“ઉડતા પંજાબ” કે “ઉડતા ગુજરાત”
શરુ કરુ એ પેહલા કહી દઉ કે ઉપર મુકેલા ફોટોગ્રાફ્સ મારા મિત્રના છે આજ ના બ્લોગ માટે અમે સ્પેશીલ શૂટ કરેલા છે..!!
“ઉડતા પંજાબ”
એક સાથે ઘણા પ્રશ્નો અને વિવાદોને જન્મ આપી દીધો,આખા હિન્દુસ્તાનની નજર “ઘણા બધા” લોકોની ઈચ્છા ના હોવા છતાં પણ પંજાબ પર પડી ગઈ..
મને લગભગ ત્રણેક વર્ષ થયા પંજાબની ધરતી પર પગ મુક્યાને પણ પંજાબી માણસોને લગભગ રોજ મળવાનું કે ફોન પર વાત કરવાની થાય છે..
“પંજાબી માણસ” એમાં ગુજરાતમાં મોટો થયેલો પંજાબી પણ આવી જાય, ગુજરાતમાં મોટો થયેલો પંજાબી એટલે ,બિચારો દુબળો પાતળો ખાલી નામ અને અટકથી જ પંજાબી, “ગુજરાતી પંજાબી” બે કે ત્રણ દારૂના પેગમાં તો “ટલ્લી” થઇ જાય અને અસલી પંજાબી એટલે બાટલી આખી ઉતારી જાય અને પછી પણ અંબાલા થી લાહોર નોનસ્ટોપ ગાડી ખેંચે..!
આ ધારણા તો જૂની થઇ..
કોઈપણ વ્યક્તિ એકની એક વસ્તુથી કંટાળે અને કઈક નવું ટ્રાય કરે,એમાં પણ જુવાનીયા તો ખાસ,
પંજાબમાં છેલ્લા બે દસકાથી અત્યંત સુખ અને સમૃદ્ધિ આવ્યા છે, જેનો શ્રેય પંજાબના કિસાનો,ઉદ્યોગપતિ અને એનઆરઆઈ પંજાબીઓને જાય છે..! પણ જોડે જોડે પેહલા દારૂ અને પાછળથી ડ્રગ્સ પણ પંજાબમાં ઘુસ્યા..!
ઘણા બધા નવા નવા બનેલા બોલ્ડ મુવીમાં આપણે જોઈએ છીએ કે એશી પંચ્યાસી વર્ષના પંજાબી સાસુને દારૂનો પેગ પંચાવન વર્ષની વહુ બનાવી આપે છે..! અને સાસુ વહુ બંને જણી પ્રેમથી દારુ પીવે છે..!!
મુવીમાં બતાડતા આ સીન અત્યારે પંજાબમાં એકદમ હકીકતનું રૂપ લઇ ચુકી છે..!
હવે આ જ મુદ્દા પર અમારે એક ગ્રુપમાં જોરદાર ડિસ્કશન થયુ હતું..એક હસબંડ વાઈફનો ઝઘડો થયો હતો દારૂ પીવાની બાબતમાં..! વાઈફની દલીલ હતી કે તું મને હાર્ડ ડ્રીંક લેવા જ નથી દેતો તું એકલો જ ઠોકારે છે.. હું હવે બીયર નહી પીઉ મને પણ હાર્ડ ડ્રીંક જોઈએ..!
ઝઘડો ઠંડો પડ્યો, નશો ઉતર્યો..
ત્યાર પછી મારી એક જ દલીલ હતી કે જો બાપને આ રીતે દારુ અને સિગારેટ પીતો તમારો દસ વર્ષ છોકરો જોશે, તો આ જોઈને તમારો છોકરો પંદર વર્ષનો થશે ત્યારે આ બધું શીખશે, પણ જો માં ને પણ સિગારેટ દારૂ પીતી જોશે તો છોકરો એનાથી એક સ્ટેપ આગળ જશે..એ ખાલી દારૂ સિગારેટથી નહિ અટકે..!!
પંજાબમાં આ જ થયું છે..આખી પંજાબી સંસ્કૃતિએ દારુ ના દૈત્યને આનંદ નો દેવતા ગણીને સ્વીકારી લીધો, અને પછી નવી આવનારી પેઢી જેને આવતીકાલ ની તો છોડો પરમદિવસ નહિ, પણ આવનારા વર્ષોના વર્ષોની ચિંતા નથી.. એટલું બધું બાપદાદાએ ભેગું કર્યું છે,પછી એ યુવાધન ઝાલ્યું ઝલાય..?
અને પરિણામ શું આવ્યું? સમાજની અપર સર્કીટ તો ડ્રગ્સના નશામાં ડૂબી, જોડે જોડે મધ્યમ વર્ગ અને લોઅર ક્લાસ પણ ખેંચાઈ ગયો..!
