पुनरपि जननं पुनरपि मरणं,
पुनरपि जननी जठरे शयनम्।
इह संसारे बहुदुस्तारे,
कृपयाऽपारे पाहि मुरारे
भजगोविन्दं भजगोविन्दं,
गोविन्दं भजमूढमते।
नामस्मरणादन्यमुपायं,
नहि पश्यामो भवतरणे ॥
भावार्थ :—-
बार-बार जन्म, बार-बार मृत्यु, बार-बार माँ के गर्भ में शयन, इस संसार से पार जा पाना बहुत कठिन है, हे कृष्ण कृपा करके रक्षा करो ॥
गोविंद को भजो, गोविन्द का नाम लो, गोविन्द से प्रेम करो ।
क्योंकि भगवान के नाम जप के अतिरिक्त इस भव-सागर से पार जाने का अन्य कोई मार्ग नहीं है ॥
બધી ખબર છે ,પણ ચોવીસ કલાકમાં ત્રણ મૃત્યુ અને બે વાર સ્મશાન જવાનું થાય એટલે મગજ ખરાબ તો થઇ જ જાય..!
લગભગ સોળેક વર્ષ નો હતો ત્યારથી પપ્પા એ સ્મશાન આવવું તારું ફરજીયાત છે કોઈપણ અંતરંગ વર્તુળમાં મૃત્યુ થાય ત્યારે, એવું ફરમાન આપ્યું હતું ..!
આજે “ફાયદો” દેખાઈ રહ્યો છે, `સ્મશાન વૈરાગ્ય` સ્મશાનમાં ઉભા રહી ને પણ બહુ આવતો નથી, પાછળની જવાબદારીઓ દેખાઈ જાય છે..!!
મૃતક ની પાછળની..!!!
મારી જાત માટે પણ ક્યારેક વિચાર કરું છુ કે `નાસૂર` તો નથી થઇ ગયો ને ? પણ કદાચ સમય નો અને ઉંમર નો તકાજો છે, અમારી ઉંમરના સગા કે મિત્રો હવે આગળ કેમનું છે એની જ ચર્ચા કરતા હોય છે..!
અમારી આગળની પેઢી હવે જતી જાય છે ,
*છત્તર જતા જાય છે અને છાપરા બની ને ઉભા રહીએ છીએ..!!*
ગઈ પેઢીના સંઘર્ષ વિચારીએ તો શારીરિક હાડમારીઓ ના પાર નોહતા અને અમારી પેઢી ના સંઘર્ષ વિચારીએ તો શારીરિક અને માનસિક બંને પ્રકાર ની હાડમારીઓ ની વચ્ચે ઉછરી ગયા અમે, ઉગરવા નું બાકી છે..!
આવનારી પેઢી ને શારીરિક હાડમારી એનું શરીર સરખું ચાલે માટે આપવી પડે છે, એમના ભાગે લગભગ માનસિક હાડમારી જ આવી છે..!
હું ભારતના શેહરી મિડલ ક્લાસની વાત કરી રહ્યો છું એટલે બહુ બ્રોડ સ્પ્રેકટ્રમ માં લઈને ના વિચારતા..!
કોવીડ ને કારણે સ્મશાનમાંથી તો આજકાલ ફટાફટ નીકળી જવાનું હોય છે ,
*સગા ,સ્વજનમાંથી શરીર થઇ ગયેલાની માયા ઝટપટ મુકવી પડે છે..!!*
પછી વાત આવે જવાબદારીઓ ની..!! જવાબદારી લ્યો તો એનો અંત જ નથી , બાકી પોતાની મસ્તીમાં મસ્ત રેહતો હોય એને શું ?
થોડીક એવી જિંદગીઓ જવાબદારીઓ વિષે વિચારું ત્યારે શરૂઆત આપણાથી જ કરવી પડે..!! સ્વાર્થી થઇ ને પોતાની જાત ને પ્રેમ કરી ને પોતાનામાં મસ્ત રેહતા ક્યારે શીખી જઈએ છીએ..?
કદાચ બહુ જ બાળપણથી..!!
ના ગર્ભાવસ્થાથી જ..
મમ્મી એમના જેટલા સગર્ભા પેશન્ટ આવે અને જેની પેહલી જ પ્રેગ્નેસી હોય ત્યારે ભાર દઈને હંમેશા કહે .. બેટા તું તારું ધ્યાન રાખજે ,તું સરખું ખાજે પીજે ,બાળક ને જે જોઈએ એ તારા શરીરમાં હશે તો સૌથી પેહલા એ ખેંચી લેશે અને તારા શરીરમાં `કમી` આવશે..!!
સ્વાર્થની શરૂઆત ગર્ભમાંથી જ..!!!
હવે વિચારવાની મજા આવે ,પોતાની મસ્તી માં મસ્ત રેહતા કે સ્વાર્થી કે પછી જે `છે` એમાં સંતોષ..??
