ભારત દેશ આખો સ્વતંત્રતા દિવસે ની પાર્ટીશન ની વિભીષિકા ભૂલી ને ઇન્ડિયન આઇડોલમાં ડૂબી ગયેલો એ સમયે અખંડ ભારત ના એક ટુકડા એ “આઝાદી” મેળવી ..!!
કેમ ?
આંખો પોહળી થઇ ગઈ ?
ઇમરાન મિયાં તો એવું જ કહે છે કે અફઘાનો એ “આઝાદી” મેળવી ..!
ઘોર નિષ્ફળતા તમામ દેશોના ઈન્ટેલીજન્સ ની, ત્રણ મહિના લાગશે હજી કાબુલ પોહચતા તો ..!! ત્રણ દિવસમાં ફેંસલો આવી ગયો..!!
દિલ્લીના લાલ કિલ્લા નો લાઈટ એન્ડ સાઉન્ડ કાર્યક્રમ યાદ આવે છે ,
ઝીલ્લે ઇલાહી મયુરાસન ઉપર બેઠા બેઠા મદિરાપાન માં ચુર ચુર થઇ ને શાયરીઓ ને નાચ ગાન કરવાતા હોય, દરબારીઓ પણ સત્તા ના નશામાં ચુર હોય..
ત્યારે સંદેશો આવે હુજુર નાદિરશાહ કી ફૌજે સિર્ફ દોસો કોસ દૂર હૈ.. એટલે.. તખ્તે હિંદ બોલે અભી તો દિલ્લી બહોત દૂર હૈ મુજરા ચાલુ રખ્ખો…
હુજુર મીના બાઝાર તક ફૌજે આ પોહચી .. દિલ્લી બહોત દૂર હૈ ..!!
અને છેવટે ઝીલ્લે ઇલાહી બેઠો હતો એ મયુરાસન ને પણ આવી ને લુંટી ગયા ..!!
ગઈકાલના તાલિબ ના ફોટા જોયા પછી એવું લાગ્યું કે મયુરાસન ઉપર બેસવું અને કોઈ એક મુલ્ક ને તફડાવી લેવો કેટલો સેહલો છે..!!
એક મોટા “ઝુંડ” ની ઝુઝારું વૃત્તિ જોઈએ ,બે ચાર દસકા ઝીંક ઝીલો ,આખો દેશ તમારા ચરણોમાં આવીને પડશે ..!!!
સોળમી ઓગસ્ટએ છાપાઓ તો બંધ હતા પણ જે ફોટા ફર્યા છે સોશિઅલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયા ઉપર..બાપરે ..!
જોઈ જોઈ ને છાતી ના પાટિયા બેસી ગયા છે એક સમાન્ય ભારતીયના ..! મગજ ચકરાવે ચડી ગયા ..!!
આવું પણ થઇ શકે ? ચાલુ હવાઈ જહાજ ની જોડે હજ્જારો ની ભીડ દોડે ? હવાઈ જહાજમાં બેસવા માટે ? બસો ના છાપરે લટકે તેમ જ્યાં લટકવા મળે ત્યાં લટકી ને જવા માટે ભીડ બેબાકળી કેમ થઇ ..?
જે ભીડ હતી તે ભીડ પોતાનું સર્વસ્વ મૂકી ને હવાઈ જહાજ પકડવા દોડી હતી અને એક વાત નોંધવા જેવી હતી હતી કે કાબુલના એરપોર્ટ ઉપર ની ભીડ અને કાબુલ ઉપર કાવીઝ થનારા દરેક નો ધર્મ એક જ હતો ,એક જ ભગવાન ,ગોડ ના નામે આ બધું થઇ રહ્યું છે ..!!
તો પછી આ જે થઇ રહ્યું છે તેને ધર્મયુધ્ધ કેમ કેહવું ?
એ સિત્તેર હજાર લડાકા ? સિત્તેર હજાર મારાઓ ? કે સિત્તેર હજાર આતંકીઓ ? કે પછી સિત્તેર હજાર સ્વતંત્ર સેનાનીઓ ? કોણ ?
સ્પષ્ટ થવું પડશે , ગુ..ગુ..છી..છી..પી..પી.. નહિ ચાલે ..!!
