(Page -2)
બાવા ,સાધુ ,મંદિર ,બધું કરીજોયું પણ કઈ જ ફેર ના પડે છેલ્લા મહિના થી આ જ વસ્તુ આશુતોષ દિવસે ચાલુ સ્કુલ માં આવું કરવા માંડ્યો હતો ….. વેંકટેશ અને જાનકી ખુબ જ પરેશાન હતા ….. એવા માં અચાનક એક દિવસ જાનકી ના દુર ના માસી કામિની દેવી , કોઈ કામ થી ડુંગરપુર થી બેંગલોર આવ્યા તેમની હાજરી માં રાત્રે આશુતોષ જોડે ફરી આ ઘટના થઇ … જાનકી કામિની માસી ને બાઝી પડી અને ખુબ રડી … મારા દીકરા ને આમાં થી છોડાવો ….કામિની માસી ને કૈક યાદ આવતું હોય તેમ લાગ્યું પણ કઈ બોલ્યા નહિ … બીજે દિવસે વેંકટેશ જયારે ઓફીસ અને આશુતોષ સ્કુલે ગયા ત્યારે કામિનીમાસી એ વાત છેડી…. ક્યાર થી થાય આવું ?? જન્મ્યો ત્યાર થી … એના શરીર પર કોઈ નિશાની છે ..? એટલે જાનકી ચમકી … યાદ કર તારો છોકરો જન્મ્યો ત્યારે એના શરીર પર કયાય લાખુ કે બીજી કોઈ નિશાની છે ..?? જાનકી તરત જ બોલી . હા માસી એના હાથ પર સુરજ નું નિશાન છે … અને પીઠ પાછળ એક મોટો લીટો છે ,કામીનીદેવી એ વાત પકડી પણ થોડી સમજાવટ થી બોલ્યા … જો બેટા તું શેહર માં રહી મોટી થઇ એટલે અમારી નાના ગામ ની , અને અમારા ઘરડા લોકો ની વાત વાત ના માને , પણ મને પણ મને તો આમાં આ તારા છોકરા ના કોઈ ગયા જનમ ની વાત લાગે છે … તમે મોટા ભણેલા ગણેલા લોકો આ પુનરજન્મ ની વાત ના માનો પણ …નક્કી કોઈ એવી જ વાત છે … તારો છોકરો ગયા જનમ માં સૂર્યવંશી રાજપૂત હશે … અને કઈક કામ અધૂરું મૂકી ને મર્યો હશે …. અને આ જન્મ માં એ કામ એને પૂરું કરવા નું છે … માટે એને બધું આ યાદ આવે છે ….અમારા મેવાડ માં બહુ બધા જૌહર અને કેસરિયા થયા, અને બહુ બધા વીરો એ પ્રાણ આપ્યા … બધા ને સદગતિ જ મળે ….પણ જેનું કોઈ કામ કે વચન અધૂરું રહ્યું હોય એ આવી રીતે અવતાર લે અને બાકી નું કામ પૂરું કરવા
આવે …….
બધા જ પ્રયત્ન કરી ને થાકેલી જાનકી ના ગળે વાત ઉતરી ગઈ ….રાત્રે વેંકટેશ ને વાત કરી …સોફ્ટવેર એન્જીનીયર વેંકટેશ પણ થોડું માનવા પ્રેરાયો …. એ જ રાત્રે ફરી આશુતોષ ચીસો પાડવા માંડ્યો …. વેંકટેશ પાણી લઇ ને આવ્યો કામિનીમાસી આડો હાથ કરી ને એને આશુતોષ ઉપર પાણી રેડતા તેને રોક્યો … (cont.page-3)
No Comments