કુમ્ભલ ગઢ …
વાદળ જોડે વાતો કરતો ગઢ …..કુમ્ભલ ગઢ આજે એકદમ યાદ આવ્યો ..દરિયાની સપાટીથી આશરે એકાદ હજાર મીટર ઉંચો અને એની દીવાલો લગભગ છત્રીસ કિલોમીટર લાંબી ..પંદર ફૂટ પોહળી ..અસંખ્ય જૈન મંદિરો અને મંદિરો એની અંદર …. એક સાથે બે બે ઘોડા ઘા એ ઘા દોડે એ ઉંચી દીવાલ પર … દુનિયામાં ચીનની દીવાલ પછીની સૌથી લાંબી દીવાલ હોય તો એ કુમ્ભલગઢની ..
આમ પણ મને રાજા રજવાડાના ગઢ અને મેહલો પેહલેથી આકર્ષતા રહ્યા છે .. પેહલીવાર કુમ્ભલ ગઢ પોહચ્યો .. ઉતર્યો હતા અમે રાણકપુરમાં ..સપ્ટેમ્બરમાં ગયા હતા , એટલે વરસાદથી ભીંજાઈ ને અરાવલીની બધી પહાડીઓ લીલીછમ થઇ ગઈ હતી .. ચારે બાજુ લીલોતરીને માણતા માણતા અમે રાણકપુર પોહચ્યા હતા , બહુ સરસ હોટેલ હતી રાણકપુરની ,મહારાણી બાગ ઓર્ચાડ ,આઈટીસી ની પ્રોપર્ટી હતી ત્યારે એ એટલે મસ્ત મેન્ટેનન્સ હતું … ત્યાંથી રખડતા રખડતા પોહચી ગયા કુમ્ભલ ગઢ ..મહારાજા ઉદેપુરની ઓધી જોઈ અને મન મોહી પડ્યું ….. મહારાજા ઉદયપુરના તાબામાં આવેલા એક નાનકડા મેહલમાંથી બનેલી હોટેલ ….
અમેરિકામાં ત્યારે ભયાનક ઘટના બની હતી વર્લ્ડ ટ્રેડ સેન્ટર ને તોડી પાડ્યું હતું અને આખી દુનિયા ઘરમાં સંતાઈ ગઈ હતી , તમામ બુકિંગ કેન્સલ થયા હતા … આખા રાજસ્થાનના મેહલો ખાલી પડ્યા હતા …રાજસ્થાનના ટુરીઝમને મોટો ફટકો પડ્યો હતો … મહારાજાની હોટેલ ઓધીનો આખો ચાલીસ પચાસ જણાનો સ્ટાફ નવરો હતો ..અને એવામાં અમે ઓધીમાં ડીનર માટે ઘુસ્યા …
મેનેજર જાતે આવ્યા રીશેપ્સન પર …ખમાં ઘણી હુકુમથી શરુ થયું ,ખુબ નમ્રતા અને તેહઝીબ થી વાતો કરી …એક ઘરમાં આવકારતા હોય અને એમના મેહમાનની જેમ અમને આવકાર્યા , અમે બે કપલ અને બે અમારા નાના નાના મીઠડા ટેણીયા, બે વર્ષના બંને ટેણીયા … ગાડીમાં બેસી બેસીને અમારા ટેણીયા કંટાળ્યા હતા … જગ્યા જોઈ અને દોડવા માંડ્યા .. અને અમે અમારા ટેણીયા ને પકડવા ગયા .. આખી હોટેલ નો સ્ટાફ આવી ગયો … અમને કહે સરજી દોડને દો બચ્ચો કો હમ હૈ પીછે …આપ આરામ સે ભોજન લો … આખો ઓધી હોટેલનો સ્ટાફ , ફક્ત અમેં ચાર મોટા અને બે ટેણીયાની સેવામાં લાગ્યો .. અદ્દભુત સેવા કરી બે કલાક એ બધાએ … બેટી સા બેટી સા … કરી ને આખો સ્ટાફ દોડે બે વર્ષની મારી દીકરીની પાછળ …ચાર ચાર જણ એક એક ટેણીયાની પાછળ દોડે ..બહુજ દિલ થી એમણે જમવાનું અમારા માટે બનાવ્યું … રાત પડી તારલા ટમટમ થયા …ઓધીની હળવી લાઈટો ચાલુ થઇ સરસ મજાનો સ્વીમિંગપુલ ઝળહળે ..પાછળ સરસ મજાનું સુનું જંગલ અને એમાં જુગનું ઉર્ફે આગિયા ચમકે , તમારાં બોલ્યા મધુમાલતીની મસ્ત મહેક એ અમને તરબોળ કરી નાખ્યા .. મજા પડી ગઈ મેનેજર આવ્યા .. હુકુમ દો દિન પધારો .. હમારે યહાં… મન લલચાઈ ગયું … મો માંગ્યા ભાવ કરી આપ્યા ….
