આજ ગગન થી ચંદન ઢોળાય રે ..
સહિયર મને આસો ભણકારા થાય….
કોઇ આવતુ ક્ષિતિજ થી પરખાય રે…
આછા આછા ચાંદની ના ચમકારા થાય રે…
નવરાત્ર જામી ગયા છે…. પાર્ટી પ્લોટો ,કલબોમાં ભીડ અને પાસ ના વહીવટ ચરમસીમા એ છે…બપોરે ત્રણ વાગે સવાર પડે છે અને પરોઢ ના પાંચ વાગે ઉંઘ આવે…. સ્કુલ કોલેજો માં પરીક્ષા પુરી અને દશેરા બ્રેક અપાયો છે…. છેક સોમવાર સુધી ની રજાઓ છે…. મન મુકી ને લોકો મહાલે છે અને મહાલશે….ગરીબ , તવંગર , ઉંચ, નીચ,નાનો, મોટો, કોઇ વરણ ભેદ નથી…. સર્વત્ર આંનંદ ચરમ સીમાએ છવાયો છે….
પગ માં થોડો થાક વરતાય છે પણ રાત ના નવ ની આરતી અને બહાર થી સંભળાતા ઢોલ બધો થાક ઉતારે… અને નીકળી પડો….
એઇ હિલલોળા લેતા એ જોબન ના રેલા માં અને મેળા માં ….કાન ના પડદા ફાડે એવા મોટા લાઉડ સ્પીકરો અને ઘોંઘાટ તો કયાંક મીઠો મધુરો સ્વર…. રોડ પર ફુટપાથ પર ચાલતા ગરબા અને ફારમ પર ચાલતા ધન , ઐશ્વર્ય ની છોળો ઉડાડતા ગરબા… કયાંક ફલેટો , સોસાયટી ,પોળ કે જુનાવાસ માં ગરબી માથે મુકી અને હલક થી ગવાતા ઢોલ પર ગરબા ….કોલેજ, સ્કુલ, કે કલબ ના ગરબા…આખુ ગુજરાત હિલોળે ચડયુ છે… હિંચ ના તાલે…
એક એક ઢોલ ની થાપે હજાર હજાર પગ અને લાખ લાખ તાળી તાલ આપે છે…..નથી તૂટતો તાલ અને નથી જતો સૂર બસ બધુ અફાટ જુવાની ના સાગર માં વિલાય છે…
અને નોરતા ના નખરા બસો ભરી ને આવે ગોપ અને રાસ ના સાધનો લઇ ને …ચાલીસ નુ ટોળુ નિકળે અને દસ કોથળા ભરી ને એસેસરીઝ…જોયા જ કરો …
કયાંક મા બાપો ને છોકરા ને પ્રાઇઝ જીતાડવા છે અને કોઇ ને ગરબા ની કવીન બનવુ છે….ત્રણ મહિના થી ગરબા ના કલાસ ભરાવે અને નોરતા છેલ્લા દિવસો મા ફાઇનલ રમાડે….મારા જેવો એસએલઆર લઇ ને ફોટોગ્રાફર થાય અને કેમેરો જોઇ ને નાટક વધે…
પાંચસો થી લઇ ને લાખ રુપિયા ના ચણીયા ચોળી પેરી ને ફરતી …ને ટૂંકા વણઝારા થી બાર બાર મીટર ના ઘમમર ઘેરદાર ઘાઘરો જેનુ વજન જ ખાલી ચાર કિલો થાય અને એને પેહરી ને રાસ રમતી રમણી….આવી આ આસો ની રઢીયાળી રાતડી..
રાત ના સાડા બાર થાય ને પરસેવા થી લથબથ ઝભભા અને ચણીયાચોલી પેહરેલા અમદાવાદ ના રસ્તા ….રોડ બે ત્રણ લાખ બાઇક અને પચાસ સાહીઠ હજાર ગાડીઓ થી ઉભરાય ને પછી જામે મેળા … માણેકચોક, લો ગાર્ડન, એકે એક લારી ગલ્લા અને મેરીયટ, હયાત, તાજ બધે બધધુ પેક કીડીયારા ઉભરાય…એક પછી એક વારા આવતા જાય ને આંખ માં ઘેન અને મસ્તી ઘેરાતા જાય…
પાપા મમ્મી ના ફોન રણકે … બેટા હજી કેટલી વાર… આવુ છુ અડધો કલાક…અને બીજા બે કલાક જાય ….
મોડી રાતે ચાર વાગે લાઇટો બંધ થાય અને આછી ચાંદની ના અજવાળા રેલાય શાંત અને ધીર ગંભીર શરદઋતુ ની એંધાણી આપતી ઠંડી હવા ની લેહરખીઓ વાય અને કોરા થયેલા ઝભભા અને ચણીયાચોલી ….
ચંદ્ર ને પણ ઇર્ષા કરવાતો અને કેહતો અમદાવાદી …. જો બકા તારી જોડે તારી સત્યાવીસ બૈરી પણ આ મારી આ એક જો …ચલ ઠંડી હવા ખાવા દે …તુ તારે તારો કલર માર્યા કર ….
પરોઢે પથારી માં મધરાત જામે અને બ્રહ્મ મુહરત નીકળે બપોર ના બે વાગ્યા નુ ……ચોઘડીયા ને ફેરવી નાખે આ નોરતા ની રાતો….
ચાલો મારે ગરબા મા જવાનો સમય થઇ ગયો
– શૈશવ વોરા