ટીંડર પુત્ર ની વ્યથા..!!
માં યે આદમી મેરા બાપ નહિ હો સકતા ..
હાં બેટા તું સચ બોલ રહા હૈ..
રડમસ ચેહરે ટીંડર પુત્ર પૂછે.. તો કૌન હૈ ?
અબ તો બેટા ટીંડર હી સમજ લે , ક્યા પતા ઉસ મહીને દો મહીને મેં મૈને કિતને રાઈટ સ્વાઇપ કિયે થે ,ઔર ના જાને કિસ કોન્ટ્રાસેપ્ટીવવાલે કી માં ને ઉસકો બોલા હોગા બેટા ધંધે મેં ધરમ નહિ ઔર ધરમ મેં ધંધા નહિ..!!!
માં થોડા ચોખ્ખા ચોખ્ખા તો બોલો કુછ સમજ મેં આયે .. બહુત કન્ફયુજીયા ગયા હું મેં ..!!
કપાળ ફૂટતી ટીંડર પુત્ર ની ટીંડર માતા .. બેટા ઉસ ઝમાને ને એક વોટ્સ એપ મેસેજ બહુત ચલા થા..!!
એક શાકવાળી આવી ઘેર ત્યારે “માં” કાકડી બે રૂપિયે નહિ પણ કસ કરી એક રૂપિયે કિલો લીધી પછી શાકવાળી ને પૂછ્યું કે જમી ને આવી ? શાકવાળી એ ના પાડી અને “માં” એ એને બેસાડી ને ભરપેટ જમાડી ..!! હવે દીકરા એ પૂછ્યું આવું કેમ ? રૂપિયો વધારે ના આપ્યો પણ જમાડી કેમ ?
“માં” ઉવાચ ..ધંધામાં ધરમ નહિ ને ધરમ માં ધંધો નહિ ..!!
બસ ઉસી મેં સે કિસી ને કોન્ટ્રાસેપ્ટીવ કા કારખાના ડાલા ઔર યે મોકાણ હો ગઈ, પતા નહિ કીસ કોન્ટ્રાસેપ્ટીવ વાલે ને માં કા સુનકે ધંધે મેં ધરમ છોડ ઔર ક્વોલીટી મેં ગડબડ કરી ઔર તું ઇસ ધરતી પે આ ગયા..!!
સચ મેં ઉસને ધંધે મેં ધરમ નહિ છોડા હોતા તો મૈ ભી કિસી અચ્છે ઔર બડે આદમી સે શાદી કરકે ટીંડર અનઇન્સ્ટોલ કર દેતી ભઇશાબ ..!!
બોલો કેવું થાય જો ધંધામાંથી ધરમ જતો રહે તો ..?
કેટલા ટીંડર પુત્રો પેદા થઇ જાય..?
તદ્દન વાહિયાત મેસેજ ફરે છે બજારમાં કે ધંધામાં ધરમ નહિ ને ધરમમાં ધંધો નહિ..!!
અચ્છા ધંધામાં ધરમ ના રાખો તો શું થાય ? ક્વોલીટી જાય , ખરે ટાણે માલ દગો દે , સરકારી માણસો પાછળ પડે કેમકે ચોરીઓ જ કરી હોય ..!
એકલી ચોરીઓ કરે ધંધા કેમના ચાલે ? ( ભંવા ચડી ગયા ને ?)
બસ દે દે ..!!
નોકર ચોરી કરે તો નફો જાય અને શેઠ ચોરી કરે તો ધંધો..!
`કસ` મરાય ,પણ એટલો બધો કસ ના મરાય કે સપ્લાયર ચોરીઓ કરે એના માલમાં અને પછી આપડી જ ક્વોલીટી બગડે ..!
કસ મારવાની પણ લીમીટ હોય ..!!
ઘરની બાહર નીકળેલું માણસ બે પૈસા કમાઈ ને ઘેર ના જાય તો એના રોટલા કોણ કાઢી આપે ..?!!
પેહલા રૂપિયો કાપી લીધો અને પછી ઓટલે બેસાડી ને જમાડી દે એટલે ધરમ થઇ ગયો એમ ?
ખરી નાલાયકી બાકી ..!!
