આજે પવિત્ર પુરષોત્તમ માસ પૂરો થયો … અધિક મહિનો સમાપ્ત ..અધિક અષાઢની અમાસ , કર્ક રાશીમાં સૂર્ય ચંદ્ર ભેગા બેઠા છે પુનર્વસુ નક્ષત્રમાં આજે, સાંજ પડે પેલું ઝવેરીઓનું માનીતું પુષ્ય નક્ષત્ર ચાલુ થઇ જશે ,અને ગુરુવાર છે એટલે ગુરુપુષ્ય નક્ષત્ર થાય ,એટલે ઝવેરીઓને ત્યાં લાઈન લાગવાની એ નક્કી … ગઈકાલથી જ અહિયાં પુનામાં તો એફએમ રેડિયા પર તો જાહેરાતોનો મારો ચાલુ થઇ ગયો છે..ગુરુપુષ્ય નક્ષત્રની…આમ તો આજના ઓવરઓલ ગ્રહો જ સારી પોઝીશનમાં છે, સૂર્ય ,ચન્દ્ર ,મંગળ અને બુધ ચારેની યુતિ છે કર્ક રાશીમાં અને ગુરુ શુક્ર પણ સિંહ રાશીમાં ભેગા બેઠા છે આજે , ક્યાંકથી વોટ્સ એપ થોડું જ્ઞાન મળ્યું હતું .. પણ સાચું અને સારું હતું એટલે મારી રીતે મઠારીને શેર કરું છું ..અધિક મહીના માટે …
આપણું હિંદુ કેલેન્ડર ચંદ્ર મહિના પ્રમાણે ચાલે છે ચંદ્ર દર અઢી દિવસે રાશી બદલે અને સૂર્ય કરતા ઝડપથી ચાલે છે ,સૂર્ય દર મહીને રાશી બદલે .. એટલે સૂર્યનું એક વર્ષ એટલે બાર મહિના લગભગ ૩૬૫ દિવસે આવી રહે છે , પૃથ્વીને સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતા લાગે એટલા જ દિવસ થાય ….પણ અહિયાં થોડુક અંતર રહે છે ,દર ચાર વર્ષે એકાદ દિવસનું એટલે લીપ ઈયર નાખી અને સેટ કરી લઈએ છોયે ….
જયારે ચંદ્ર વર્ષ ફટાફટ ભાગે છે ,લગભગ દસથી પંદર દિવસ વેહલું દોડે ..એટલે એને ક્યાંક એડજેસ્ટમેન્ટ મોટું કરવું પડે …. અને આ એડજેસ્ટમેન્ટ એટલે અધિક મહિનો , દર ત્રણ વર્ષે એક મહિનો આખો વધારાનો ચંદ્ર કેલેન્ડરમાં નાખી દો એટલે સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ એક સાથે સેટ થઇ જાય …સૂર્ય અને ચંદ્ર મહિનો સાથે આવી જાય .. અને પૃથ્વી ને સૂર્યની પરિક્રમા કરતા લાગે એટલો જ સમય એટલે એક વર્ષ ૩૬૫ દિવસ ..
હવે અધિક મહિનો ક્યારે ગણવો ..??? તો એનું લોજીક મસ્ત સેટ કર્યું છે , જે ચંદ્ર મહિનામાં સૂર્ય રાશીના બદલે એ મહિનાને અધિક મહિનો ગણવો …ના સમજાયું ..?? આ આખે આખા અષાઢ મહિનામાં સૂર્ય એ રાશી બદલી નહિ ….ટૂંકમાં આ આખો અષાઢ મહિનો સૂર્ય મિથુન રાશીમાં રહ્યો … બીજા બધા ગ્રહો પોતાની રીતે આઘા પાછા થયા …એટલે આ મહિનાને અધિક અષાઢ મહિનો કીધો , સૂર્ય મહિનો એટલે એને તમે જાન્યુઆરી , ફેબ્રુઆરી કહી શકો ,અને ચંદ્ર મહિનો એટલે કારતક , માગશર ,વગેરે …….
હવે આ અધિક માસનો ફાયદો શું ..?? તો પેહલો અને મોટો ફાયદો એજ કે આપણા લગભગ બધા જ તેહવારો ઋતુચક્રની સાથે જોડાયેલા છે … હોળી હમેશા વસંત ઋતુમાં જ આવે અને દિવાળી શરદઋતુમાં , હવે જો આ એક મહિનો વધારાનો આપણે ના નાખીએ તો મુસલમાન ભાઈઓનો રમજાન મહિનો જેમ ગમે તે ઋતુમાં આવે છે ,એમ ક્યારેક હોળી ફરતી ફરતી નવેમ્બરમાં આવે અને દિવાળી ભરઉનાળે આવે …અને શ્રાવણ મસ્ત ઠંડીમાં આવે ..એટલે આ બધા ગૂંચવાડા ના થાય માટે આ અધિક મહિનો વધારાનો હિંદુ પંચાંગમાં નાખ્યો …
હવે વધારાનો મહિનો આવ્યો તો કરવું શું ..?? મોજ કરો બીજું શું ..? તમામ માંગલિક કાર્યો પર પ્રતિબંધ મુક્યો અધિક મહિનામાં .. ફક્ત અને ફક્ત ધાર્મિક કર્યો કરવાના .. સારું સારું ખાવાનું અને પ્રભુનું નામ લેવાનું … મજા કરો …
હવે આ બધા ગણિત જોડે બીજું એક ગણિત પણ સેટ કર્યું છે … કુંભ મેળા નું …!!! મસ્ત ગણિત છે ,ગુરુ અત્યારે સિંહ રાશીમાં છે, ગુરુ મહારાજ દર તેર મહીને રાશી બદલે અને જયારે ગુરુ સિંહ રાશીમાં હોય અને અને સૂર્ય સિંહ રાશીમાં આવે એટલે ગોદાવરી તટે નાસિકમાં કુંભ મેળો થાય …એટલે એ ગણતરીએ અત્યારે સિંહસ્થ કુંભ મેળો ચાલુ થઇ ગયો નાસિકમાં ….
