1 / 6
વેલેન્ટાઇનના વાયરા ..
ફેબ્રુઆરી આવે એટલે કોલેજીસમાં બધા `ડે` ચાલુ થઇ જાય, પણ પીક પકડાય વેલેન્ટાઈન ડે ઉપર..
રીવર ફ્રન્ટથી લઈને આખા અમદાવાદની પેલી કપલ ફ્રેન્ડલી રૂમ્સ ઉભરાવાની ચાલુ થઇ જાય પછી એમાં મંકોડો કીડીને લઈને જાય કે કીડો મકોડીને લઈને જાય..
પકોડી ખાતા થયેલા પ્રેમ આજે અંજામ સુધી પોહચી જશે ..
પણ ખબરદાર …!!!
એક પણ છાપાવાળો આજના દિવસમાં કેટલા કોન્ટ્રાસેપ્ટીવ વેચાયા એના આંકડા આપે તો .. માં મરી જાય એમની ..!!
નવરાત્રીમાં તો ચડી ચડીને આંકડા છાપશે પણ આજે કેટલા ખેલ થયા, કઈ હોટેલોમાં , બે કલાકના કેટલા રૂપિયા સુધી ભાવ ચડ્યા આવું બધું ઇન્વેસ્ટીગેશન કરીને નહિ છાપે ..!!
ઠીક છે ..જેવા જેમના કામ અને એજન્ડા ..
હવે ચાલુ કરીએ નવી જૂની વેલેન્ટાઇનની વાતોથી ..
આજના જમાનાની મીલેનીયમ કિડ્સની દુનિયામાં અને `ટીંડર`ને `બમ્બેલ`ના (બંને ડેટિંગ એપ્સ છે ) જમાનામાં વેલેન્ટાઈન ડે આખો જુદી જ રીતે હવે ઉજવાઈ રહ્યો છે, રાઈટ અને લેફ્ટ સ્વાઇપના જમાના છે ..!!
પણ છેક થી શરુ કરું તો એંશીના દાયકાના છેલ્લા છેલ્લા વર્ષોમાં નગરી અમદાવાદે પેલી કાર્ડ શોપ્સ ખુલી ગઈ એટલે પ્રેમલા-પ્રેમલીઓને જરાક નિરાંત થઇ ગઈ, બધું પ્રેમ અને શૃંગારનું સાહિત્ય છાપેલું અને લખેલું કાર્ડમાં તૈયાર મળે એટલે ગાંડીઘેલી કવિતાઓ અને
2 / 6
લાંબા લાંબા પ્રેમપત્રો ઘસવામાંથી ને વાંચવામાંથી જનતા જનાર્દનને છુટકારો મળી ગયો..!
સિદ્ધાં પોતના નામ જ ઠપકારી દેવાના, બાકીની “લવરા-લવરી”ની મેટર “અંગ્રેજી” માં છાપેલી તૈયાર જ હોય, અને એમાં પણ કોઈ દોઢ છપ્પનના દિકરા-દિકરી હોય અને એમને એમના ભવિષ્ય માટે `સબૂત` ના છોડવા હોય તો કાર્ડમાં To You અને From Me, આટલું લખીને મૂકી દે ..એટલે આગળ જતા ભવિષ્યમાં `સેટિંગ` બગડે તો લગારે ચિંતા જ નહિ ..!!
સ્માર્ટ પ્રજા રેહતી .. સબૂત નહિ છોડને કા ..! સમજે કુછ ચંપા-ચંપક ..!!?
જો કે સમયે નવી નવી ઉભી થયેલી કાર્ડ શોપ્સ અને પછી ગીફ્ટ શોપ્સએ જબરજસ્ત માર્કેટિંગ કર્યું વેલેન્ટાઇનનું , જુવાનીયાઓને તો દોડવું હોય અને ઢાળ મળ્યા જેવો ઘાટ થયો..
બસ પછી તો વાયરો વાયો ને વાવાઝોડું થઇને એવો વરસ્યો વેલેન્ટાઇન કે વસંતપંચમી ભુલાઈ ગઈ…!! જે રમતુડી કે રમેશના સેટિંગ જિંદગીમાં ના થાય એવું અમે માનતા એવી એવી `ઢીન્નચાક` પ્રજા વેલેન્ટાઇનને દિવસે ફૂલફટાક થઇ `સેટિંગ`માં ભમતી જોવા મળતી..!!
