અમારા ઘર ના તોડો અમને ઇસ્લામ કબુલ છે …. સેક્યુલર લોકો ક્યાં મરી ગયા છો ..??? ઉત્તરપ્રદેશ રામપુર .. બબાલ મચી છે .. મોલ ના પાર્કિંગ માટે રામપુર માં એક વાલ્મીકી સમાજ ની આખી બસ્તી ઉજાડવા નું એક ષડ્યંત્ર ચાલ્યું છે ..સામે વાલ્મીકી સમાજ ના લોકો આમરણ અનશન પર છે …. અને ઘેર ઘેર ફરીને એમને એવું કીધું કે ઇસ્લામ કબૂલ કરો તો તમારા ઘર નહિ તોડીએ ….તોબા તોબા ..
અત્યારે સાલ કઈ ચાલે છે ૨૦૧૫ કે પછી ૧૭૧૫ ..?? ઔરંગઝેબ પાછો કબર માંથી બેઠો થયો કે શું ..?તમે ઇસ્લામ કબૂલ કરો તો તમારા વહુ દીકરી સલામત નહિ તો …આવું બધું તો ચારસો વર્ષ પેહલા ચાલતું હતું … ભારત ના લોકતંત્ર ને શું થયું છે ..??? યુ પી માં કોઈ છે કે નહિ …
ઉત્તર પ્રદેશ ના ગૃહમંત્રી કહે છે કે હું દેશ છોડી ને જતો રહીશ …. લે બહુ કરી ભાઈ એવું તે શું થયું કે આવું કરવું પડ્યું ..?? કાશ્મીર માં પાકિસ્તાન ના ઝંડા ફરક્યા એ તમારા થી સહન ના થયું ..?? મારાથી પણ ના થયું પણ શું કરું ..?. સાહેબ છેક કેનેડા માં શો કરવા ગયા છે અને અહિયાં બધું નધણિયાતું છે …કાશ્મીર હાથથી જશે આમ નેઆમ કરતા રહીશું તો …
બળતરા ગમે તેટલી કરો જર્મની કે ફ્રાંસ જઈ ને બુમો ગમે તેટલી પાડો પણ જરૂર છે હવે એક જોરદાર હથોડા ની … સાલ ૧૯૭૧ ની જેમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશા ની જરૂર છે… રણ થી આગળ વધવું પડે કેડ તોડી ને સિંધ છુટું કરો … બલુચ ને આઝાદી આપો પંજાબ ની રાજધાની લાહોર અને કાશ્મીર ખાલસા કરો… થોડું વધારે પડતું લાગે છે પણ બીજો રસ્તો નથી કુટનીતિ થાકતી હોય ત્યાં રણનીતિ ચાલે …યોગ્ય સમય ની રાહ જોવા માં સમય સરી ના પડે …
મસરત આલમ ને છૂટો કેમ કર્યો ..? મુફ્તી સરકાર ની ભારત પ્રત્યે ની વફાદારી હવે શંકા ના દાયરા માં જાય છે … મસરત આલમ અને હાફીસ સઈદ માં ફરક ક્યાં દેખાયો તો તમે હિન્દુસ્તાન ની ધરતી પર આ માણસ ને છૂટો મુક્યો …ગીલાની એ બુમો મરાવી .. પાકિસ્તાન પાકિસ્તાન ….અને ઉપરથી મસરત આલમ કહે છે કે હિન્દુસ્તાન ના લોકતંત્ર માં બધાને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે અને અમે એ અધિકાર નો ઉપયોગ કર્યો છે ….ગાળ નીકળે ને મોઢા માંથી … કોંગ્રેસ વિપક્ષ ની ભૂમિકા ભૂલી ગઈ છે કોઈ સરકાર ની ટાંગ ખેંચવા વાળું નથી … મસરત આલમ ને જલ્દી જેલ ભેગો કરો રાજનાથ જી ……
ઓટાવા માં બધું સારું સારું ચાલે છે ..સાહેબ હવે હિન્દી માં જ બોલતા થયા છે …બેને સ્પષ્ટતા કરી કે એમને કેન્સર નથી .. હવે ગમે ત્યારે સોનિયા જી ની ચોખવટ થાય એવું લાગે છે …..
ચલો આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા