દો પંછી દો તિનકે કહો લેકે ચલે હૈ કહાં…..
યે બનાયેંગે એક આશિયાં…
યે બનાયેંગે એક આશિયાં…
આશિયાના … ગમતા ઝાડ પર પોતાના આવનારા બચ્ચા માટે નું.. ઘર … પોતાનુ ઘર … ઘર નુ ઘર …ભાઇ લેતા લેવાઇ ગયુ હોં હવે ના લેવાય …..કંપલિટ ખાલી થઇ ગયા અમે તો આ ઘર લેવા માં ….અમારા તો બંને જણ ની આવક અને બચત બધુ વપરાઇ ગયું ….અને હપ્તા માથે ઉભા જ રહયા … શું કરીશ એ જ સમજાતુ નથી હજી દસ વરસ ના હપ્તા બાકી છે….અને ખર્ચા તો બાપ રે બાપ વધતા જ જાય છે દર મહીના ની સાતમી તારીખે તો ઇ એમ આઇ તો આવીને બેંક માં ઉભો જ હોય….ભાડા ના ઘર માં રેહતા હતા તે સારા હતા….. કંઇ કેટલા બળાપા …. આવા ..એક બાથરુમ જો તોડવા નો થાય તો પચાસ હજાર ની ચાકી ચડી જાય છે….ઘર તો બનાવી ને જુવો એટલે ખબર પડશે કે કેટલા વીસે સો થાય…અને તાવડી ના તેર વાના પુરો ત્યારે સમજાશે કે સંસાર કેમ ચાલે અને ભાન થશે કે આ પૈસો પૈસો બચાવી ને અમે કેવી રીતે આ ઘર ને બનાવ્યું છે…એક નવી પેઢી ને ખબર જ નથી મકાન કે ફલેટ ને ઘર માં કેવી રીતે ફેરવાય…અને બિજી નવી પેઢી ….
યે તો અપની હી ધુન મે ગાયે ઉંચે ઉંચે ઉડતે જાયે….
ઇનકી મસતી કો ઔર બઢાયે સાવન કી યે હવાએ …
મંઝીલ કે મતવાલે દેખો છુને ચલે આસમાંન…
માંબાપ, ઘર ,શહેર,દેશ , બધુ છોડી ને પોતાની ધુન મસતી અને નવા આકાશ ની શોધ માં ઉડી જાય … દુખ પણ મારુ અને સુખ પણ મારુ ડાળી પણ મારી અને માળો પણ મારો…
મને સખત ગમે ચકો ચકી બંને એકલા પુના, બેંગલોર, દુબઇ કે બિજા મોટા સિટી માં એકલા રેહતા હોય…કેવી મજા કરે …એકદમ મેચયોર થઇ જાય…બંને જણા …બધુ ઓછુ ઓછુ હોય… એક બેડરુમ હોલ કિચન ..અને તમે જાવ એટલે મરી પડે, નાનુ નાનુ ઘર અને નાનુ રસોડુ ..છ થાળી વાટકા હોય..અને બે ગાદલા એકસ્ટ્રા નાનો નાનો સંસાર ….યાદ કરો તમારી આજુબાજુ પણ આવા કોઇ બહાર થી આવેલા ચકા ચકી હશે …
એક ફુલો ભરી હો ડાલી ઔર ઉસ પર હો બસેરા ….
દો પંછી દો તિનકે કહો લેકે ચલે હૈ કહાં….
સરસ મજાની સાંજ …
– શૈશવ વોરા