હાર્દિક પટેલ નો ફુગ્ગો ફૂટી ગયો કે વધારે ઉપર ચડ્યો ….?
ઉપરના ફોટા હું સાંજ પડે GMDC ગ્રાઉન્ડ પર ગયો હતો .. બહુ ખરાબ હાલત થઇ ગઈ હાર્દિક પટેલની ક્યાં એની આજની સવાર હતી અને ક્યાં એની સાંજ…!!!! માંડ માંડ બે પાંચ હજાર માણસો હતા …GMDC ગ્રાઉન્ડ માં
લેટેસ્ટ માહિતી પ્રમાણે પોલીસે કબ્જો લઇ લીધો GMDC ગ્રાઉન્ડનો છાવણીમાં ફેરવી નાખ્યું છે ,બહુ બુરો અંત આવ્યો હાર્દિક પટેલનો અને અનામત ના આંદોલનનો , પોલીસ છાવણીમાં ફ્રેવાઈ ગયું છે અત્યારે GMDC ગ્રાઉન્ડ , હાર્દિક પટેલ ને પોલીસ ધરદબોચી લીધો છે ,૧૫૧ની કલામ લગાડી છે હાર્દિક પર … અમદાવાદી ભાષામાં કહું તો અત્યારે સુમડીમાં લઇ લીધો હાર્દિક ને અને ઘાટ ઘડી નખાયો ..ન્યુઝ ચેનલોની ભાષા બદલાઈ અનામત ના આંદોલનની બદલે સરકારને ઉથલાવવાનું કાવતરું એવા શબ્દો વાપરવા લાગ્યા ન્યુઝ ચેનલની …
ભૂલ ક્યાં થઇ પાટીદાર સમાજની ..??
એક જ જગ્યાએ ભૂલ થઇ ગઈ પાટીદાર સમાજ ની, હાર્દિક પટેલ શું મંચ પરથી બોલવાનો છે એની કોપી પાટીદાર સમાજ ના વડીલોએ પેહલા મેળવી લેવાની જરૂર હતી ,અને પછી હાર્દિક ને છુટ્ટો મુકવાની જરૂર હતી ..પણ હાર્દિક પટેલ ની “લૂલી” જીભ કાબુ બહાર ગઈ અને બેડો ગર્ત થઇ ગયો ….
હાર્દિક પટેલે કેટલી ભૂલો કરી ??
પેહલી ભૂલ …
સીધી આનંદીબેન ને રીતસર ની હુલ આપી , કલેકટર જાતે આવેદન પત્ર લેવા આવ્યા પણ હુંકાર કર્યો કે અમે આવીએ છીએ તમને આવેદન પત્ર આપવા ,પણ ત્યાં કલેકટર કચેરી જઈને પાંચ લાખ લોકોની હાજરીમાં જ હાર્દિક ફરી ગયો .. હવે કલેકટર નહિ આનંદીબેન જાતે આવે …
સવારની જન મેદની દિલ્લીમાં દેખાઈ હતી અને બપોર સુધીમાં દિલ્લી સંપૂર્ણ હરકતમાં આવી ગયું હતું , તમામ એ તમામ તંત્ર નો સીધો દોર દિલ્લી જતો રહ્યો ..મીડિયા ની ભાષા બદલાઈ ગઈ
બીજી ભૂલ
ગાંડાની જેમ નરેન્દ્ર મોદી ને મંચ પરથી લલકાર્યા ,હાર્દિકે જિંદગી માં પેહલી વાર આટલું માણસ જોયું અને નરેન્દ્ર મોદી અને ભાજપ માટે લવારી ચાલુ કરી ,પેહલા નક્કી કર્યું હતું કે કોઈપણ રાજકીય પક્ષને નહિ વચ્ચે લાવીએ અને ડફોળ વેળા કર્યા ..અને એને લીધે પાટીદાર ઉદ્યોગપતીઓ ખસી ગયા ..
ત્રીજી ભૂલ
જનમેદની અને મીડિયા ને જોઈ અને હિન્દીમાં ભાષણ ઠોકવા માંડ્યું , અધૂરામાં પૂરું નીતીશકુમાર ને પોતના સાથી ગણાવ્યા… બેવકૂફી કરી બિહાર ની ચુંટણી માથે છે અને હાડોહાડ વિરોધી નીતીશ કુમારનું નામ પણ ગુજરાતમાં મંજુર ના હોય, નરેન્દ્ર મોદી નો ખોફ વોહરી લીધો ..
