(Page -18)
વ્હીલ ચેર સહીત ગાડી માં કૃષ્ણરાજ અને માલિની દસ માણસો પૂર્વ દરવાજે પોહ્ચ્યા ..ચિતોડગઢ નો પૂર્વ દરવાજો સીધી ખાઈ માં ખૂલતો …તે પણ ચારસો ફૂટ ઊંડી ખાઈ માં …..દરવાજે વિહલચેર માં કૃષ્ણરાજ ને લઇ માલિની આવી …દરવાજો ખોલો ….આશુતોષે હુકમ કર્યો દસે દસ જણ ખજાના ની લાલચ માં પરોઢ ના પાંચ વાગે તોતિંગ દરવાજો ખોલવા લાગી પડ્યા . દરવાજો ખુલ્યો સામે ખાઈ … કૃષ્ણરાજ ને અહિયાં લાવો …વહીલચેર ને ઊંચકી અને ચક્રો ઉપર લાવ્યા અને એકદમ દરવાજા ની વચોવચ વ્હીલચેર મૂકી … વ્હીલચેર સહેજ ઢાળ પર રગડી….બ્રેક લગાવી અને બે ઈટો વહીલચેર ને અડી લગાવી ..આશુતોષે હુકમ છોડયો..સબ નીચે ઉતર જાવ …બધા ફટાફટ નીચે ઉતરી ગયા …. હવે ગઢ માં દરવાજા ની વચોવચ બે જાણ તેર વર્ષ નો આશુતોષ અને વ્હીલચેર માં બેઠેલા કૃષ્ણરાજ , દરવાજા ની એકદમ ધારે.. મોત સામે થી કૃષ્ણરાજ ને ખેંચી લાવ્યું . યાદ કરો તમે મને કેમ માર્યો હતો મહેન્દ્ર સિહ યાદ કરો …મેવાડ ના રાજપૂત થઇ ને મેવાડ ના રાજપૂત ને માર્યો … મેવાડ ના ગદ્દાર ..એકદમ કૃષ્ણરાજ બઘવાયા આ શુ કહે છે ….જમીન પર પડેલી એક ઝાડ ની લાકડી આશુતોષે જોરદાર રીતે વ્હીલ ચેર માં બેઠેલા કૃષ્ણરાજ ના નિશ્ચેતન પગ માં ફટકારી … પણ આ શું કૃષ્ણરાજ એકદમ દર્દ થી ચિલ્લાયા ..એને લાગ્યું કે એના પગ માં જાન આવી ગઈ એ ઉભા થવા ગયા અને ઉભાપણ થઇ ગયા ત્રીસ ફૂટ નીચેથી માલિની અને દસ માણસો ચમત્કાર જોતા રહ્યા … જીવન માં પેહલી વાર પોતાના પગે કૃષ્ણરાજ ઉભા થયા અને એની આંખ માં પાછલા જન્મ ના કરેલા પાપ આવ્યા અને બુમ પડી ઉઠયો દેવીસિંહ તું …. આશુતોષે કીધું હા હું દેવીસિંહ ચૌહાણ અને દેવચંદ રાઠોડ બધું હું જ …. કૃષ્ણ રાજે ચીસ પાડી તારો કાળ તને અહિયાં ફરી લાવ્યો છે દેવીસિંહ ..અને તરત વહીલ ચેર ને ટેકો લેવા ગયા ..અને ધીમે થી આશુતોષે ઈટો ખસેડી લીધી ….અને કૃષ્ણરાજ ગબડ્યા સીધા ચારસો ફૂટ ખીણ માં ….માલિની ચીસો પડતી ઉપર આવી એના હાથ માં આશુતોષ બેભાન થઇ ગયો …એક વાર માલિની ને આશુતોષ ને પણ ખીણ માં ફેકી દેવા ની ઈચ્છા થઇ પણ યાદ આવ્યું જો પોલીસ કેસ થશે તો કોઈ નહિ બચાવે કૃષ્ણરાજ રાજ તો ગયો … પ્હો ફાટ્યું દિવાળી નું ……ચુપચાપ દસ માણસો સાથે પછી ઉદયપુર આવી અને આશુતોષ ને જાનકી ને સોપી દીધો …
No Comments