થોડું ડીટેઈલીગ કરું ..જ્યોતિષ અને ખગોળની ગણતરીને આધારે આપણા બાપ દાદાઓએ નવરા બેઠા કેવા કેવા ગણિત સેટ કર્યા છે ….
સૂર્ય જયારે મેશ રાશીમાં હોય અને ગુરુ કુંભ રાશીમાં જાય ત્યારે ગંગા ના દ્વારે એટલે કે હરદ્વારમાં કુંભ મેળો થાય
” पद्मिनी नायके मेषे कुम्भ राशि गते गुरोः ।
गंगा द्वारे भवेद योगः कुम्भ नामा तथोत्तमाः।। ”
મેશ રાશીમાં જયારે ગુરુ હોય અને સૂર્ય ચંદ્ર મકર રાશીમાં હોય ત્યારે પ્રયાગરાજમાં સંગમ તટે કુંભમેળો થાય , હવે એક બીજી વાત ..જયારે સૂર્ય ચંદ્ર એક જ રાશીમાં હોય ત્યારે અમાસ હોય અને સામસામેની રાશીમાં આવે ત્યારે પૂનમ હોય ….
” मेष राशि गते जीवे मकरे चन्द्र भास्करौ ।
अमावस्या तदा योगः कुम्भख्यस्तीर्थ नायके ।। ”
હવે પ્રયાગરાજ ના કુંભમેળા માટે , પાછું ક્યાંક બીજી ગણતરી મૂકી છે જો મકર રાશિની અમાસ અને મેષ ના ગુરુનું સેટિંગ ના આવે , તો મકર રાશીમાં સૂર્ય અને વૃષભ રાશીમાં ગુરુમહારાજ હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો કરવો…
હવે અત્યારના ગોચર ગ્રહો પ્રમાણે સિંહમાં ગુરુ અને સિંહ રાશીમાં જ જયારે સૂર્ય દેવતા પધારે ત્યારે ગોદાવરી તટે નાસિકમાં કુંભ પર્વ નું આયોજન કરવું ” सिंह राशि गते सूर्ये सिंह राशौ बृहस्पतौ ।
गोदावर्या भवेत कुम्भों जायते खलु मुक्तिदः ।। ”
અને ચોથો કુંભ મેળો ક્ષિપ્રા તટે રાજા ભોજ અને વીર વિક્રમાદિત્ય ની રાજધાની એવી ઉજ્જૈણી નગરીમાં જયારે સિંહ રાશીમાં ગુરુ અને મેષ રાશીમાં સૂર્ય હોય ત્યારે કરવો ….
” मेष राशि गते सूर्ये सिंह राशौ बृहस्पतौ ।
उज्जियन्यां भवेत कुम्भः सदामुक्ति प्रदायकः ।। ”
દરેકે દરેક કુંભ મેળાની જુદી જુદી ખાસિયતો અને સ્ટોરી છે , પણ મોટેભાગે કુંભમેળાની પરમ્પરા અર્વાચીન કાળમાં ભગવાન આદિ શંકરાચાર્યજી એ કરાવી એવું માનવામાં આવે છે ..
ઘણા બધા સંકટો છેલ્લા પંદરસો વર્ષ દમ્યાન આ કુંભ મેળા પર આવ્યા ,ખાસ કરીને ઇસ્લામિક શાસન દરમિયાન , પણ જયપુર મહારાજાઓ એ મોગલ કાળને સાચવી લીધો પરંતુ એક સમયે કુંભમેળાના નાગા સંપ્રદાયના સાધુઓએ હથિયાર ઉપાડવા પડ્યા હતા … અને ત્યારથી એમનું સ્નાન પેહલું ગોઠવાયું ..
સમાજ અને સંપ્રદાય હારી જાય ત્યારે છેલ્લે સાધુ સમાજે પણ શસ્ત્રો ઉપાડવા પડે છે , એનું ઉદાહરણ આ નાગા સંપ્રદાયના સાધુઓ છે …
બહુ જ પીડા ભોગવી છે હિન્દુસ્તાનએ વિધર્મીઓના હુમલા અને શાસનમાં .
એ બધું ફરી ક્યારેક
સુપ્રભાત
શૈશવ વોરા