(Page -10)
અને રણમેદાન માંથી દેવીસિંહ ચૌહાણ ને પાછા બોલાવાયા …..બધાજ રણબંકા વીરગતિ એ ગયા . એક સાંજે મહારાણી કનકદેવી એ જૌહર કર્યું ….. દેવીસિંહ ચૌહાણ એકલા બચ્યા હતા ..બધા જ રણબંકા માર્યા ગયા હતા …
મહારાણી એ જૌહર કુંડ પર ચિતા ગોઠવવી અને દેવીસિંહ ચૌહાણ ને હુકમ કર્યો જ્યાં સુધી મારું શરીર રાખ ના થાય ત્યાં સુધી તારે મારી ચિતા ની રક્ષા કરવા ની છે જ્યાં સુધી મારું શરીર રાખ ના થાય ત્યાં સુધી અહીજ ઉભો રેહજે ….અને પછી ભાગી જજે … મહારાણા ને મેવાડ ની રાજલક્ષ્મી તારે સોપીને જ પ્રાણ ત્યાગજે , ત્યાં સુધી તારા પ્રાણ ના છોડીશ દેવીસિંહ …..દેવીસિંહ એ વચન આપ્યું …વચને બંધાયેલો દેવીસિંહ રોતો રહ્યો ચીખતો રહ્યો ….રાણી સા જોહર મત કરો મારો પ્રાણ અભી બાકી હૈ …પણ રાણી જલતી ચિતા માં કુદી પડ્યા ….બહાદુર શાહ નો સેનાપતિ ચિતોડ ગઢ નાદરવાજા એક પછી એક સર કરતો ઉપર આવતો જતો હતો , વચને બંધાયેલો દેવીસિંહ ચૌહાણ મહારાણી ને ચિતા ની આગ માં ભસ્મ થતા જોતો હતો શરીર મહારાણી નું જલતું હતું અને , દેવીસિંહ નો આત્મા બળતો હતો .મહારાણી રાખ થયા ….. બહાદુરશાહ નો સેનાપતિ લગોલગ આવી ગયો હતો , દેવીસિહ ને જીવતો ઝાલવા પાછળ બહાદુરશાહ નો સેનાપતિ પડયો , દેવીસિંહ એને ચિતોડ ના કિલ્લા માં આમ તેમ દોડાવતો રહ્યો પછી જંગલો માં ઉતરી ગયો પણ એની પીઠ પર ઘા પડ્યો .. પણ દેવીસિંહ અજમેર તરફ ભાગતો રહ્યો વચ્ચે મહારાણા અને એની મેવાડ ની સેના મળી ગઈ મહારાણા ના ખોળા માં માથું મુકયું અને બોલ્યો હુકુમ એકલિંગજી માં અડધી રાજલક્ષ્મી પડી છે …. અને બીજી અડધી ક્યાં છે એ બોલે એ પેહલા એના પ્રાણ જતા રહ્યા ….શરીરે સાથ છોડી દીધો , પણ એ રાજલક્ષ્મી ,ખજાનો ક્યાં છે એ કેહવા માટે વચને બંધાયેલા દેવીસિંહે ચૌહાણે બીજો જન્મ લીધો …. દેવચંદ રાઠોડ ના રૂપ, દેવચંદ રાઠોડ ની વાત વાત તમને માણેકબાઈ વધુ સારી રીતે કેહશે હુકુમ .. મહારાજા એ માણેકબાઈ સામે જોયું .. માણેક બાઈ એ પ્રણામ કર્યા મહારાજા ને અને બોલી ખમાં ઘણી હુકુમ …અન્નદાતા ……દેવચંદ રાઠોડ મહારાણા સજજનસિંહ કી મહારાણી લક્ષ્મીદેવી કે પિયર સે સાથ લાયે ગયે થે ….
No Comments