બીબીસી ઉપર દરોડા પડ્યા..
બહુ સેહલું છે રાજકીય પોસ્ટ લખવું ..
કારણ એવું કે રાજકીય પોસ્ટમાં મોટેભાગે વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે છે નહિ કે પરિસ્થતિ ..!
ગુજરાતના થયેલા તોફાનો માટે મીડિયા હંમેશા વ્યક્તિને ટાર્ગેટ કરતુ આવ્યું છે પરિસ્થિતિને ટાર્ગેટ કરીને ક્યારેય લખાયું નથી ..
ઘણો સમય વીતી ગયો છે હવે એ વાતને એટલે એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી, પણ વિદેશી મીડિયા કોઈક પોતાના ટાર્ગેટ લઈને બેઠું હોય છે,
તમને અને મને અમુક અમુક સમયે કશુંક કશુંક યાદ કરાવતું રહે જેથી તમારું અને મારું દિમાગ બીઝી રહે અને મન ખારું..!! દુનિયા આખીમાં સતત ચાલી રહેલા માનસિક યુદ્ધનો એક બહુ મોટોભાગ છે .. !!
ઋષિ સુનક સલ્તનતે બર્તાનીયાના પ્રધાનમન્ત્રી થયા ત્યારે અહિયાં બહુ બધા ગેલહાગરાઓ એ ઓવારણા લીધા જાણે કોહિનૂર પાછો ભારતના ખજાનામાં પાછો આવી જવાનો હોય.. પણ એવું કશું થતું નથી અને ચોક્કસ થવાનું પણ નથી..
નવા થનારા “મહારાણી” કોહિનૂર ધારણ નથી કરવાના પણ ક્વીન મેરી એ જે તાજ ધારણ કર્યો હતો એ ધારણ કરવાના છે એટલે ઘણા મીડિયાને એમ થઇ ગયું કે એ લોકો તમને અને મને પાછો આપી દેશે કોહિનૂર,
પણ જાણ ખાતર કહું તો કોહિનૂર ઉપર ઈરાન સહીત આખા ભારતીય ઉપમહાદ્વીપના જેટલા દેશો છે એ બધ્ધાએ દાવો ઠોકયો છે , એટલે ડીવાઈડ એન્ડ રુલવાળી વસ્તીને માટે કોહિનૂર કોને આપવો એ સવાલ છે માટે એ લોકો એમની “પાસે” જ રાખશે ..!!
હમજાયું કંઈ ?
અને જે તાજ મહારાણી એલીઝાબેથ પેહરતા એ તાજને કંઈ નવા મહારાણી લાયક નથી એટલે એમને પેહરવા માટે કબાટમાંથી એમના વડસાસુ ક્વીન મેરીનો તાજ કાઢીને આપી દીધો ..મૂળ મુદ્દો આવો છે પણ પરદેસી મીડિયા થોડું બોલે ..?!!
ઋષિ સુનક માથે જોખમ એ રહે છે કે આ `જાત` કેહવાતા તમારા માણસ પાસે તમારું નખ્ખોદ કઢાવે એવી છે..!! જનરલ ડાયર ના એક હુકમે ભારતીય સૈનિકોએ ભારતીયોને ગોળીએ વીંધી કાઢ્યા અને જલિયાવાલા બાગનો કાંડ થયો ..!!
રાણી વિક્ટોરિયાના વારસો એ એવી જોરદાર સીસ્ટમ બસ્સો વર્ષમાં ઉભી કરીને મૂકી છે દુનિયાભરમાં કે આજે પણ એમના રાજ ચાલે છે, અને તો પણ આપણે આપની જાતને સ્વતંત્ર કહીએ ..!!
પાસપોર્ટ વિઝાની દુનિયા ઉભી કરીને મૂકી દીધી, લે લઇ લે પિત્તળ ગધેડીના ..!!
પોતે આખી દુનિયા પાસપોર્ટ અને વિઝા વિના ભમ્યા અને કબજો કરીને બેઠા પણ બીજાને માટે હવે એવા જોરદાર વાડા બાંધીને સૈન્યો ઉભા કરીને મૂકી દીધા કે ક્યાંક જરાક પણ આઘાપાછા થવું હોય તો પણ ના થઇ શકે, સીધી બંધૂકની ગોળી આવે અને પાછા તમે અને હું સ્વતંત્ર .. શકોરું સ્વતંત્ર ..??
પાસપોર્ટ અને વિઝા મસ્ટ , એટલે તમારી એન્ટ્રી અને એક્ઝીટ બિલકુલ મોનીટર થાય દુનિયાભરમાં ..!
ઉપરથી સરસ મજાના દુનિયાભરમાં `બાઝણા` ઉભા કર્યા સરહદોના નામે પછી ધર્મના લાકડા સળગતા રાખ્યા..
અત્યારે રાણી તો જાણે ગુજરી ગયા અને રાજા બેઠા ગાદીએ તો હવે રાજગાદીએ આવ્યા રાજાધિરાજની આણ સ્વીકારી હોય એવા દેશો શું કરે છે ?
ઉદાહરણ લઈએ તો કેનેડા ખાલીસ્તાનને સપોર્ટ કરે અને ઓસ્ટ્રેલીયા ,અમેરિકા વિરોધ .. અલ્યા તમે બધા એક માં ના તો જણેલા છો ..! એક નીતિ રાખો ,પણ ના ..
