડી એવી રાણીને મહારાણી બનવામાં, વત્તા મહારાણીની બેહન અને માતા, સાથે સાથે ગ્રીક રાજવંશનો અંશ એવા એમના પતિ પ્રિન્સ ફિલિપનો પણ સાથ હતો, લોર્ડ માઉન્ટબેટન જેવા ઘણા ઉમરાવોનો પણ સાથ હતો, આજે પરીસ્થિતિ વિપરીત છે ..
રાજાની રાણીને લોક નફરત કરે છે,એમની બેહન પ્રિન્સેસ રોયલ એન એમની પડખે છે પણ વડાપ્રધાનની જગ્યાએ અત્યારે દસ ડાઉનીંગ સ્ટ્રીટમાં કારભારી બેસાડ્યા છે ,
નવતર પ્રયોગ ચાલી રહ્યો છે દુનિયામાં, ભારતીયના હાથમાં શાસનની કમાન આપી અને ઓમ શાંતિ ,શાંતિ.. ના પાઠ કરી અને લુંટવાનું ચાલુ રાખવું છે પશ્ચિમ જગતને ..
રાજા ચાર્લ્સને પરિવારમાંથી બહુ સપોર્ટ છે જ નહિ સેટ થવામાં,વત્તા મોટીબાએ એટલું લાંબુ રાજ કર્યું કે લોકો હવે કોઈ ડોસા ડગરાને માથે ક્રાઉન મુકાય એવું નથી ઈચ્છતા..
શાણપણ તો એમાં જ છે કે રાજા ચાર્લ્સ બીમારીને આગળ કરીને ક્રાઉન વિલિયમ –કેટને માથે આપી દે તો કદાચ ઘી ના ઠામ માં ઘી પડી રહે..!
પ્રિન્સેસ રોયલ વડીલની ભૂમિકામાં રહે ..
શાસકની પુત્રીને પ્રિન્સેસ રોયલનો હોદ્દો ભોગવવા મળે એ ન્યાયે મહારાણીની દિકરીને પ્રિન્સેસ એન ને આજીવન પ્રિન્સેસ રોયલનો હોદ્દો મળે અને એ સ્વર્ગે સિધાવે પછી જ પ્રિન્સ વિલિયમની દિકરી પ્રિન્સેસ શાર્લેટને આ હોદ્દો મળી શકે સબ્જેક્ટ ટુ પ્રિન્સ વિલિયમ ગાદીનશીન થાય તો..
દેશી ભાષામાં કહું તો રાજાને દઈણા દળીને રાજ રાખવા પડે એવો ઘાટ થયો છે..
એક મજબૂત લોકતંત્રમાં જૂનામાં જૂની રાજાશાહી પ્રેક્ટીકલી સ્ટ્રગલ કરી રહી છે,
સોશિઅલ મીડિયા ઉપરના એમના હેન્ડલ જોઈએ તો જૂની જૂની વાતોને આગળ કરી અને પ્રજાના દિલ જીતવાની કોશિશ થઇ રહી છે ..
પેલી ધ ક્રાઉન સીરીઝમાં એવું બતાડાય છે કે પ્રિન્સ ચાર્લ્સ લોકોની જેમ સાદગીથી રેહવાનું કહે છે અને એના વિશે આખા રાજપરિવારને સાથે બેસીને ચર્ચા થતી બતાવાય છે ,
પણ મહારાણી કહે છે કે ખોટ્ટી વાત આપને લોકોથી જુદા છીએ અને જુદા જ રેહવું જોઈએ કારણકે લોકો આપની નજીક આવે તો સ્પેશિઅલ ફીલિંગ લઈને આપણી પાસેથી જવા જોઈએ .. એટલે આપણે આપણો ઠાઠમાઠ ઓછો કરવાની જરાક પણ જરૂર નથી..!
આ વેબ સીરીઝનું રાજ્મેહલ નથી ખંડન કરતો કે નથી સમર્થન ..!!
પણ વાત આપણને તો સાચી લાગી..એક જ કારખાનામાં શેઠને કારીગર ચા જોડે બેસીને ભલે પીવે પણ કારીગર નીચે બેસવો જોઈએ અને શેઠ ખુરશી ઉપર .. ફર્ક તો રેહવો જ જોઈએ..
માથાકૂટ પણ અહીયા જ થઇ છે,
નવા રાજા-રાણીમાં કોઈને સ્પેશિઅલ ફીલિંગ નથી આવતી એટલે પબ્લિકનો ઘણો મોટોભાગ ઝટ ઝાડ પડે અને જગ્યા થાય એવું ઈચ્છે છે..!
પ્રિન્સ હેરી અને મેગનએ ઘણા હોબાળા કર્યા , મહારાણીને જતી જિંદગીએ પણ ઘણા દખ આપ્યા પણ મા`ડીએ ખમી ખાધું , હમણાંથી એ મોરચો શાંત છે ..
જોઈએ હવે નવા પ્રિન્સ ઓફ વેલ્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ લોકહ્રદયમાં કેટલા ઉતરે છે અને લંડન બ્રીજ ક્યારે ડાઉન થાય છે..!
ફેસબુક ઉપર રાજપરિવારના ઓફિશિઅલ હેન્ડલ ઉપર એમના ફોટાની લાઈક્સ જોઈએ તો ક્યારેક તો સો થી પણ ઓછી દેખાય છે..
પણ હવે રોયલ્સ છે, એ પણ ખરા.. એટલે હમ જહાં ખડે રેહતે હૈ .. લાઈન વહીં ..
ભવિષ્ય કેહશે કે કોમનવેલ્થ રેહશે કે નહિ , હું તો સ્પષ્ટ માનું કે આપણે પણ અમેરિકાની જેમ કોમનવેલ્થમાંથી નીકળી જવું જોઈએ ડી-કોલોનાઈઝ સો ટકા થવું હોય તો આવા છોગાં રાખવાની જરૂર નથી..
બાકી તો ધ ક્રાઉન સીરીઝ જોવાની મજા આવે છે જોઈ લેજો .. ઈતિહાસ પણ અઘરો બતાવ્યો છે ,આપણી હસ્તી શું છે ,હતી એનો અંદાજો જરાક તો ચોક્કસ આવશે..
ચાલો શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*