જન સંખ્યા નિયંત્રણ કાનૂન લાવવા માંગે છે ઘણા બધા લોકો દેશમાં..!!
કેમ અલ્યા શું થયું એકદમ ? હમણાં સુધી તો વસ્તી બહુ મોટી સ્ટ્રેન્થ હતી ,દુનિયાનું સૌથી મોટું બજાર હતું , ને સસ્તી લેબર હતી ને બધું કૈક કૈક હારું હારું હતું અને અચાનક વસ્તી ભારે પડવા લાગી ?
ક્યારે કોનું કેવું ભવન ફરે છે એની ખબર જ નથી પડતી ..!!
પણ આપણે તો એક સીધી વાત કહીએ કે સો કપાતર કરતા એક સો માં સોંસરવો જાય એવો સારો ..!! નહિ તો ભારત ભૂમિ ઉપર એકસો ચાલીસ કરોડ જીવડા રખડે છે એમાં તો એક વધારે જીવડો જન્મારો આખો રખડી ખાય..!!
મધ્યમવર્ગ અને ઉપલો વર્ગ લગભગ પાછલા પચાસ સાહીઠ વર્ષથી વસ્તી નિયંત્રણ ના વગર કાયદે નિયંત્રણ કરતો જ આવ્યો છે, અમારી પેઢી તો સ્કુલ ની અને કોલેજો ની ફી ને વાંકે વસ્તી વધવા જ નથી દેતી , છોકરા ની સ્કુલ કોલેજો ની ફી ભરવામાં તો જન્મારો જતો રહે ,
એમાં પાછા બે ઉપર ત્રણ અને ચાર ? બીપીએલ કાર્ડ કઢાવી ને રેશનકાર્ડ લઈને ઉભા રેહવું પડે લાઈનમાં..!!
આજકાલની નવી પેઢી ને તો છોકરા ..? હાય હાય ..!
હજી તો અમે છોકરા જેવા છીએ ત્યાં છોકરા ક્યાંથી થવા દેવા ? એમ કરી કરી ને પાંચ છ વર્ષ ખેંચે ને ત્યાં સુધી જો એક બીજા જોડે બાઝી બાઝી ને પાળિયા ના થયા હોય તો પછી જાય ઇન્ફર્ટીલીટી ની ટ્રીટમેન્ટ કરાવવા ..!
વરસ બે વરસ ની ટ્રીટમેન્ટ પછી લગન ને પાંચ સાત વર્ષે માંડ એક થતું હોય ત્યાં બીજા ની ક્યાં આણવા બેસવું ..?
તો પછી વસ્તી કોણ વધારે છે ?
જેમને સરકારો મફત નું બધું આપ આપ કરે છે એ લોકો વધારે છે , થોડોક સુધારો કરું વાક્ય રચનામાં ..!
વસ્તી એ લોકો વધારે છે કે જેમને સરકારે આપેલું મફત નું લેવામાં રત્તીભાર શરમ નથી અને એમ સમજે છે કે મફત નું સરકાર પાસેથી લેવું એ અમારો હક્ક છે , એ લોકો વસ્તી વધારે છે..!!
તમે અમદાવાદ શહેરના દરેક ચાર રસ્તે સિસ્ટમેટીકલી ભીખ માંગતી સ્ત્રીઓ ને જો જો..!
એક છોકરું કાખમાં અને એક પેટમાં , બીજા ચાર પાંચ ત્યાં આજુબાજુમાં ફૂટપાથ ઉપર રખડતા હોય , પ્રોડકશન હાઉસ હોય આખું ..!!
વસ્તી વધારો રોકવો હોય ને તો કાયદો એવો કરવો પડે કે મફત નું કે સસ્તું અનાજ જો બે ઉપર ત્રીજું છોકરું હશે તો નહિ મળે , ત્યારે સુધરશે બાકી તો બારેય મહિના અને ૩૬૫ રાતો પ્રકિયા ચાલુ જ રેહશે..!!
વસ્તી વધારા નું બીજું કારણ છે કે વધતી જતી એવરેજ લાઈફ , ભારત દેશમાં હવે લોકો લાંબુ જીવતા થયા છે અને એશી પંચ્યાસી વર્ષ તો લગભગ રમતા ખેંચી કાઢે છે જો કે કોવીડમાં ઘણા ગયા, ને જોડે જોડે પબ્લિકમાં પણ જબરી નીભ્ભરતા આવી ગઈ ,
ફલાણાના બાપા ગયા .. કેટલી ઉંમર હતી ? પંચોતેર હશે … ત્યારે ઠીક છે..!