.અમે રાત્રે પાછા રાણકપુર ગયા… રસ્તા માં ઘોર અંધારું હતું …અમે બંને છોકરાઓ આગળ હું ડ્રાઈવ કરું અને મારો મિત્ર બાજુ ની સીટ પર …અને બંને બાળકો પાછળ એમની મમ્મીઓ ના ખોળા માં થાક ને લીધે ઊંઘી ગયા હતા … અચાનક મારે એકદમ જોરદાર બ્રેક મારવી પડી .. મારી ગાડીની આગળથી એક નાનકડું રીંછ પસાર થઇ ગયું ,અંધારામાં ગાડીના હેડલાઈટના અજવાળામાં દેખાયું એ રીંછ … સખત ડરી ગઈ બંને છોકરીઓ ..રાણકપુર પોહચ્યા .. અમને બે કોટેજ આપ્યા હતા .. આગળ ખુબ મોટી લોન અને સામે અંધારા માં અરવલ્લી ની પહાડી દેખાય … રીંછવાળી ઘટના પછી જીદ પકડી છોકરીઓ એ કુમ્ભલ ગઢ ચાલો અહિયાં રીંછ છે.. અમારા બાળકો ને ઉપાડી જશે તો … છેવટે સ્ત્રી હઠ જીતી ,,,
એ નાનકડા પટ્ટી રોડે રોડે અમેં બીજે દિવસે પાછા કુમ્ભલ ગઢ ઓધીમાં પોહચી ગયા …. આખી ઓધી ખાલી હતી ફક્ત અમે બે કપલ અને અમારા બે ટેણીયા …એ દિવસે મારો જન્મદિવસ હતો .. મન ભરીને કેક અને ફક્ત અમારા ચાર મોટા અને બે ટેણીયા માટે એન્ટરટેઈનનો કાર્યક્રમ થયો … મારી બર્થડેને ઓધી અને એના સ્ટાફે શાનદાર રીતે ઉજવી …અમે બંને એ મસ્ત કેન્ડલ લાઈટ ડીનર લીધું … હળવું લાઈવ મ્યુઝીક .. ફેન્ટાસ્ટિક સુઈટ રૂમ અને એ બધું પાછું પેકેજના ભાગ રૂપે પાછું …. મારી અંદર બેઠેલો વાણીયો ડરતો હતો કે આ બે દિવસ જે સેવા લીધી છે એમાં એક એક જણ સો સો રૂપિયા ની ટીપ આપીશ ને તો પણ સાલા બે ત્રણ હજાર ઘુસી જશે …સાલ ૨૦૦૧માં તો બે ત્રણ હજારની કિમત હતી ….
બીજા દિવસે સવારે કુમ્ભલ ગઢ પર ચડ્યા ..મેવાડની રાજધાની ચારથઇ ..ચિત્તોડ ગઢ , કુમ્ભલ ગઢ , ઉદયપુર અને ચાવંડ …બાપા રાવળથી શરુ થયેલો મેવાડનો રાજવંશ..
કુમ્ભલગઢમાં સામે એક મહાદેવનું મંદિર એમાં એક મોટું શિવલિંગ લગભગ આઠ દસ ફૂટ ઊંચું અને ત્રણ થી ચાર મીટર નો ઘેરાવો એ શિવલિંગનો , એવું કેહવાય છે કે રાણા કુંભા આ શિવલિંગ ને બાથ ભરી લેતા અને એમની બાથમાં શિવલિંગ સમાઈ જતું .. શું શરીર હશે એમનું ..!!!
મેવાડના રાજ ઘરાનામાં જીનેટીકલી જ શારીરિક ઉંચાઈ અને પોહળાઈ સારી રહી છે .. અત્યાર ના મહારાજા શ્રી શ્રી અરવિંદસિંહજી પણ લગભગ સાતેક ફૂટની ઉંચાઈ ધરાવે છે …. પછી આખો ગઢ ફર્યા અને મન ભરીને ફોટા પાડ્યા …ગાઈડ ના મોઢે કુમ્ભલ ગઢની વાતો … રાણા પ્રતાપનો જન્મ કુમ્ભલગઢમાં .. રાણા સાંગા ,રાણા ઉદયસિંહ , પન્ના ધાઈ ..
બપોર પડી બધા પાછા ઓધીમાં આવ્યા અને જમી પરવારી ને મસ્ત ઊંઘ ખેંચી .. સાંજ ફરી એ કુમ્ભલગઢમાં ગાળી …ત્રીજે દિવસે ઠાકોરજીને મળવા પોહચી ગયા નાથદ્વારા …રાજસમંદના અગરિયાના માર્બલની ખાણો અને પથ્થરોની વચ્ચેથી … રાજભોગના દર્શન કરી ,
આજ મારા મંદિરીયા માં માહલે શ્રીનાથજી ….અને અમદાવાદ …..ઘર ભેગા .. ખેરવાડા નો ટ્રાફિક અને ગાડીમાં બેસી અકળાયેલા ટેણીયા દર દસ મિનટે કહે સુ સુ કવી છે .. ચાર વર્ષ રહીને ફરી પાછા ત્યાં પોહચી ગયા ….
લાગે છે ફરી કુમ્ભલ ગઢ બોલાવે છે ….જોઈએ ક્યારે મેળ પડે છે ..
શુભ રાત્રી
શૈશવ વોરા