વીર….
(Page -1)
બેંગલોર …૧૯૯૮ ની સાલ એક પોશ વિસ્તાર માં નાનકડા એવા સુંદર ફ્લેટ… રાત ના બે વાગ્યા હતા માં જાનકી … પોતાના નાનકડા દીકરા ને ખોળા માં લઇ ને થપથપાવતી હતી , આશુતોષ …..આશુતોષ બેટા આશુ …શાંત થઇ જા તો …..શાંત થા દીકરા …નાનકડો તેર વર્ષ નો આશુતોષ પથારી માં ..ઊંઘમાં થી ઝબકી અને અને એકદમ બુમો પાડવા લાગતો …આશુતોષ ની આખો હમેશા બંધ રેહતી અને પથારી માં આમતેમ હાથ પગ પછાડતો ..અને આશુતોષ ને એકદમ ખોળા માં લઇ ને જાનકી શાંત કરવા નો પ્રયત્ન કરતી હતી … છેવટે વેંકટેશએ આશુતોષ ઉપર પાણી
નાખ્યું અને આશુતોષ એકદમ પથારી માં બેઠો થયો … શું થયું બેટા આશુ તને શું થાય છે દીકરા …?? આખા પાણી થી ભીના આશુતોષ ને છાતી સરસો ચાંપી અને જાનકી રડવા માંડી …..વેન્કી ઉર્ફે વેંકટેશ …અસહાય લાચારી થી જોતો રહ્યો …. બેટા આશુ તને શું થાય છે …???કેમ રાત્રે ચીસો નાખે છે તું ..? જાનકી પૂછતી રહી ….અને ફરી એ જ જવાબ આપ્યો આશુતોષે ….. માં મારી પાછળ રોજ મને મારવા રાત્રે કોઈ દોડે છે …. એના હાથ માં તલવાર હતી હું તેને દોડાવતો હતો જંગલ માં હું દોડતો હતો …. એ માણસ મને જાનથી મારી નાખવા દોડે છે …. બસ એકજ વાત ….જ્યાર થી આશુતોષ થોડો સમજણો થયો ત્યાર થી આ એક જ વાત કરે છે અને ઊંઘ માં થી અઠવાડિયા માં બે વખત ઉઠી જાય ….
જાનકી મૂળ ડુંગરપુર રાજસ્થાન ની પણ ગુજરાત માં મોટી થઇ અને બેંગ્લોર માં ભણવા આવી અને બેંગ્લોર માં રેહતા વેંકટેશ જોડે પ્રેમ થયો અને લગ્ન કરી ને ઠરી ઠામ બેંગલોર માં થઇ ….એક માત્ર સંતાન આશુતોષ … આશુતોષ જન્મ્યો ત્યાર થી અડધી રાત્રે જાગી જાય … ઝબકે … પરસેવે રેબઝેબ થાય અને … જેવું એની ઉપર પાણી છાંટે ત્યારે જ શાંત થાય ….
ઘણા બધા ડોકટરો ને બતાવ્યું … આઠ દસ વર્ષ નો આશુતોષ હતો ત્યાર થી ડોકટરો ને બતાડવા નું ચાલુ કર્યું …. પણ કઈ જ રસ્તો ના મળે ….(cont.page-2)
No Comments