લો કર લો બાત ..સાવ સામાન્ય રિસ્પોન્સ ..!! બધાય નંગા ચંગા થઇ ગયા હતા કોવીડ ના બીજા વેવમાં તો..!!
પાછલા ત્રણસો વર્ષ ની જો કોઈ મોટામાં મોટી શોધો હોય તો એ છે ગર્ભનિરોધક સાધનો, સેઈફ્લી થતા ગર્ભપાત અને સિઝેરિયન ..!!
આ ત્રણ વસ્તુ એ ખરેખર સ્ત્રી ને માણસ બનાવી, બાકી તો છોકરા જણવા નું મશીન જ હતી સ્ત્રી , એ જમાનામાં બીજી મોટ્ટી કમબખ્તી એ હતી કે કઈ સુવાવડમાં સ્ત્રી નું સ્વસ્થ્ય જોખમાય અને પરધામ પોહચી જાય બાપડી એ નક્કી નહિ ,અરે બળાત્કારથી રહી ગયેલા ગર્ભ ને પણ જન્મ આપવો પડતો ને પછી એને જીવનભર વેંઢારવા પડતા..!!
બહુ ગંદી પરિસ્થિતિઓ હતી સ્ત્રી માટે ..!!
જે એશી કરોડ લોકો ને મફત કે સબસીડી આપી ને ખવડાવી રહી છે સરકાર એ વર્ગમાં આજે પણ સ્ત્રીની પરિસ્થિતિ વધારે સુધરી નથી એટલે જો ખરેખર વસ્તી નિયંત્રણ કરવાની દાનત હોય ને તો કડકાઈ ત્યાં કરાવવી પડે તેમ છે..!
ચીન દેશ માટે વાયકાઓ એવી છે કે એક સંતાન ને જન્મ આપે પછી પતિપત્ની બંને ની નસબંધી કરી નાખવામાં આવતી, આપણે કદાચ એવું તો કરી ના શકીએ કેમ કે લોકશાહી છે અને વોટ ના રાજકારણમાંથી હજી કોઈ પક્ષ બાહર નથી આવી શક્યો , એટલે દેશહિતમાં આવો નિર્ણય લઈને પોતાના ના અસ્તિત્વ ઉપર પ્રશ્નાર્થ મુકવાનું જોખમ કોઈ પક્ષ આજે તો લેશે નહિ અને કદાચ આવનારા વીસ વર્ષ સુધી નહિ લ્યે ..!
હા એવું કૈક ગોઠવાય કે બે થી વધારે સંતાન હોય તો એનો વોટીંગ રાઈટ ખતમ અને એને મળતા સરકારી લાભો પણ ખતમ , તો કૈક મેળ પડે બાકી તો કામદેવ પ્રાણી માત્રના મનમાં વસે છે અને રતીદેવી ભલે ને આખો દિવસ ચાર રસ્તે ભીખ માંગી માંગી ને થાક્યા હોય તો પણ વસ્તી વધી જ જાય દર વર્ષે..!!
તમ તમારે દર શિયાળે ફૂટપાથ ઉપર સુતેલા ગરીબો ને ધાબળા વેંહચો ..!!
દર બેચાર ધાબળે એક ધાબળો એક નવા જીવન ને જન્મ આપવામાં નિમિત્ત બને જ છે..!!
કેવી અસમાનતાઓ છે આ દેશમાં, ખાવા ધાન નથી , ઘરમાં એલ્યુમીનીયમના હાંડલા કુસ્તી લડતા હોય પણ બચ્ચે તો ચાર પાંચ હોણે ચાહિયે , આપણે ઘઈડે હોંગે તભી કુણ રખેગા ..!!
વોટીંગ રાઈટ ખત્મ કરો તો જ મેળ પડે ..!
ચર્ચા વર્ષોથી ચાલી રહી છે ,પણ કૈક નક્કર કાયદો આવે ને એ પણ ગરીબ ઉપર દયા રાખ્યા વિના .. તો બધું અટકે તેમ છે બાકી તો .. ગાયો દોહી ને કુતરી પીવડાવી રહ્યા છીએ આજ સુધી , અને આગળ પણ એમ જ્ થશે..!!
સસ્તું ,મફત અને સબસીડી ..!!
વસ્તી વધારા નું મૂળ ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*