આજે સવાર નો વિચારું છું અને એક એક ચેહરા નજર સામે લાવું છું , પોતની જ મસ્તીમાં પોતાના બનાવેલા નિયમોમાં મસ્ત રેહતા એક એક ચેહરા નજર સામે લાવું છું અને નિષ્કર્ષ એવો નીકળે છે કે કોઈ જ બાકી નથી ,અને જેમ જેમ મોટી ઉંમર ના ચેહરા આંખ સામે લાવીએ તેમ તેમ પોતાની જાતમાં મસ્ત રહી ને જીવવાની વૃત્તિ હાવી થયેલી દેખાય છે..! સ્વાર્થની માત્રા વધતી જ જાય..!!
ઘડપણ સ્વાર્થી, બાળપણ સ્વાર્થી, તો વચ્ચેની જિંદગીના ના સ્વાર્થ તો કેવા અને કેટલા બધા ?
અનહદ..!!
છતાંય વીતેલી જિંદગીઓ ઉપર નજર કરીએ તો `સ્વ` ના `અર્થ` જોડે જોડે પરમાર્થ પણ કરેલો વર્તાય , જો કે પીપળો થઇ પૂજાતા પૂર્વજના સરવૈયા કાઢવા ખોટા ..!
પીપળો યાદ આવ્યો છે તો એક ઉક્તિ યાદ આવે છે..
પીપળા ને ઉગવું હશે ને તો એ ભીંત ફાડી ને પણ ઉગશે..!!
આવું ખરેખર થાય આ કલિયુગમાં..?
હું તો મારા ધાબા ઉપર જેવો પીપળો દેખાય એ ભેગો ઉખાડી ને ફેંકી દઉં છું , મારા ઘરની ભીંત ફાડી ને એમ પીપળા થોડા ઉગવા દેવાય ? ઉપરથી એક મિત્ર એ રસ્તો આપ્યો આ જ્યાં ઉગે છે ને ત્યાં આખું મીઠું ભરી દે એટલે એ જગ્યાએ તો કમ સે કમ નહિ જ ઉગે ,બીજે પછી જયારે ઉગે ત્યારે જોયું જશે..!!
કેટલી ભીંતો આ ઘોર કળિયુગ માં એવી મળે કે જ્યાં પીપળા ને “ઉગવા” મળે ?
નથી મળતી ક્યાંય ભીંતો કે જ્યાં પીપળા ઉગી શકે..!! અને ખુલ્લી જમીનો ઉપર તો જગત નો બની બેઠેલો `તાત` માલિક થઇ ને બેઠો છે, જરાક કલેકટર ઓફીસ અને મામલતદાર ઓફિસે જઈને જોજો કે “જગતના તાતો” એ કેટલા સાચા અને કેટલા ખોટા કેસો ઠોકી ને સ્ટે ઓર્ડર મેળવ્યા છે..!!
ખૈર , પીપળો .. સરકારી રોડ રસ્તે તો આસ્ફાલ્ટ ને પેવીંગ બ્લોક તો પછી પીપળો જાય ક્યાં ?
મોટીવેશનલ સ્પીકર ને ત્યાં.. એકાદા એવા પ્રોફેશનલ સમૂહમાં કે જ્યાં પીપળા ને એમ થાય કે કદાચ અહિયાં હું મારું મૂળિયું ઘાલી શકીશ..!!!
એક બાળક જેનું નામ `પીપળો` છે અને બાર વત્તા ચાર એમ કરી ને સોળ વર્ષ અને ઉમેરવા હોય તો કેજી વગેરે વગેરે ના ત્રણ ચાર વર્ષ બીજા ઉમેરો અને આટલું ભણ્યા પછી પીપળા ને ઉગવું છે પણ ક્યાં જઈને ઉગશે એ જગ્યા ખરી ?
જિંદગી કાઠી થતી જાય છે આવનારી પેઢીઓ માટે ,ભીંત ફાડી ને ઉગવા માટે પણ ભીંતો નથી બચી ક્યારેક એવું લાગે છે..!!
સરકાર ,સમાજ કે સંસાર કોણ કોને પીસી રહ્યું છે કે કોણ પીસાઈ રહ્યું છે એની જિંદગીના છેડે ખબર પડે ..!!
છેક છેડે ..!
અને ત્યારે આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા બીજું શું ?
કાળ કપરો છે કે નહિ એની સમજણ નથી પડતી પણ અઘરો કાળ તો ચોક્કસ ચાલી રહ્યો છે..!
ઓપ્શન્સ નથી મળતા આજકાલના પીપળાઓ ને..!
આપણે તો પછી બીજું શું ?
રસ્તો ના દેખાય તો भजगोविन्दं भजगोविन्दं, પેહલા પણ લખી ચુક્યો છું ભગવાન ને આપણે બનાવ્યા છે કે ભગવાન ને આપણે ભગવાન ને બનાવીએ છીએ એની જ ખબર નથી પડતી..!
મર્યા પછી ની જિંદગી વિષે વિચારવું નિરર્થક છે ,પણ છે એને સરખી રાખવી એ સાર્થક છે..!
પીપીઈ કીટ સો`તા સીએનજી ની ભઠ્ઠીમાં જવાનું છે કે સાંજખાપણ ના સાજો સામાન સાથે, હવે તો એવો પણ એક વિચાર આવે છે..!!!
આવ્યો ,આવ્યો સમશાન વૈરાગ્ય..!!
જય હો
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*