આજે સવાર સવાર ના ક્યાંક વાંચ્યું વર્લ્ડકપની ભારત ની હાર માટે અનુષ્કા ને જવાબદાર ઠેરવી .. ભારત ના યુથે…અને પછી એ ઈ લાંબુ લચક ભાષણ લખ્યું હતું ….સાથે રડીયો મા ક્યાંક મનાલી ટ્રાન્સ વાગતું હતું … બે યાર જબરજસ્ત લોડ આપ્યો છાપાવાળાએ …. યુથ ને…અનુષ્કા ને આમ કેહવાય નહિ, ને તેમ ના કેહવાય ….સારું છે યુથ બહુ ગુજરાતી વાંચતું જ નથી …..
બોસ યુથ ઉર્ફે જુવાની શું ..?? એક જ શબ્દ માં કહું તો યુવાની એ ગાળ છે , અને થોડું આગળ લખું તો … છોકરાની જયારે છાતી ફાટે અને ટીશર્ટ માંથી વાળ ડોકિયા કરેને એટલે પેહલા એ મોઢામાંથી ગાળ બોલતા શીખે , ભજન નહિ ..!!! આંખો માં ખુન્નસ આવે … અને બાવડા માં તાકાત …અને એના ડગલા મોટા થાય …
આંખ તો એની માંએ જણ્યો હોય ત્યારે જ ખુલી ગઈ હોય , પણ મન ની આંખ તો દાઢી પર જયારે પેહલી વાર રેઝર ફરે ને ત્યારે ખુલે … દુનિયા ને ફરી એકવાર જોવે , પોતાની રીતે , અને જાણે … , એક પછી એક વૃત્તિ કેળવાય એનામાં ,દુનિયા ને જીતી લેવાની … પઝેશન માં વસ્તુઓ રાખવાની … જેને દુનિયા સારી વસ્તુ કહે એ બધે બધું પોતાની પાસે રાખવાની …અને ભોગવવા ની …. મનમાં નશો આવે ચાલ માં છટા આવે, …
મિત્રો દોસ્તો બદલાય ને રાત પડે રખડવા નું ચાલુ થાય …માં લોહી પીતી લાગે અને બાપ એ સાલાએ કઈ કર્યું જ નહિ જિંદગી માં …..રસ્તે જતી બધી જ છોકરી સારી લાગે ,અને કોલેજ ની સારામાં સારી છોકરી સાથે સેટિંગ ના ફિરાક માં હોય ….હાથ માં આવી તો એ છોકરી સતી સાવિત્રી , નહિ તો ચાલુ છે બે જવાદે …કડપ દેખાડતો પ્રોફેસર ગાળ ખાય , અને ફ્રેન્ડલી મેડમ જોડે બેનપણા થાય ……કેફ અને મદ ચડે , ટેસ્ટોસ્ટીરોન નું લેવલ વધે અને ધમચકડ થાય … બાઈક અને કાર ની સ્પીડ બેફામ થાય …મોંઘા મોબાઇલ અને ગેમિંગ ના ચસકા ચડે … ટોપ પર છું એવું બતાડવા ની લાહ્ય લાગે …પેહલા ગોવા ને પછી બેંગકોક જવાના સપના દેખાય …. જઈ આવેલો સાચી ખોટી ફટ્ટાબાજી કરે … દસ બાર ની વચ્ચે ….કોમાં ,ફૂલસ્ટોપ, બધું ગાળ થી શરુ થાય અને ગાળ થી પૂરું થાય……
બોલો હવે કઈ વધ્યું …??? અરે ઘણું બધું વધ્યું વાલીડા ઘણું બધું , જુવાની ને બસો પાંચસો શબ્દો માં કેમ ની બંધાવી …?? એ પણ છોકરાની …!!! એની માં ને ……ગાળ તો બોલવાનો …
કયો જુવાન જોવો ગમે તમને ..?? મસ્ક્યુલર સોળ નો બાયસેપ અને ફુલ્લ સ્પીડ માં જતો હવા સાથે વાતો કરતો અને બાઈક પરથી ઉતરી જીન્સ ને થોડું ઉપર કરી ને પોતાની બોકસર સંતાડતો કે દેખાડતો…!!!
કે પછી પૂજા ના કપડા પેહરી દેરાસર જતો , કે સ્વામિનારાયણ નું ટીલું કરેલો તેલ નાખેલો ,કે હવેલી એ જઈ ને બાવાજી ચોબાજી ને પગે લાગતો …??
અલ્યા નસો ખેચી કાઢી મારી તો અનુષ્કા ને સેહજ બે ચાર ગાળ કાઢી એમાં તો હે … પેલી આલિયા નું શું તો પછી મારે પશ્ચાતાપ કરવા આખા દેશે શું કરવાનું ..આલિયા માટે ?? કેટલા હવનો ઓછા પડે …..
આજકાલ બધાને બહુ વાવર ચડ્યો છે છોકરાઓ ની અને પુરુષો ની મેન્ટલીટી સુધારવા નો … ક્યારેક તો લખાણો અને ટીવી માં એવી અતિશયોક્તિ હોય , અને જો બહુ વધુ પડતું વાંચો અને જુવે ને કોઈ , તો જેનો ટેસ્ટોસ્ટીરોન થોડો ઓછો થયો હોય તો પોતાની બાયડી જોડે રાખડી બંધાવી લે ….
મગજ ની માં બેન એક કરી નાખે છે આ છાપા વાળા અને ટીવી વાળા …. ક્યારેક તમને પણ વિચારતા કરી મુકે ક્યાંક કૈક ભૂલ થી આપણાથી તો આ કૃત્ય નથી થઇ ગયું ને બાપા …!!!
ચલો મનાલી ટ્રાન્સ સાંભળો અને મોજ …માલ ફૂંક ફૂંક રાની …પતલી કમર તેરી …મત કર તું જતન…અને એની બીટ્સ ની મોજ ….
બુદ્ધિ વાપરી ને એપ્રિલ ફૂલ બનાવજો …..
સુપ્રભાત
શૈશવ વોરા