(Page -3 )
કામિનીમાસી એ જાનકી ને પલંગ પર થી હટાવી દીધા… જાનકી અને વેંકટેશ બંને જણા ખૂણા માં ઉભા રહ્યા …આશુતોષ … માર દે ઉસકો ..જય એકલીંગજી … માર … રાજપૂત વીર માર ઉસે …ઉઠા તલવાર ….કામિની માસી એ જોરદાર બુમો પાડવા માંડી..સામે આશુતોષે બુમ પાડી … હર હર મહાદેવ ..જય એકલિંગજી … એકદમ પથારી માં સુતો સુતો આશુતોષ લડતો હોય તેમ પરસેવે રેબઝેબ થવા માંડ્યો ….માસી એ ફરી બુમ મારી હર હર મહાદેવ આશુતોષે સામી બુમ મારી જય એકલિંગજી …. રાણી સા ,રાણી સા ,જોહર … મત કરો … મારો પ્રાણ બાકી છે ..રાણી સા ..રાણી સા … ચીસો પડતો આશુતોષ પથારી માંથી બેઠો થઇ ને જાતે જ આંખો ખોલી નાખી , બેટા ક્યાં હતો .તું કોણ છે તું …. ?? રાણીસા કા નામ બતા … માસી બોલતા રહ્યા …ખૂણા માં ઉભા ઉભા જાનકી અને વેંકટેશ એકદમ મૂઢ થઇ ને જોતા રહ્યા …..
આશુતોષ કશો જ જવાબ આપ્યા વિના માસી ના ખોળા માં આંખ એકદમ શાંતિ થી ઘસઘસાટ ઊંઘી ગયો માસી એ એના કાંડા પર સુરજ નું નિશાન જોયું અને ઉંધો ફેરવી ને ટીશર્ટ ઊંચું કરી ,પીઠ પર એક જનોઈ વઢ એક લીટો જોયો …. અને આશુતોષ ને થાબડી અને સુવડાવી દીધો …. આટલો શાંતિ થી આશુતોષ ક્યારેય નોહતો ઊંઘ્યો .. થોડી ભયભીત થઇ હતી જાનકી …અને વેંકટેશ માટે તદન નવું હતું આ બધું …. માસી એ કહ્યું આજ ની રાત મને સુવા દો આશુ જોડે …ખુબ શાંતિ થી બાકી ની રાત ગઈ … કામિનીમાસી ને પાછા જવા ના દિવસો આવ્યા .. જાનકી એ બહુ પ્રયત્ન કર્યો રોકવા નો , જ્યાં સુધી કામિનીમાસી રહ્યા ત્યાં સુધી કોઈ જ પ્રોબ્લેમ ના થયો ફરી અને આશુતોષ આરામ થી ઊંઘ્યો…કામિનીમાસી એ બાહેધરી આપીં કે ફરી કઈ પણ થશે તો હું પ્લેન માં બેસી ને બેંગ્લોર પાછી આવી જઈશ …પણ અત્યારે મને જવા દો ….એ જ રાત્રે ફરી આશુતોષ એ બુમો પાડી …પણ આ વખતે રાણીસા રાણી સા …જોહર મત કરો મારો પ્રાણ બાકી છે બસ આટલું જ બોલ્યો આશુતોષ ..માસી બેંગ્લોર થી ટ્રેન માં નીકળ્યા હતા … મોબાઈલ પર વાત કરી …. કામિનીમાસી કીધું તમે છોરા ને લઇ પ્લેન માં ડુંગરપુર આવો .તરત જ ટીકીટો થઇ માસી ટ્રેન માં ડુંગરપુર પોહચ્યા .(cont.page-4)
No Comments