એક બીજો પણ ભય સ્થાન ઉભો છે, બીજું પંજાબ તૈયાર થઇ રહ્યું છે, દિલ્લીની અપર સર્કીટ અત્યારે પંજાબના રસ્તે જ છે..અને દિલ્લી જો હાથમાંથી ગયું તો યુપી,બિહાર પણ નશામાં ડૂબશે..!
પંજાબને નશામાં ડૂબાડવામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયા અને લોકલ રાજકારણીઓ પણ એટલા જ જવાબદાર છે..
દુનિયા આખી જાણે છે કે આદિકાળથી અફઘાનિસ્તાનની ધરતી આલ્કેલોઈડસ પેદા કરી રહી છે, અને એ બધો માલ વેચવા વાયા પેશાવર થઇ ને દુનિયાના બજારોમાં આવે છે..
હવે અમૃતસર અને પેશાવર ડીસ્ટનસ કેટલુ ..? ફક્ત ૪૦૦ કિલોમીટર..!!
પઠાણકોટ હુમલા વખતે આતંકવાદીઓ એ જેમનુ અપહરણ કરેલુ એ પોલીસવાળા અને એમના રસોયીયા અડધી રાત્રે સરહદ પર શું કરતા હતા ?
લગભગ બધો જ “માલ” પોલીસની રેહમ નજરની હેઠળ જ આઘોપાછો થાય છે..!
ટીવી ઉપર હારમાળા ચાલી નશામાં ડૂબેલા પંજાબ ઉપર રીપોર્ટસની અને એ સબૂત પણ સાથે,
પણ લાગે છે નરેન્દ્ર મોદીના પેટનું પાણી હાલ્યુ નથી..સરકાર પણ ત્યાં બીજેપી અને અકાલીદલની છે તો પછી આમ કેમ..?
આખુ પંજાબ નશામાં ગરકાવ થઇ ગયુ અને દિલ્લીમાં સેહજ ભનક સુધ્ધા ના પડી? અને હવે એક પિક્ચર આવ્યું એટલે પેહલાજ નિહલાનીને મોહરું બનાવીને રાજરમત માંડી..?
સીધો આરોપ લગાવી દીધો કે આમ આદમી પાર્ટીના પૈસે ”ઉડતા પંજાબ” બનાવાયું છે..!!
આ દેશમાં હવે એક જ મૌસમ,એક જ તેહવાર અને એક જ રમત રહી છે ઈલેક્શન.. દરેકે દરેક વાતને ઈલેક્શન સાથે જોડીને જ જોવામાં આવે છે..!!
આ જ મુવી કદાચ પંજાબની ચુંટણી પછી આવ્યું હોત તો..
અલ્યા કોઈએ થેક પણ ના લીધી હોત, પણ હવે ઈલેક્શન માથે છે અને આવુ નશામાં ડૂબેલુ પંજાબ દેખાડાય તો પછી થઇ રહ્યુ, આમ પણ પંજાબ લોકસભા વખતે પણ હાથમાંથી ગયેલુ છે, અને હવે આવું કઈક થઇ જાય તો તો દિલ્લીવાળી જ થાય અરવિંદ કેજરીવાલ દિલ્લી અને પંજાબ બંને રાજ્યોના મુખ્યમંત્રી થઇ જાય..!
કેજરીવાલનના રથને તો ગમે તે ભોગે રોકવો જ રહ્યો, નહિ તો કોંગ્રેસ મુક્ત ભારત કરીએ આપણે (એવું બીજેપી માને છે, બાકી તો રાહુલ ગાંધી જ ભારતને કોંગ્રેસ મુક્ત કરી રહ્યા છે) અને લાભ લઇ જાય કેજરીવાલ..!!
“ઉડતા પંજાબ”ના વિવાદમાં એક મુદ્દો ક્રીએટીવીટીની સ્વતંત્રતાનો આવે છે..!
સર્જકને એના સર્જન ના પ્રદર્શનનો હક્ક છે..?
હા સો એ સો ટકા છે ,
પણ પેહાલાજ નિહલાની ક્યાંક મર્યાદા ચુક્યા છે..આ કોઈ એમ એફ હુસેન નું સરસ્વતીનું ચિત્ર નથી..કે આવી જોરદાર કાતરો ફેરવવી પડે..!
એક વાત એવી આવી કે પંજાબ નામ જ ના જોઈએ..એ લે તો શું ઉડતા ગુજરાત રાખે ?
કેટલા બધા મુવીમાં કેટલુ બધુ તમે બતાડી દીધું, સેક્સ અને હિંસા ક્યાય કશું લગભગ બાકી નથી અને હવે રહી રહીને શું નાટક માંડ્યા ?
બધી ફિલ્મો કઈ તમસ કેટેગરીની ના હોય નિહલાની સાહેબ..! આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક થઇને ઉડતા પંજાબ ટીમની સાથે ઉભી છે..
કેહવાય છે કે હનીસિંગના જીવનના એકાદા ભાગ પર બનેલુ મુવી છે.. ઇન્ટરેસ્ટીંગ રેહશે જો પ્રોપરલી માવજત અપાઈ હશે તો..