જો કે રમેશની શરૂઆત રેહતી તો બહુ જ ખતરનાક ..
એ રમતુંડી તું મારી જોડે `ફ્રેન્ડસીપ` કરીશ ? જવાબમાં રમતુડી આખે આખી હાથણીની જેમ ઝૂલતી ઝૂલતી લેહકા કરતી જાય, નેણ મટકાવતી મટકાવતી બે ચાર છણકા-ભણકા પણ કરે, પછી રમલો થોડુક જોર મારે એટલે પ્રેમ પરવાન ચડે ..
થોડાક દિવસો પછી કાર્ડનો વારો આવે..પેલા આઈ લવ યુ વાળા J !
કાર્ડ આપ્યું પછી તો જલો જલો ..
ફ્રેન્ડ`સીપ` આગળ વધી જાય અને રમેશ જલસાથી રમતુડીના અધર રસ ના `સીપ` ભરી ભરીને પીવે.. જીમખાનાની ગલીમાં કે અટીરાના “જંગલો”માં સંતાઈને..!!
3 / 6
પાંચ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીના કાર્ડ મળતા, સો રૂપિયાની કાર્ડ લગભગ A2 સાઈઝનું હોય એટલે પ્રેક્ટીકલી ગાડીમાં નાખીને જ લઇ જવું પડે પણ એવડા મોટા કાર્ડનું જોખમ ઓછું ખેડતી જનતા કેમ કે પછી થી એ કાર્ડ નાખવું ક્યાં ?
આવડું મોટું કાર્ડ લઈને ઘેર જાય તો છાનો છપનો વેલેન્ટાઇન હોય તો ઘરમાં પકડાઈ જાય અને વેલેન્ટાઇન ફૂટી જાય, નાના નાના કાર્ડ પણ ફૂટી જતા અને પછી તો જે થાય કમઠાણ…
જગતને જાણ થઇ એટલે પૂરું ..!!
રમેશનો પ્રેમ કોઈક બીજા રસેશના પાનેતરમાં લપેટાઈને પેક થઇ જાય અને `રમેસભૈયા` રાજાને બાજા બજાવવાના વારા આવે ..!
ફ્રેન્ડ`સીપ` (ફ્રેન્ડશીપ) નો ત્યાં જ અંત ..! કાર્ડની કમબખ્તી …!
નેવું ના દાયકામાં જરાક વેલેન્ટાઇન ઝડપ પકડીને આગળ વધ્યો.. ફ્રેન્ડ`સીપ` બાજુ ઉપર મુકાઈ,
સીધું જ કાર્ડ અને પછી તો અધર ધરે મોહન-મુરલી..!!! `સીપ` માર્યા કરે ..!
ઈસ્વીસન બે હજારની સાલ આવતા આવતા તો કાર્ડ પણ ખોવાઈ ગયા અને મોહનને મુરલી બંને ત્રણસો રૂપિયામાં બે કલાક મળતી હોટેલની રૂમ સુધી આવી ગયા..!!
નવા નવા શબ્દો બોલચાલમાં આવી પડ્યા, જસ્ટ ફ્રેન્ડઝ , ગર્લફ્રેન્ડ ,બોયફ્રેન્ડ , રિલેશનશિપ, ફ્રેન્ડઝ વિથ બેનીફીટ , ઇન લવ ..લીવ ઇન ..!!
મજાની વાત તો એ થઇ કે દરેક શબ્દોની વ્યાખ્યા જે કાંઈ થઇ તે છેક “છેવાડાના માનવી” રમેશ , મોહન, માણેક, મહેશ સુધી પોહચી..!!!
૨૦૧૧થી લઈને આજ સુધીનો જે ઈન્ટરનેટનો જમાનો આવ્યો ..
ઓ માડી રે .. બાપલીયા..!!!!!!
આખું કોષ્ટક આવી ગયું વેલેન્ટાઇનનું …!!!
`વેલેન્ટાઇન ડે` માંથી આગળ વધીને `વેલેન્ટાઇન વીક` થઇ ગયું ..!!!
4 / 6
છે કે ? ડીટેઈલ નાખું ચંપામાશી-ચંપકકાકા ? લ્યો ત્યારે તમે પણ જ્ઞાનમાં વધારો કરો ..
Date
Valentine Weekday Name
7th February
Rose day
8th February
Propose Day
9th February 2
Chocolate day
10th February
Teddy day
11th February
Promise day
12th February
Hug day
13th February
Kiss day
14th February
Valentine’s day
5 / 6
ચક્કર આવ્યાને રમેશ-મોહન-મહેશ તમને ? શું થયું કાકા-માશી ?
આને જુવાનીના ઝોલ કેહવાય..!!
જે વેલેન્ટાઇન ડે કાર્ડ અને ગીફ્ટ શોપ્સના ખભે ચડીને પાંગર્યો એ હવે આજે ડેટિંગ એપ્સમાં ખીલી રહ્યો છે ..!!
જનતા રાઈટ અને લેફ્ટ સ્વાઇપ કરી રહી છે..!!
જ્ઞાન છે કે આપવું પડશે ? ચંપા-ચંપક ?
ચાલો આપી દઉં , ક્યારેક કોઈક ડોહા-ડોહીની ડાગળી ચસકે તો કામ લાગે..
ડેટિંગ એપમાં તમારી જે પ્રકારે ચોઈસ ફીલિંગ કરો તે પ્રમાણે વિજાતીય કે સજાતીય પાત્રના તમને ફોટા એક પછી એક દેખાડવામાં આવે પછી જો તમે રાઈટ સ્વાઇપ કરો અને સામેથી પણ રાઈટ સ્વાઇપ આવે તો ચેટીંગ વિન્ડો ખુલે અને એમાં પછી મોટેભાગે એકવાર A/S/L કન્ફર્મ થાય એઈજ ,સેક્સ અને ક્યાં રહો છો વત્તા તમારું સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન તે પછી ગાડી આગળ વધે..
માટીડો અને માનુની પોતે સારા હોવાનો દેખાવ કરવા માટે એમ કેહવામાં આવે કે હું આ ગંધાતી એપને અનઇનસીન્ટોલ કરી રહ્યો છું કે રહી છું તારો વોટ્સ એપ નંબર ઝટ આપ તો આપણે કોન્ટેક્ટમાં રહી શકીએ ..
પછીની કહાની આગળ વધે વોટ્સ એપ ઉપર ..
એકબીજાના ફોટા આપ લે થાય અને મીટીંગ નક્કી થાય,
પણ જે પ્રકારના ફોટોગ્રાફ્સ મોકલ્યા હોય તેની ઉપરથી નક્કી થાય કે પેહલા કોફી પીવડાવવાની છે કે પછી સીધા કપલ ફ્રેન્ડલી ત્રણ કલાકવાળી હોટેલે …!!!
સુ થયું ચંપક ? ફોટા ઉપરથી કેમનું નક્કી થાય એમ ? બહુ પછાત ચંપક તું તો યાર..!!
જો ચમ્પા.. એમાં એવું છે ને કે પેહલા ફોટામાં જ જો રમતુંડી અને રમેસ પોતના જરાક વક્ષસ્થળ દેખાડે તો પછી બીજા ફોટામાં પુરા..અને ત્રીજા, ચોથા પાંચમા …માં સમજી ગયો ચંપક ..
6 / 6
ક્યારેક લાઈવ વિડીયો ચેટ પણ થાય હોં ચંપા સમજી ?
અરે હા એમાં ધ્યાન રાખજે હોં..
સ્ક્રીન રેકોર્ડ થઇ ગયો ને તો હનીટ્રેપ .. સાયબર સેલમાં જવું પડે હોં ..!
બહુ જોર જોર પ્રેમનું પર્વ મનાવાઇ રહ્યું છે કે મનાવવા તરફ ધક્કા મારી મારીને મીડિયા ,સોશિઅલ મીડિયા અને રેડિયા ધકેલી રહ્યા છે ..!!
અલ્યા એકાદ છાપાવાળા તો છાપશે કે નહિ ડીટેઇલ હેં ?
હેંડો ત્યારે આપણે પૂરું કરીએ ..
બોલ શ્રી વેલેન્ટાઇન દેવ કી જે ..!!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*