અંકલ સામ ઉર્ફે અમેરિકન પ્રમુખ જગત જમાદાર ના આગમનની છડી પોકારાઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી ..
સ્વભાવે ડિસ્કસીયો
થઇ ગયેલ મીડિયા હવે માહિતી ઓછી અને ચૂંથાચૂંથ વધારે કરી રહી હોય એવું લાગે છે ,દરેક વાતમાં સત્ય ને બાહર લાવવા હોડ લાગી છે અને એમાં છેવટે કવિ
એ પણ ના કરેલી કલ્પનાઓ મીડિયા કરી ને બેસી જાય છે..
એક પછી એક ડાફા
મારવામાં પંકાયેલા ટ્રમ્પ સાહેબ પણ તોપગોળા ઘપાઘપ
છોડે છે, મોટેરા સ્ટેડીયમ જનમેદનીથી ચોક્કસ ભરાઈ જશે લગભગ અમદાવાદના કામધંધા અટકી જશે એ પણ નક્કી ,
તે છતાંય અમદાવાદી તરીકે એવી લાગણી ના થાય કે આપણે આંગણે અમેરિકન પ્રમુખ આવી રહ્યા છે એ બહુ મોટી વાત છે તો પછી એવું ચોક્કસ માનવું કે તમે ડીપ્રેશનમાં છો ક્યાં તો પછી તમારી જાત ને ક્યાંક ઓવર એસ્ટીમેટ કરી મૂકી છે..!!
આંતરરાષ્ટ્રીય કક્ષાના નેતાઓ મોટેભાગે દિલ્લી છોડતા નથી પણ થેન્ક્સ ટુ મોદી સાહેબ કે આટઆટલા નેતાઓ અમદાવાદ ને આંગણે આવ્યા..!!
ભારતનું પોતાનું સદીઓથી એક વ્યુહાત્મક સ્થાન રહ્યું આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં , ભારતે પોતાની એક અલગ અને ચોક્કસ ઓળખાણ પણ દુનિયાભરમાં ઉભી કરી છે,
બે વસ્તુ ને દુનિયા ઓળખે જ છે એક મહત્મા ગાંધી અને બીજો તાજમહાલ પછી જેને જેનો નંબર લગાડવો હોય એ લગાડે..!
આ બે વસ્તુ ને દુનિયા આખી એમની નિશાળની ચોપડીમાં ભણાવે છે એટલે દુનિયા ઓળખે જ , આપણે ભલે બહુ મોટ્ટી જમાત એમ કહી દે કે ગાંધી એ નખ્ખોદ વાળ્યું વગેરે વગેરે અને તાજમેહલ તો ફલાણું ને ઢીંકણું પણ દુનિયા ને માટે તો આ બે ના આકર્ષણ છે અને રેહ્વાના..!!
ડોલરિયા દેશના ધનપતિ જેનો પોતાનો પર્સનલ વૈભવ પણ દુનિયાને આંજી દે એવો છે એવા ટ્રમ્પ આવે છે ,વેપલો એમની નસ નસમાં છે , દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ ઉપર જ એમનું પઝેશન હોય એવી વ્યક્તિ માટે મોહનદાસ કરતા તાજમેહલ નું આકર્ષણ વધારે હોય એટલે ગાંધી આશ્રમ માં ટાઈમ “ખરાબ” કરવા નો મતલબ નથી..
મોગલ ડાયનેસ્ટી ભૂતકાળમાં જોર માર્કેટ થઇ છે અને બધુય કોંગ્રેસે કર્યું છેક એવું પણ નથી ,અંગ્રેજ પણ એ પેહલા બસ્સો વર્ષ હતા અને એમના માટે પણ અચરજ ની વાત હતી કે આવું ગાંડું
કોણ હોય કે જે મરેલી બૈરીના મકબરા માટે આખો ખજાનો લુંટાવી દે ..?
પશ્ચિમ માટે આવા અચરજ બહુ કામ કરે, ત્યાં કોઈ રૂપાળી
ને પત્ની બનાવવી હોય તો અઢળક રૂપિયા જોઈએ અને એ રૂપાળી
પાછળ ઉડાડવા પણ પડે , આંધળા શોપિંગ કરાવવા પડે ત્યારે એક પપ્પી
મળે અને પછી તો જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય..!!
ડોલરિયા દેશમાં ડોલર વિના બધું નક્કામું છે ..
અને કદાચ એટલે જ મલાનીયા ટ્રમ્પ એ કીધું હશે કે તાજમહાલમાં કલાક વધારે રહીશું હવે ગાંધી આશ્રમ ને પડતો મુકો ને ત્યારે શું વળી ,એક તો ટાઈમ ઓછો છે ત્યાં તમે ગાંધી આશ્રમ ક્યાં વચમાં ઘાલો છો..!!
આપણને મલાનીયા ટ્રમ્પના ડ્રેસિંગ બહુ ગમે ,જો કે દુનિયાભરના ફેશન ને લગતી બધી પ્રજા ને ગમે છે, એમની સલ્તનતે બર્તાનીયાની બે મુલાકાતો દરમ્યાન એમણે ત્યાંના રાજઘરાનાની બધી રાજવણ ને ઝાંખી પાડી દીધી હતી, અડધિયાઓ એ તો ત્યાં સુધી લખી નાખ્યું કે રાજઘરાનાની રાજવણો ને પણ એમ થઇ ગયું કે રૂપિયા નો પાવર એટલે રૂપિયા નો ..