સિત્તેર હજાર ના ઝુંડ માટે અર્થપૂર્ણ જે શબ્દ વપરાશે આપણે ત્યાં એ શબ્દ ઉપરથી અહિયાં તેમની મનોવૃત્તિ ને પ્રવૃત્તિ બંને નું શું કરવું એ નક્કી કરી ને આગળ વધવું પડશે ..!!!
જો કે અત્યારે તો સબ સે બડી ચુપ છે, તેલ જુવો ને તેલ ની ધાર..!! પણ મનથી તો સ્પષ્ટ થવું જ રહ્યું..!
ભારત દેશે વસતા લોકોમાંથી મિયાં ઇમરાન ની જેમ જે લોકો કેહશે કે અફઘાનો આઝાદ થયા એમની સાથે ના વાણી વર્તન કેવા રાખવા એ પણ રાષ્ટ્ર એ અને રાષ્ટ્રપુરુષો એ સ્પષ્ટ કરવા રહ્યા..!
જરાક પણ જોર લગાડ્યા વિના આખે આખો દેશ હડપ કરી લીધો , આવું બને કેમ ? અફઘાન મિલેટ્રી કે પોલીસ ક્યાય થી કોઈ પ્રતિકાર નહિ અને બધું ચુપચાપ ઘરમાં ભરાઈ ને બેસી ગયું તો એનો સીધો મતલબ એ જ થાય કે એ લોકો જે ઇચ્છતા હતા તે જ થયું છે..!
હું ઘણી વાર કહું છું કે આપણે બધા કલ્પવૃક્ષ ની નીચે બેઠા હોઈએ ને એમ જીવવું અને એમ જ ઈચ્છાઓ કરવી , કોણ જાણે ક્યારે કઈ ખોટી ઈચ્છા કરી અને પૂરી થઇ ગઈ તો ?
કદાચ અફઘાનો એ પાછલા વીસ વર્ષમાં અમેરિકનો જશે અને તાલિબ આવશે એવી સાચી કે ખોટી કલ્પનાઓ કરી રાખી હશે એટલે એમના નસીબમાં આ ઘડી આવી ને પડી..!
મીડિયા મેનેજરો એ ચેતવા જેવું છે, બહુ બધા વિધર્મીઓ ના ડર બતાડતા મેસેજીસ વોટ્સ એપ યુનીવર્સીટી ઉપર ફેરવો ને તો ક્યારેક એવું પણ થઇ શકે જન સાધારણ એ ડર ને હકીકત માની ને સ્વીકાર કરી લે તો પછી જેમ અફઘાનો એ બિલકુલ પ્રતિકાર કર્યા વિના તાલિબ ની આણ સ્વીકારી લીધી એવું ક્યારેક ના થાય..!!
વિરોચિત મેસેજો ફેરવવા જોઈએ ..! નકારાત્મક નહિ..!!
મેસેજ જોઈ જોઈ ને છેલ્લા ત્રણ ચાર દિવસથી મગજ ડોફરાઈ ગયું છે દિમાગ સ્ટ્રેટેજી બનવવા લાગ્યું કે મારે ત્યાં તાલિબ આવી ચડે તો શું ?
રોજ રાત્રે નવેક વાગ્યે વોક લેવા નીકળું ત્યારે આવા આડા અવળા વિચારો બહુ આવે , પેહ્લો વિચાર આવ્યો કે મારી પોલીસ અને આર્મી બધુંય ભાગી જાય, રટ્ટી થઇ જાય તો કેટલા તાલિબ જોડે મારો પનારો પડે ?
મને લાગે છે કે જો પોલીસ કે આર્મી ના હોય તો શ્યામલ ચાર રસ્તાથી લઇ ને પ્રહલાદ નગર ગાર્ડન સુધી ના રોડ ને કન્ટ્રોલ કરવા ફક્ત એક જ તાલિબ પુરતો છે જેની પાસે સુડતાલીસ કે છપ્પનવાળી બંધુકડી હોય..!!
એક મહિના સુધી એકેય માટીડો બાહર ના નીકળે, અને બે ચાર તો એનું ટીફીન પણ પોહ્ચાડે , અને મારા જેવો એમ કહે કે ઝેર નાખ મુઆ નાખ્ખોદીઆ ના ખાવામાં તો એમ બોલે ના ના જીવહિંસા થતી હશે..!