પણ અત્યરે તો કશુ જ કર્યા વિના પબ્લીસીટી થઇ ગઈ છે..
બોમ્બે હાઈકોર્ટે મામલો હાથ પર લીધો છે દલીલો પૂરી થઇ ગઈ છે અને ૧૩મી તારીખે ચુકાદો આવશે ,કદાચ મામલો આગળ વધશે અને સુપ્રીમ સુધી જશે..
રાજકીય રંગ ધારણ કર્યો છે “ઉડતા પંજાબ” એ એટલે હજી પણ નવા નવા ઉછાળા તો આવશે..
બાકી ડ્રગ્સ અને દારૂ પંજાબ માટે નવું નથી અને દેશભરની પ્રચલિત બિન સંસદીય ગાળો જેને ભૂતકાળમાં સેન્સર બોર્ડ બહુ જ A સર્ટીફીકેટ આપીને થીયેટરોમાં પીરસી ચુક્યું છે એ બધી જ લગભગ પંજાબી ભાષામાં છે..
લખું લીસ્ટ..?
નહિ લખુ અલ્યા શાંતિલાલ..! ગાળો બોલો એનો વાંધો નહિ પણ લખો તો મારો બ્લોગ બેન બેન કરી નાખે..!!
બહુ છૂટછાટ નહિ લેવાની પછી ક્રિયેટીવીટીના નામે હા ..!
આપણે હવે પાછા જઈ રહ્યા છીએ..મધ્યયુગમાં ..છેક મહાકવિ કાલિદાસના યુગમાં પોહચીશુ પછી જ કઈક છુટછાટ મળશે બાકી તો લ્યો ગરબા ગુર્જર નરનારીઓ..!
હવે ગુર્જર નરનારીની વાત આવી જ છે તો એક વાત કહી દઉં..
હમણા રાજસ્થાનમાં એક પાંચ સિતારા રિસોર્ટમાં રેહવા ગયો હતો,થોડીક GJ પાસીંગની ગાડીઓ હતી..ચાર પાંચ પાંત્રીસથી ચાલીસ વર્ષના કપલ અને એમના ટેણીયા હોટેલ આખી ખરીદી લીધી હોય એમ બુમાબુમ કરતા ફરતા હતા.. ટીપીકલ હોવ્વે ..ભાષા બોલાય..બપોર પડ્યે બ્રેકફાસ પત્યે એક GJ પાસીંગની ગાડી હોટલ બહાર જઈને થોડા બીયર લાવી અને બે કલાકે,
એક રૂમમાંથી ખુબ જ મોટા અવાજે બુમાબુમ અને હસાહસના અવાજો આવ્યા કલાક એક સુધી અને પછી બધું પોહચ્યું સીમીન્ગ પુલમાં..લખવામાં ભૂલ નથી, આવો ઉચ્ચાર હતો હેંડ અલી જલ્દી સીમીન્ગ કરીએ..
બધા નરનારીએ મોજ કરી બિયરની અને, જાંગીયા પેરીને પાંચે GJ નર અને એક હીરાનું મંગળસૂત્ર ધારણ કરેલી ગુર્જરનારે પંજાબી ડ્રેસ પેહરી અને સીમીન્ગ પુલમાં ભુજકો માર્યો..!!
પાંચ સિતારા હોટલનો સ્ટાફ વારે વારે તાકીદ કરે કે અવાજ ઓછો રાખો અને પંજાબી ડ્રેસમાં સ્વીમીંગપુલમાં પડવુ એલાઉડ નથી મેમ ..સર પ્લીઝ ..પણ હું તો ગઈ`તી મેળે..મેળામાં આંખના ઉલાળા , પેટમાં બીયરના ઉછાળા..પછી તો એકની પાછળ બીજી અને ત્રીજી ..
અને ભાઈ ચોથી નારએ તો વળી મેક્સી પેરીને ભુજ્કો માર્યો, પાણીમાં એમની મેક્સીનો થઇ ગયો ફજર ફાળકો…!!!મેક્સી પાણીમાં ઉંચી થઇને લપેટાઈ ગઈ મોઢે..
રાધે રાધે રાધે શ્યામ શ્યામ શ્યામ…
પાણીમાં ઉડતા ગુજરાત થઇ ગયુ..!!
મોકલો પેહલાજ નિહલાની ને રોકવા..
નશો નશો .નશો..રૂપિયા ,દારૂ ,પોઝીશન ,સત્તા ,હું…ક્રિયેટીવીટી..
નક્કી હારવાના પંજાબમાં અને તો પણ જશ લેવાના “કોંગ્રેસ મુક્ત” પંજાબ..!
“ઉડતા પંજાબ”
દારૂબંધી સારી છે નહિ તો ચાર બંગડીવાળી ગાડીઓ ઘણી છે ગુજરાતમાં પણ વાર નહિ લાગે ગુજરાતને “ઉડતા ગુજરાત” થતા..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા