(Page -6)
જાનકી લગભગ બેભાન થવા જેવી હતી ….રાત ભારે હતી ….વેહલી પરોઢે વાયરલેસ પર સંદેશો આવ્યો ….એકલિંગજી ની નજીક એક ટ્રક સાથે ઘોડા નો એકસીડન્ટ થયો છે …
ઘોડો મરી ગયો છે અને એક નાનો બાળક બેભાન છે ….પોલીસ ની જીપ માં નાખી અને આશુતોષ ને હોસ્પિટલ લવાયો .. બપોર સુધી માં ભાન આવ્યું ..સેફટી માટે હાથ પગ બાંધી દેવામાં આવ્યા .ભાન માં આવ્યા પછી એકદમ નોર્મલ બાળક ની જેમ જ વર્તન હતું …હોસ્પિટલ માં જ આશુતોષ ને રાખવો તેવો કમિશ્નરે નિર્ણય લીધો … ક્યાય થી પણ કોઈ હથિયાર હાથ માં ના આવે ,અને સંપૂર્ણ નજરબંધી અને એકદમ મજબુત પોલીસ પેહરો આશુતોષ ને ફરતે ગોઠવાયો … શું ચાલી રહ્યું છે , એની વેન્કી અને જાનકી ને સમજણ નોહતી પડતી , પણ બંને જણા એટલું તો પાક્કું કરી ને આવ્યા હતા કે , જે થાય તે પણ હવે આ બધા માંથી આશુતોષ ને બહાર લાવી ને જ બેંગ્લોર પાછા જવું છે , કામિની માસી એ આગળ કેમ વધવું એ માટે એક રસ્તો સુઝાડયો આશુતોષ ને બે દિવસ પછી પોલીસ ના પહેરા હેઠળ ઉદયપુર ના રાજ મેહલ માં લઇ જવો ..એ મહારાજા ને મળવા માંગે છે …તો આપણે એની વ્યવસ્થા કરીએ …. રાજમહેલ માં વાત કેહ્ડાવી ..એક વૃદ્ધ રાજમહેલ ના નોકર પણ જૂની ઘણી બધી વાતો ના જાણકાર એવા લાલસિંહ ને મહારાજા એ આ કેસ સોલ્વ કરવા માટે નિયુક્ત કર્યા ….લાલસિંહ આશુતોષ ને મળવા હોસ્પિટલ ગયા ….. હોસ્પિટલ ની રૂમ માં જાનકી વેંકટેશ કામિની માસી અને આશુતોષ હતા … અસલ જુના જમાના ના મેવાડી પહેરવેશ માં સજ્જ થયેલા, લાલ સિહ એ … અંદર આવી અને આશુતોષ ને પ્રણામ કરી અસ્સલ રજવાડી રીતે ખમ્મા ઘણી હુકુમ …. સામે આશુતોષે જવાબ વળ્યો ….ખમ્મા ઘણી …જય મેવાડ .. તરત લાલ સિંહ એ કીધું જય મેવાડ.. હુકુમ ….રાજ મેહલ ક્યારે પધારો હુકુમ …મૈ લાલસિંહ આપ કા સેવક સેવા કે લિયે આયો ,મહારાણા ને ભેજ્યો ….. તરત જ આશુતોષે પલંગ પર થી કુદકો મર્યો અને બોલ્યો અબઘડી ,જાનકી પકડી ને રોકવા ગઈ …. કામિની માસી એ રોકી લીધી ,લાલસિંહ આગળ ચાલ્યા ..પાછળ સંપૂર્ણ રજવાડી સ્ટાઇલ માં આશુતોષ ચાલવા લાગ્યો ….તરત પોલીસ ના ચાર જવાન દોડ્યા એની સાથે વેંકટેશ અને જાનકી પાછળ ,લાલસિંહ ની ગાડી માં આશુતોષ બેઠો .. (cont.page-7)
No Comments