(Page -17)
જો મહારાણી પદ્મિનીદેવી ના પરિવાર નું કોઈ રીતે કાસળ નીકળે તો મેવાડ ની રાજગાદી પર આરામ થી પોહ્ચાય એવું માલિની ને લાગતું હતું …દશેરા નો તેહવાર સામે હતો ..શસ્ત્ર પૂજા ગોઠવાઈ મહેલ માં ..આશુતોષ અને કૃષ્ણરાજ સિંહ નો પેહલી વાર આમનો સામનો થયો …આશુતોષ ઘુરતો રહ્યો ….છેવટે શસ્ત્ર પૂજા પતી ..એ જ સમારંભ માં માલિની ની ઓળખાણ આશુતોષ સાથે થઇ માલિની માસી તરીકે આશુતોષ માં રહેલો દેવીસિંહ જાગી ગયો ….એને કૃષ્ણરાજ સુધી પોહાચવા નો રસ્તો મળી ગયો ….બીજા દિવસે માલિની જાનકી ને મળવા આવી , માલિની એ એને પતાવ્યો અને મેહલ ના બીજા ભાગો જોવા છે ..? એમ કરી ને તેને લઇ ને કૃષ્ણરાજ સિંહ પાસે લઇ ને ગઈ ..નાનો બાળક સમજી ને કૃષ્ણરાજ સિંહે તેને રમાડ્યો ચોકલેટ્સ આપી ….
પણ તે પેહલા તેના પુનર્જન્મ ની વાત કૃષ્ણરાજ ને માલિની એ જણાવી હતી ..આખું મેવાડ ના મળે તો કઈ નહિ …અડધું મળે તો પણ ઘણું …માલિની એ કૃષ્ણરાજ ના મન માં ઈચ્છા પેદા કરી દીધી હતી ..રાજા બનવા ની અને મોજ કરવા ની …આશુતોષ ને પટાવા ના પ્રયત્નો ચાલુ થયા ….મહારાજા અને મહારાણી કોઈ કારણસર મેહલ ની બહાર હતા દિવાળી સુધી ..અને અહિયાં તખતો ગોઠવતો જતો હતો …કૃષ્ણરાજે પોતાના દસ માણસો ને તૈયાર કર્યા …આશુતોષ ને ઉપાડી અને ચિતોડ લઇ જવો અને ખજાનો મેળવવો …
વહીલ ચેર માં ફરતા કૃષ્ણરાજ ની લાલસા જાગી ગઈ હતી …..મોત પોકારતું હતું … કાળી ચૌદસ ની અંધારી રાતે આશુતોષ નું અપહરણ થયું ..દિવસો થી કંટાળેલી જાનકી ની જાણ માં અને પોતાની કોલેજ ફ્રેન્ડ માલિની ઉપર વિશ્વાસ મૂકી અને એને આશુતોસ ને ચિતોડ ઊંઘતો લઇ જવા માં મદદ કરી …રાજ મેહલ માં થી આશુતોષ ને ઊંઘતો ઉઠાવ્યો અને ગાડી માં નાખી ચિતોડ લઇ ગયા …માલિની અને દસ માણસો ચિતોડ પોહ્ચ્યા …ખજાનો ક્યાં છે ..?? યાદ આવ્યું માલિની પૂછતી રહી …. વેહલી સવારે ત્રણ વાગે આશુતોષે કહ્યું હા યાદ આવ્યું પણ કૃષ્ણરાજ સિવાય કોઈ ને નહિ કહું ..કૃષ્ણરાજ આવ્યા ..બોલ …આશુતોષે કીધું અહિયાં નહિ ગઢ ના પૂર્વ દિશા ના દરવાજે ચાલો ત્યાં કહીશ ….ખજાના ની લાલચ માં આંધળાં થયેલા માલિની અને કૃષ્ણરાજ એ ફટાફટ ચિતોડ ગઢ ના પૂર્વ દરવાજે જવાની વ્યવસ્થા કરી , આશુતોષ ના અસલી ઈરાદા થી અજાણ એવા બંને … (cont.page-18)
No Comments