એટલો જ હ્રદયમાં પરોપકાર રમતો હતો તો હે ટીંડર માતા તારે બે રૂપિયાની જ કાકડી લઇ લેવી હતી ને ,બિચારી શાકવાળીનું અને એના છોકરા બંને નું જોડે જોડે પેટ ભરાઈ જાત..!!
પણ આતો કેવું કે રૂપિયો કાપી અને આઠ આના નું જમાડવાનું અને ઉપરથી દંભ કરવા નો કે મેં ધરમ કર્યો..!!!
બોલો આ એક વાક્ય એ કેટલું અનિષ્ટ કર્યું ..???!!
ધરમ વિનાનો ધંધો બેંકો ઉઠાડે ,પોતે પણ ઉઠે બજારમાંથી અને “મરણમૂડી” જેવા નવા નવા શબ્દ ને જન્મ આપે ..!!
યાદ છે માધુપુરા ઉઠી ત્યારે આ મરણમૂડી શબ્દ કેટલો વપરાયો હતો ?
માફી ને લાયકપણ કૃત્ય હતું ? ધંધામાં ધરમ રાખ્યો હોત તો ?
મનમાં એટલો જ ધરમ હતો તો “માં” એ એક ની બદલે બે રૂપિયા આપી ને શાકવાળી ને કીધું હોત કે તારો કાકડી ભાવ ઉંચો છે પણ મને ખબર છે કે તારે જરૂર છે એટલે હું લઇ લઉં છું અને ઉભી રે જમી ને જા ..! તને જાણ એટલે કરું છું કે આ ભાવે તારી કાકડી હું લઇ લઇશ પણ બીજા કોઈ નહિ લ્યે..!! એટલે બજાર ભાવે વેચજે..!
થઇ શક્યું હોત કે નહિ ? એના છોકરા ને પણ ઘેર જઈને શાકવાળી જમાડી શકી હોત…!!
વોટ્સ એપ યુનિવર્સીટીમાં ના નામે મેસેજ ફેરવાય છે ને તો બહુ ઊંડી અસર પડે છે, દે દે ના ફેરવો દોસ્તો..!!
એક આવા જ ધાર્મિક વેપારી જોડે પનારો પડ્યો હતો ..!
દર વખતે રૂપિયા કાપી લ્યે બિલમાંથી..!! છેવટે અમુક ચોક્કસ આઠ દિવસે એમના કાપવા ના કતલખાના બંધ હોય અને હું ત્યારે ચોક્કસ પોહચુ અને મોઢામોઢ કેહવાનું હમણાં તો કતલખાનું બંધ હશે ને ચાલો પૂરે પૂરું કાપ્યા વિના પેમેન્ટ આપી દો ..!!
અને માટીડો ધરમ થી આપી પણ દેતો હસતા હસતા..!!
શું મતલબ થયો ? એની માં એ ધંધામાં ધરમ રાખતા વર્ષમાં આઠ જ દિવસ શીખવાડ્યું હતું પણ એની બદલે જીવનભર ધરમ રાખ્યો હોત તો ?
કદાચ બે પૈસા ઓછા કમાવાય પણ કોઈ ક ની આંતરડી તો ના બળતે ..!!
મારા માટે રૂપિયા કાપે એવું નહિ પણ ખટારા ખાલી કરતા મજુરોના પણ એ જમાનામાં રૂપિયા કાપી લે ..!
પરસેવે રેબઝેબ મજુરોના રૂપિયા કેમ કપાય ?
પણ છે શીખવાડવાવાળી માતાઓ ..!!
બીજી બાજુ પણ છે ..! ક્યારેક નાના ધંધામાં નફા ના પ્રમાણ ખુબ ઊંચા હોય છે ત્યારે કસ મારવા પડે પણ ધંધા અમુક નિયમો છે કે વોચ યોર કસ્ટમર્સ કસ્ટમર એમ જ વોચ યોર સપ્લાયર્સ સપ્લાયર ..!!
તમારા ઘરાક નો ઘરાક કોણ છે અને એનું માઈન્ડ સેટ કેવું છે ,કે એના બજાર નો ટ્રેન્ડ ખબર હોય તો નફો લેવામાં આસાની રહે અને એ જ રીતે સપ્લાયર નો સપ્લાયર જો ધ્યાનમાં રાખીએ તો કસ ધરમ રાખી ને પણ મારી શકાય..!!
ચાલો ધરમ ની વાત પૂરી અને કરમ કરવા જવા નો સમય થઇ ગયો ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*