એક ડાબે રમાડે અને બીજો જમણે ..તમારે અને મારે રમવું પડે ..નીતિ છે એમની , લડતા રાખો અને જુના ઘા ખોતર્યા કરવાના એને માટે મીડિયાને હાથો બનાવવાનો ..!!
સળગતું રાખવું ..!!
વોટ્સ એપ યુનીવર્સીટી અને ફેસબુક ગ્રેજ્યુએટસના ડેટા બાજુ ઉપર મુકીએ તો પણ દુનિયાભર “વેલ્થ” જે ભારતીય ઉપમહાદ્વીપની માલિકીની હતી એ બધ્ધી પશ્ચિમ ઠોકી ગયું છે અને હજી પણ દોહન ચાલુ છે ..!
બે દિવસ પેહલા લીથીયમના ભંડારો મળ્યા એવા હેડલાઈન છાપ્યા અક્કરમીઓ એ ..
હજી એવા સ્વતંત્ર થઇ ગયા છો કે તમારા ખનીજના ભંડારો તમે સાચવી શકો ?
કોલસાની ખાણો હતી થઇ ગઈ ..
લોખંડની ખાણો હતી થઇ ગઈ ..
સોનાની ખાણો હતી થઇ ગઈ ..
આ બધું ભારતભૂમિમાંથી ખોદી કાઢ્યું અને ક્યાં ગયું ?
એ ખોદી ખોદીને દુનિયાને ચરણે ધરી દીધું , તમને પાકિસ્તાન જોડે એક યુદ્ધ કરાવે અને ખુવાર કરી મુકે પછી એના એ તમને લોન આપે બેઠા થવા માટે અને વ્યાજ અને હપ્તા ભરવા માટે કૈક બીજું ખોદી ખોદીને એમને ધરી દેવાનું ..!
હમણાં એક સમાચાર આવ્યા કે એર ઇન્ડિયા એ બહુ મોટો ઓર્ડર બોઇંગને આપ્યો અને તેને કારણે અમેરિકામાં બહુ મોટા રોજગારીના અવસર ઉભા થશે અને એટલે જો બિદાન એ ફોન કરી અને સાહેબને થેંક યુ કીધું ..!!
ગેલહાગરા હરખાઈ ગયા.. એ અમેરિકાના રાષ્ટ્રપતિનો થેંક યુ કેહવા ફોન આવ્યો ..!
અલ્યા એ ભ`ઈ એટલા અબજ ડોલર શું વેચીને કમાશો અને પછી અમેરિકાના ચરણે ધરશો એ તો બોલો ?
ગેલહાગરાની એટલી લાંબી અક્કલ ચાલે તો ને પણ…!!
લીથીયમની ખાણો ખોદી અને લીથીયમ કાઢી જશે અને બદલામાં હવાઈ જહાજ આપશે …
ઉડ્યા કરો તમતમારે .. થોડુકપાંચ દસ પંદર ટકા ડાબેરી ,નક્સલ અને સામ્યવાદી પણ થવું પડે..! એકલો મૂડીવાદ ના ચાલે ..ગળ્યા જોડે ખારું અને ખારા જોડે ગળ્યું ખાઈએ તો જ મજા રહે..!
માં ના સોના ચાંદીના ઘરેણા વેચી અને મોબાઈલ ના ખરીદવા જવાય ..!!
ભારત દેશની ખાણમાંથી નીકળતી તમામ ખનીજોના એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ, ધરતીને માં કહે છે પણ એ જ માં ના ગર્ભમાંથી ખનીજો ખોદી કાઢતી વખતે કોઈનું રૂંવાડું પણ ફરકતું નથી ..!!!
ફરી એકવાર લખું છું રત્નગર્ભા વસુંધરાના ગર્ભપાત કરતા જરાક પણ વિચાર નથી કરતો વિશ્વગુરુ થવા થનગનતો ભારતીય ..!!!
એક્સપોર્ટ ફક્ત અને ફક્ત વેલ્યુ એડેડ પ્રોડક્ટ જ થવી જોઈએ અને ઈમ્પોર્ટ ફક્ત અને ફક્ત અત્યંત જરૂરીયાતવાળી ..!!
સોનાની ચીડિયા હતા હતા એમ કરીને ગામ ગજવે ગુરુ,
પણ તે સમયના વેપાર અને તેના નીતિ નિયમો કેવા હતા એ યાદ કરીને તે પ્રમાણેના આચરણ કરવા પડે તો ફરી સોનાની ચીડિયા થવાય ..!
નહી તો ચીડચીડીયા જરૂર થવાય .. વચડકા ભરતા ચીડચીડિયા..!!
જો કે આ ઘોર કળિયુગમાં ચીડિયા નહિ પણ શિકારી બાજ ,ગરુડ કે પછી સમડી થવાય, પણ ચીડિયા તો ના જ થવાય ..!!
ટાર્ગેટ બદલવા પડે ..!!!
વિદેશી મીડિયા એ વિદેશી જ રેહવાનું ..ખોટી વધારે પડતી આશાઓ ના રખાય..!
ઊંટ મરે તો મારવાડ ભણી જ મોઢું માંડે ..!!!
વિચારજો
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*