રાજવણ જોડે જુના જુના એન્ટીક વેલ્યુ વાળા કપડા ઘરેણા હોય પણ લેટેસ્ટ ડીઝાઈનના મોંઘા માઈલા કપડા ના હોય, કેમકે જનતાના રૂપિયા માપ માં રહી ને વાપરવા પડે અને મલાનીયાને ધણી ના ઓછા કરવાના હોય છે..
એ વાત જુદી કે છે ધણી કેમના ભેગા કરે છે એ ..
ભારત આવતા લગભગ દરેક રાજનેતા એમના પત્નીજી ને લઈને આવે ત્યારે એ બધા તાજમેહલ અચૂક જાય છે, ટ્રમ્પ દંપત્તિ એ પરંપરા પકડી રાખી અને ઘણીવાર ઘણા નેતાઓ માટે તો એવું પણ લાગે કે આ બધા તાજમહેલ જોવા જ આવે છે બાકી તો બધું ઠીક..
ત્યાં પ્રેમ લગભગ વાસનાયુક્ત જ હોય છે ,આપણી જેમ પ્રેમ અને વિષય વાસના ને અલગ કરી ને ત્યાં નથી જોવાતું , જેટલી વાયગ્રા વધારે અને લાંબો સમય ખવાય એટલો પ્રેમ વધારે , એટલે આપણે પેલી ચૌદમી સુવાવડમાં મરી મુમતાઝ મહેલ અને પછી તરત એની બેહનને પરણી ગયા શેહનશાહ એવું બધું કેહવાનો મતલબ નથી..!
આવું બધું ચૌદમી સુવાવડ ને બધું એક સ્વીડીશ ને હું તાજમેહલ જોવા લઇ ગયો ત્યારે મેં કીધું હતું તો મારો “ઓળખ્યો” નાલાયક ,મને કહે બીજું શું થાય ? ત્યારે કોન્ટ્રાસેપ્ટીવ ના સાધનો નોહતા બન્યા ,પણ શૈશવ એક રીતે તો સારું કેહવાય કે એ મરી ગઈ નહિ તો આવી જાજરમાન ઈમારત પણ ના બની હોત ને ..!!
બોલો શું જવાબ આપવો ..???
પેલા કેનેડાવાળા જસ્ટીન સાહેબ તો સપરિવાર ઇન્ડિયા આવ્યા હતા અને આધિકારિક કામ કરતા એમના બૈરી છોકરા ને ઇન્ડિયા બતાડવા આવ્યા હોય એમ જ આખા દેશમાં ભટક્યા હતા..!
આ વિઝીટમાં હવે શું થાય છે એ જોવાનું ,રહી રહી ને ઇવાન્કા ટ્રમ્પ પણ આવી રહ્યા છે, એમના વરજી તો પેહલે થી જ આવવા ના હતા એટલે કહી દીધું હશે હેંડો ત્યારે વિક એન્ડ છે તો હું પણ વેકેશન લઇ લઉં ,ત્યારે શું મારેય તાજમેહલ જોવાઈ જાય ..!!
ટ્રમ્પ સાહેબની આ વિઝીટમાં એમની જોડે આવતા વેપારીઓ શું ઈચ્છા ધરાવી રહ્યા છે એની ઉપર બધું જશે ..
ચીન દેશના કોરોના ના બ્લંડર પછી વાર્તાઓ થાય છે કે ભારત માટે કૈક સારું થશે પણ સારું કરવાવાળા અને ડોલર રોકવાવાળા અને પછી પાછા બનેલો માલ લઇ જાય એવા શાહ સોદાગરો આવે અને કૈક કરે તો પાર પડે ..
બાકી તો તું કે દિ ની કે
તી તી જિંદગીમાં એકવાર તારે તાજમહાલ જોવો છે તે બતાડી દીધો બસ લ્યે..!
રહી વાત નમસ્તે ટ્રમ્પ ને લીધે એમને ચૂંટણીમાં ફાયદો કેટલો થશે ?
તો એમાં એવું છે ને પાક્કા એનઆરઆઈ તમારા અને મારા કરતા વધારે મોટા “હાજા હુથાર” ના ઘડેલા છે એમને શું કરવું એ એમના જણનારને પણ ખબર નથી હોતી પણ પેલા જે ઈમિગ્રેશન પર ડોસા ડોસીઓ ગયા હોય અને જખ મારીને “સિટીજન” થયા હોય એમને એમ થાય કે લે આ તો અમદાવાદ એ જઈ આયો હારું તા
રે આલો ઈને.. ત્યાં ફેર પડે ..!! બાકી તો ઇવેન્ટ મેનેજ કરવામાં તો આપણે કોઈ ના પોહચે .. રીવરફ્રન્ટ નો વિકાસ ક્યારે પૂરો થશે એટલું તો પુછવાનું મન થાય .. કે પછી સોમનાથ મંદિરની જેમ ? એવું કેહવાય છે કે સોમનાથ મંદિર માં હથોડી અને ટાંકણું લઈને કૈક કૈક કામ ચાલુ જ રાખવું પડે છે ,છેક સતયુગ થી લઈને વાયા ત્રેતા ,દ્વાપર થી આજના કલી માં, જો એમ કહી દેવામાં આવે કે મંદિરનું કામ પૂરું તો પછી મંદિર ઉપર મુસીબત આવે છે, એટલે કઈ નું કઈ ઝીણું ઝીણું પણ કામ ચાલુ જ રાખવાનું.. (આ વાયકા છે આધિકારિક પુષ્ટિ નથી ...!! એટલે મારી ઉપર ચોંટી ના પડતા ..!!) આપણે રીવર ફ્રન્ટમાં એવું જ કરવાનું કે શું ? એ ભલે ભલે પધાર્યા મે
માન
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)