ચોથી ભૂલ
પાટીદાર સમાજ ના નિષ્પક્ષ જુના અને વડીલ આગેવાનો ને મંચ પર બોલાવ્યા અને માઈક જ ના આપ્યું , જેથી બે મોટી ધાર્મિક સંસ્થા નારાજ થઇ અને હાર્દિક ને રખડતો મુક્યો …
પાંચમી ભૂલ
કોઈ ને કશું કીધા કર્યા વિના જ ઉપવાસની ઘોષણા કરી અને કહી દીધું મુખ્યમંત્રી ના આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ સરકાર સાથે સીધા સઘર્ષ માં આવી ગયો.. જે સાધન સંપ્પન પાટીદારોને મંજુર નોહતું
છઠ્ઠી ભૂલ
રેલી પૂરી કરી અને GMDC ગ્રાઉન્ડમાં ઘુસ્યો અને મંચ કબજે કરી અને અન્ન હજારે ની જેમ રામલીલા મેદાન કબજે કર્યું હતું એવી કોશિશ કરી …પણ GMDC ગ્રાઉન્ડની આજુબાજુ પટેલોની વસ્તી નથી ..એટલે કોઈ સપોર્ટ તાત્કાલિક ના મળ્યો
હવે ના પ્રત્યાઘાતો શું ..?? હાર્દિક પટેલને મેહસાણાનો સપોર્ટ ઘણો છે ,કાઠીયાવાડમાંથી સપોર્ટ લગભગ જતો રહ્યો છે ,જે લોકો એ આજે રેલી માટે પાણીની જેમ રૂપિય વેર્યા હતા એમાંના મોટાભાગના લોકો ખસી ગયા , લગભગ આજે ૨૦૦ કરોડ રૂપિયા નો ખર્ચો થયો છે આજની રેલી નો એવી વાતો થાય છે ,
આજની રાત થોડી ભારે છે , છુટા છવાયા પથ્થરમારા થવાના ચાલુ થયા છે .. રેલી માં પાંચ લાખ લોકો ઘેર પોહચે અને પછી કાલે શું રીએક્શન આવે એ જોવાનું છે …
અત્યારે તો હાર્દિક અને એની ટીમ એકલી છે , મુદ્દો સાચો અને સારો છે થોડી વધુ મેહનત કરશે તો જન જન સુધી પોહચી શકાય એવું છે , ગુજરાત માં અત્યારે નવી પેઢી ની લીડરશીપ નો બહુ મોટો વેક્યુમ છે , હાર્દિક પૂરી શકે એવું લાગે છે , થોડી ટ્રેનીગ ની જરૂર છે ..ભાષણ તો સારું ઠોક્યું હતું પણ ખોટા સમયે થઇ ગયું ..
કેજરીવાલ ની ચાલે હાર્દિક ચાલવા ગયો પણ પાછળથી ટેકો હતી ગયો અને અત્યારે તો ધડામ કરતો પડ્યો છે , હવે ક્યાંક બીજે થી ટેકો મેળવવો પડશે ..લાંબી રેસ નો ઘોડો છે એટલે એની ઉપર દાવ લગાડનારા મળી રેહશે વાંધો નહિ આવે ..
આજની રાતે જો ગુંડા તત્વો એ કઈ અનહોની કરી તો બદનામ હાર્દિક જ થવાનો …
ટૂંક માં કહું તો સાહેબ ની સામે પડ્યો એ ભૂલ ભારે પડી …
એક સારું જાણ આંદોલન અત્યારે તો હોલ્ડ પર આવી ગયું એવું દેખાય છે …
જોઈએ કાલ કેવી ઉગે છે …
શુભ રાત્રી
શૈશવ વોરા
સુધારો
તોફાનો બધે ચાલુ થયા છે અને હાર્દિક ને છોડવો પડ્યો છે, પણ પેહલા કહી ગયો તેમ કોઈપણ આંદોલનને રાજકીય કે ધાર્મિક સંસ્થાનું પીઠબળ ના મળે તો એ આંદોલન લાંબુ ના ખેંચે , હાર્દિક ની અપીલ મીડિયા પર ફરે છે શાંતિ રાખવાની તેવર નરમ પડ્યા છે ,જય સરદાર નો નારો ધીમા સાદે બોલ્યો છે ..પણ લોકો પાગલ થયા છે , અનામત નો વિરોધ તો પેહલેથીજ ગુજરાત આખુ કરતુ આવ્યું છે … બલી નો બકરો આનંદીબેન થાય તો નવાઈ નહિ …
અજંપો ઘેરી વળ્યો છે ….