તારી બાયડી ઉપાડી ને લઇ જાય એ ચાલે પણ જીવહિંસા નહિ..!!!
બાહર આવવું રહ્યું છ્દ્મ અહિંસામાંથી ,
એક મિત્ર એ એના છોકરા ને શૂટર બનાવ્યો છે ,શુટિંગ ની બાળપણથી તાલીમ અપાવી છે ગજ્જબ ખર્ચો અને સમય એની પાછળ બગાડ્યો છે ,ગામ એને ગાંડો કહે ,પણ એ ત્યારે એમ બોલતો કે જે દા`ડે આતંકી આવ્યો ને સોસાયટીમાં એ દિવસે મારો છોકરો આ બંધુક લઈને ઉભો હશે અને ગામ આખું એની ઉપર ખીખીયાટા કરે..!
આજે કિલપો જોઈ જોઈ ને દરેક ને હૈયે ધાસ્તી પેઠી છે આવું કૈક થયું તો આપણું કોણ ?
નહિ થાય એવું ,નજીકના ભવિષ્યમાં તો ચોક્કસ નહિ થાય ,
કેમ કે ભારત ભૂમિ ની જનની એ એના નૂર ગુમાવી ને ઘણા ભડ જણ્યા છે , મારા દેશના વીરો હિમાળે હાડ ભલે ગળે તો ગળે પણ એકય ચીનો કે પાકિસ્તાની ઘુસ્વો જ નાં જોઈએ એની ચાંપતી તકેદારી રાખે છે..!!
ભાથામાં ભરપુર છે શસ્ત્ર ને અસ્ત્રથી ,અને છતાં પણ કલીપો જોઈ ને બીક લાગતી હોય તો રાયફલ કેમ ફોડાવી એની ટ્રેનીગ લઇ આવો કાયદેસર રીતે ..!!
અમે તો કોલેજ ના જમાનામાં પંદર દિવસ ગયા હતા અને પોઈન્ટ ટુટુ ની ફોડી હતી , ખભા ઉતરી ગયા ને કાને બે `દિ ધાક રહી તી` ..
જાવ જાવ તમે પણ ,કમ સે કમ બંધુકડી નું લોક કેમ ખુલે એની તો સમજણ આવશે અને આખો દિવસ એસોલ્ટ ખભે ઊંચકી ને ફરતા જવાન માટે થોડું વધુ માન કેળવાશે ..!
ફાયરીંગ રેંજ ના સવાર સવારમાં દસ ચક્કર મરાવશે એટલે ખબર પડશે કે સ્વતંત્રતા શું ચીજ છે..!!
સાલા ,પેટાળા ,ખાઉધરા, ગેંડા એકલી ફાંકા ફોજદારી કરી ખાય છે એની બદલે જા રાયફલ ની ટ્રેનીંગ લેવા..!!
ગભરાશો નહિ , અહિયાં એવું કઈ નહિ થાય મારા દેશની ચતુરંગી સેના તિરંગો લઇ ને જળ, સ્થળ ,આકાશ કે અવકાશ બધેય મટકું માર્યા વિના ચાક ચોબંધ ખડે પગે ઉભી છે..!!
એક કરોડ ને દસ લાખ માથા વઢાશે , ને સામેવાળા ના એકસો ને દસ કરોડ પછી શ્યામલ થી પ્રહલાદનગર સુધી જો બચ્યો હોય તો કોઈ આવી શકશે..!!!
કલ્પવૃક્ષ ની નીચે બેઠા છો એ યાદ રાખો ને નેગેટીવ મેસેજો ના ફેલાવો ,અને ખોટા સપના જોતી વસ્તી ને સમજણ પાડી દો કે અમે ભારત ભૂમિ ના એકસો ચાલીસ કરોડ આવીએ છીએ સિંધુ ને બ્રહ્મપુત્ર ના આચમન લેવા..!!
હુકમ ની જ રાહ ..!!
હેમાળો ખાલી કરાવવા..!!!!
જય હિંદ
જય હિન્દ કી સેના
વંદે માતરમ્
ભારત માતા કી જય
શુભ સંધ્યા
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*