Page 15
અને એ વાક્ય મેં મેઘના ને ફોરવર્ડ કર્યું ,એની ઉપર અમે વોટ્સ એપ પર જ ડિસ્કશન કર્યા અને મેઘના પણ આ લાઈન સાથે એગ્રી થઇ..અને બંને અમે વોટ્સ એપ પર મચ્યા ..
રીતેશે પૂછ્યું કે તો તકલીફ ક્યાંથી થઇ ..? કુશલ બોલ્યો મને ખબર નહિ કે કંગના મારો ફોન ખોલી અને મારા વોટ્સ એપ મેસેજ વાંચતી હશે ..
એટલે શરુ શરુ માં કંગના નો મારી પ્રત્યે થોડો રુક્ષ વેહવાર થયો પણ પછી તો એણે તો સીધો ફેસબુક પર થી નિલય ને શોધ્યો અને એની સાથે વાત કરી , નિલયે પણ મેઘના નો ફોન ચેક કર્યો બસ આનાથી વધારે અમને કઈ જ ખબર નથી … રીતેશે પૂછ્યું તો પછી કે તને શક કયારે ગયો કે કંગના અને નિલય ..? ચાર વર્ષ પેહલા મેઘના એ અડધી રાત્રે મને હેપી ફ્રેન્ડશીપ ડે વિશ કરવા ફોન કર્યો અને જેલસી ન મારી કંગના એ અને નિલયે ફ્રેન્શીપ ડે ના દિવસે એકબીજાની સાથે પડાવેલા સેલ્ફી ફેસબુક પર પોસ્ટ કર્યા અને એકબીજા ને ટેગ કર્યા પાછા લખ્યું હતું એક દુશ્મન જો જાન સે પ્યારા હૈ ..
એ તો સારું થયું કે મેઘના ઓનલાઈન હતી અને એણે તરત જ મને ફોન કર્યો , મેં કંગના જોડે અને મેઘના એ નિલય ઝઘડી ને જોડે એ પોસ્ટ ડીલીટ કરાવી નહિ તો આખા ગામ ને ખબર પડતે .. ત્યારે મેં અને મેઘનાએ નક્કી કર્યું કે આપણે ચારે જણા એકવાર બેસી અને સોલ્યુશન લાવી દઈએ , રીતેશે પૂછ્યું તો તમે ચાર મળ્યા ..?
કુશલ બોલ્યો હા મળ્યા રાજપથ કલબમાં મળ્યા કંગના અને નિલય ના મોઢા પર સખત નફ્ફટાઈ હતી, એ લોકો એ એમ જ માની લીધું હતું કે અમે તો સ્કુલથી જ રીલેશનશીપમાં છીએ અને પેહલા જ દિવસથી મેં અને મેઘના એ એ બંનેને છેતર્યા છે, એ બંને જણાએ અમારી ખુબ જ જાસુસી કરી લીધી હતી અને એમને આપણા ફ્રેન્ડસ લોકોએ એમ કહ્યું હતું કે મારી અને મેઘનાની પેર તો મેઈડ ફોર ઈચ અધર હતી, અમે ખુબ પ્રયત્ન કર્યા એ લોકો ને સમજાવવા માટે પણ ના માન્યા, કે અમારી વચ્ચે કશું પેહલા પણ નોહતું અને આજે પણ કઈ જ નથી ,અને તમે લોકો જો ઈચ્છો તો અમે જીવનમાં ક્યારેય એકબીજાને ફરી મળીશું,
Previous Page | Next Page