આટલા દિવસોમાં મને ઘણા બધાએ ત્રણ સવાલો પૂછ્યા
શું થશે આ હાર્દિક પટેલ નું ..??
અનામત ના આંદોલન નું શું થશે .?
અને અનામત મળશે ..?
તો ભાઈઓ નથી હું કોઈ પત્રકાર કે પોલીટીકલ એનાલીસીસ કરનારો , હું તો ફક્ત એક નાનકડો બ્લોગર છું, હા ગુજરાત અને ગુજરાતી ભાષા માટે બ્લોગર શબ્દ નવો છે ,પણ હવે મારી જેમ મનની ભડાસ લખીને કાઢ એને બ્લોગર કેહવાય ..
મને ઘણી બધીવાર ક્યાંક કયાંક થી ઓફરો આવી ફલાણા માટે લાખો કે ઢીંકણા માટે એક કોલમ ચાલુ કરો , ભાઈ સાબ મને મારા કામમાંથી ફુરસત નથી મળતી … બ્લોગ તો મારા મનની ભડાસ નીકળે અને દિમાગ શાંત થઇ જાય એના માટે લખું છું ..
પાછો હું આવું પેહલા સવાલ પર હાર્દિક પટેલ નું શું થશે ? આ સવાલ હું પણ મારી જાત ને ઘણી વાર પૂછું છું ..!
જવાબ એવો આવે છે કે શું થવાનું છે એને ? હાર્દિક પટેલ માટે તો વકરો એટલો નફો જ છે ને ..!!
એને ક્યાં કઈ ગુમાવવાનું છે ..? જેની પાસે કોઈ પોલીટીકલ માઈલેજ હોય એને કઈક ગુમાવવાનો વારો આવે , આ તો બાવીસ વર્ષ નો છોકરડો છે ,એને આગળ ઢાળ નથી ને પાછળ ઉલાળ નથી તો એનું શું થાય ..?
બીજો સવાલ અનામતનું આંદોલન કેટલે પોહચશે.?
તો મારો જવાબ છે ..ના મળે અને કદાચ કોઈ પણ સરકાર આપી પણ ના શકે ,
કારણ એવું છે કે ભારતના બંધારણમાં IPC( ઇન્ડિયન પીનલ કોડ ) ૧ થી ૪૦૦ છે ,તાજેરાતે હિન્દ દફા ૩૦૨ આપણે બહુ સાંભળી , એવી દફા ૩૦૨ જેવી ૧થી લઈને ૪૦૦ કલમો છે ઇન્ડિયન પીનલ કોડમાં ,અને આ કલમોમાંથી એક પણ કલમ કાઢવી હોય કે ઉમેરવી હોય તો ગમે તે સરકારે રાજ્યસભા અને લોકસભામાં ૨/૩ મેજોરીટી જોઈએ ,પછી દેશની ૧૫ વિધાનસભાએ એ ખરડો પસાર કરવો પડે અને છેલ્લે રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે ૪૦૧મી કલામ ઉમેરાય કે ૩૯૯ કલમ થાય …
હા કોઈપણ કલમમાં સુધારો થઇ શકે પણ જડમૂળમાંથી નાબુદ ના થાય …
બોલો આટલી મોટી ટેકનીકલ ગુંચ નરેન્દ્ર મોદી ઉકેલી શકે ..?? જવાબ છે ના ના આ આ…
હવે જો પટેલ સોરી પાટીદાર પોતાના મતો ના જોરે ભારતીય જનતા પાર્ટીની સામે થશે તો ફરી એકવાર કદાચ “ખામ” થીયરી અસ્તિત્વમાં આવી જશે પણ એ લાગુ આ વખતે ભારતીય જનતા પાર્ટી જ પાડશે … કોંગ્રેસ નહિ …અને આ “ખામ” નામનું શસ્ત્ર અમોઘ છે ..
બીજું કોઈપણ નેતા એકલા પાટીદાર મતો ના જોરે કંઈપણ કરવા જાય તો બહુ ભૂંડી રીતે હાસિયામાં ધકેલાઈ જાય .. એટલે કોઈ રાજકીય વ્યક્તિ એવી ભૂલ ના કરે ..
એક એવી વાત ચોક્કસ બને કે નજીક ના ભવિષ્યમાં ગુજરાત ને નવા મુખ્યમંત્રી મળે…!!
અને જેની આખુ ગુજરાત આતુરતાથી રાહ જોઈ રહ્યું છે ,એક બીજી શક્યતા એ છે ૨૦૧૭ની વિધાનસભામાં એકપણ હાલ ના પટેલ સોરી પાટીદાર ધારાસભ્ય ને ટીકીટ જ ભારતીય જનતા પક્ષ ના આપી અને આખા અનામત આંદોલનનું ઠીકરું એમના માથે ફોડવામાં આવે ..
તો પછી છેલ્લે સવાલ રસ્તો શું આ અનામત નો ..?? ભાજપ કમઠાણમાંથી બહાર નીકળી શકે ..?
ભારતીય જનતા પાર્ટી પાસે અનામત આંદોલનની જવાળામાંથી સાંગોપાંગ બહાર નીકળવાનો એક સારો રસ્તો છે ..
જે ઉંચી ફી કોલેજોમાં જે પેમેન્ટ સીટોના નામે કરી નાખી છે ,એમાં સબસીડી જાહેર કરી અને જેમ ગેસ ના સીલીન્ડરની સબસીડી ડાયરેક્ટ પબ્લિકના બેંક ખાતામાં જમા થાય છે એમ કોલેજની ફી માટે એક “વિદ્યાર્થી સહાયતા ફંડ” બનાવી અને વિદ્યાર્થી ના ખાતામાં જમા કરો …
“વિદ્યાર્થી સહાયતા ફંડ” માટે પૈસા ક્યાંથી લાવશો ..? એવા સવાલના જવાબમાં પેટ્રોલ ડીઝલ પર ૨% વેટ વધારી દો બધા છોકરા ભણી રેહશે …એટલા રૂપિયામાંથી , અને છતાં પણ રૂપિયા ઓછા પડે તો તમામ ધાર્મિક સંસ્થા લઘુમતી ( મંદિર ,મસ્જીદ ,વકફ બોર્ડ ,દેરાસર ,ચર્ચ ,ગુરુદ્વારા .. બધા આવે એમાં ..) હોય કે બહુમતીની બધા ઉપર ૧૦ % ટેક્ષ ઠોકો ..રૂપિયા જ રૂપિયા …!!!
હા શરત એટલી રાખો કે વિદ્યાર્થી ઉપર કે વિદ્યાર્થી પેહલા લોન લઇ ને ફી ભરે, અને જેવો ચાર વર્ષ પુરા કરે અને પાસ થયાની એની માર્કશીટ આવે એ સાથે બેંકમાંથી લોન માફ .. એટલે કોઈ અડધે રસ્તે ભણવાનું છોડે નહિ …
લોન પણ વગર વ્યાજની હોવી જોઈએ અને બાપાનું ખેતર કે ઘર તો ચોક્કસ મોર્ગેજ લેવાનું ,એટલે વિદ્યાર્થી એનું ભણતર પૂરું કરે ..!!
પછી કરો તમ તમારે એન્જીનીયરનો ઢગલા .. કોઈ પ્રોબલેમ નથી ..
રહી વાત સરકારી નોકરીની તો સરકારી નોકરો ઉપર ભ્રષ્ટાચારના કાયદા એટલા ભયંકર કડક કરો કે આપો આપ લોકો એ બાજુ જોતા બંધ થશે .. અને સજા પણ આપો ભ્રષ્ટાચારીઓને …
આ તો પોલીસમાં ભરતી થઈને સાઈડ માં દારૂ નો ધંધો કરવો છે કે હપ્તા ઉઘરાવવા છે .. એવી વાત છે નહી તો સરકારી નોકરીમાં હવે બળ્યું છે શું ..??
એક જમાનામાં સરકારી બેંકનો નોકરિયાત બહુ સારો ગણાતો , અત્યારે સરકારી બેંકમાં નોકરી છે ..? ઠીક મારા ભાઈ એના કરતા પ્રાઈવેટ બેંક વાળો સારું કમાઈ લે છે ..!!
અનામત નો ઉકેલ ફક્ત અને ફક્ત વિદ્યાર્થીને આર્થિક સહાયતા અને ભ્રષ્ટાચાર ને ડામી દો બસ ..
આટલું થયું તો ફરી પાછું ઘી ના ઠામડામાં ઘી પડી રેહશે ..
પણ જો પાડવા દેવું હોય તો હો …!!
ચારે બાજુ એમ બોલાય છે તોફાનો રાજનીતિથી પ્રેરિત હતા , અને જો એવું હોય તો પછી તો ભગવાન જ માલિક છે .. લડ્યા કરો …
શુભ રાત્રી
શૈશવ વોરા